ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

Posted By:
Subscribe to Oneindia News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

 

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સૈન્યકર્મીઓ ડ્યુટી પછી મર્યાદામાં દારૂ પી શકે છે
  

સૈન્યકર્મીઓ ડ્યુટી પછી મર્યાદામાં દારૂ પી શકે છે

સૈન્યકર્મીઓના દારૂ પીવાના મામલે શસસ્ર સૈન્ય બળ અધિકરણે અહમ ફેંસલો કર્યો છે. આર્મ્ડ ફોર્સીસ ટ્રિબ્યુનલે પોતાના એક આદેશમાં કહ્યું છેકે ડ્યુટી પૂરી થયા બાદ સૈન્યકર્મીનું દારૂ પીવુ ખોટું નથી. પરંતુ દારૂનું સેવન કર્યા બાદ મર્યાદામાં રહેવુ જરૂરી છે.

ભારતમાં ISISની સક્રીયતા, પૂછપરછ દરમ્યાન અફ્શા ઝબીને કર્યો ખુલાસો
  

ભારતમાં ISISની સક્રીયતા, પૂછપરછ દરમ્યાન અફ્શા ઝબીને કર્યો ખુલાસો

હૈદરાબાદમાંથી ઝડપાયેલ અફ્શા ઝબીને ખુલાસો કર્યો છેકે ભારતમાં ISISના સદસ્યો સક્રીય છે. અને તેમની સંખ્યા 9 છે. આ લોકો અફ્શાની મદદ કરી રહ્યાં હતા અને ભારતમાં સંગઠનની વિચારધારાને આગળ વધારી રહ્યાં છે.

શિવસેનાએ પોસ્ટરમાં મોદીને કહ્યાં ઢોંગી, ભાજપે કહ્યું પીએમની સામે ઝૂકશે શિવસેના
  
 

શિવસેનાએ પોસ્ટરમાં મોદીને કહ્યાં ઢોંગી, ભાજપે કહ્યું પીએમની સામે ઝૂકશે શિવસેના

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની વચ્ચે ખટરાગ હવે ખુલીને સામે આવી રહ્યો છે. મુંબઇમાં શિવસેનાએ વિવાદિત પોસ્ટર લગાવ્યા છે. જેમાં પ્રધાનમંત્રી મોદીને ઢોંગી કહેવામાં આવ્યાં છે. જો કે વિવાદ વધતા પોસ્ટરને હટાવવામાં આવ્યા હતા. પરંતુ ભાજપે તેનો વળતો જવાબ આપ્યો હતો.

માઁએ 12 વર્ષની દિકરી સાથે કર્યું અધમ કૃત્ય
  

માઁએ 12 વર્ષની દિકરી સાથે કર્યું અધમ કૃત્ય

ભુવનેશ્વરના ખંડાગીરી પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફરિયાદ કરી છેકે તેની પત્નીએ તેની સગીર બાળકીને જબરજસ્તી દેહવ્યાપારમાં ધકેલવાનો પ્રયાસ કર્યો છે.

દાદરીકાંડ ષડયંત્ર હતુ: લઘુમતિ આયોગ
  

દાદરીકાંડ ષડયંત્ર હતુ: લઘુમતિ આયોગ

દાદરીકાંડને લઇને દેશમાં રાજકારણ ગરમાયુ છે. ત્યારે લઘુમતી આયોગની ફેક્ટ ફાઇન્ડીંગ કમિટીએ ખુલાસો કર્યો છેકે દાદરીકાંડ ઘટના નહીં પરંતુ સમજી વિચારીને કરવામાં આવેલુ ષડયંત્ર હતુ.

ખુદનું ગળુ કાપીને મંદિરમાં આપી બલી
  

ખુદનું ગળુ કાપીને મંદિરમાં આપી બલી

ઉત્તરપ્રદેશમાં અંધવિશ્વાસની ચરમસીમાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તરપ્રદેશના ફૈઝાબાદમાં એક યુવકે અંધશ્રદ્ધાની રાહ પર પોતાની ગરદન કાપીને બલિ આપવાની કોશિષ કરી છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે યુવકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

શિવસેના ફવાદ ખાન અને માહિરા ખાનનો કરશે વિરોધ
  

શિવસેના ફવાદ ખાન અને માહિરા ખાનનો કરશે વિરોધ

ક્રિકેટ અને ગાયકો બાદ હવે શિવસેનાએ પાકિસ્તાની એક્ટર્સનો વિરોધ કરવાની ધમકી આપી છે. શિવસેનાએ પાકિસ્તાની કલાકારો માહિરા ખાન અને ફવાદ ખાનની ફિલ્મોનું પ્રમોશન રોકવાની ધમકી આપી છે.

ભારત-દક્ષિણ આફ્રિકા સિરીઝમાં અમ્પાયર હશે સુંદરમ રવિ
  

ભારત-દક્ષિણ આફ્રિકા સિરીઝમાં અમ્પાયર હશે સુંદરમ રવિ

ICCએ ભારત-દક્ષિણ આફ્રિકા વન ડે સિરીઝમાંથી હટાવી દીધેલા પાકિસ્તાની અમ્પાયર અલીમ દારની જગ્યાએ ભારતના સુંદરમ રવિને અમ્પાયર તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે.

ધોની સેનાએ ચેન્નઇ વન ડે જીતવી જ પડશે
  

ધોની સેનાએ ચેન્નઇ વન ડે જીતવી જ પડશે

ભારત સાઉથ આફ્રિકા વચ્ચે આજે ચેન્નઇના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં વનડે મેચ રમાઇ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. જો ભારતે સિરીઝ બચાવી હોય તો કરો યા મરોના ધોરણે મેચમાં જીત હાંસલ કરવી પડશે. જણાવી દઇએ કે ભારત સાઉથ આફ્રિકા વચ્ચેની ક્રિકેટ સિરીઝમાં દક્ષિણ આફ્રિકા 2-1થી આગળ છે. જો ચેન્નાઇ સિરીઝમાં સાઉથ આફ્રિકા જીત મેળવશે તો સિરીઝ પર તેનો કબ્જો રહેશે.

યુપી ટીમના ખેલાડી સાથે કોચે ઘણાં વર્ષો સુધી કર્યું દુષ્કર્મ
  

યુપી ટીમના ખેલાડી સાથે કોચે ઘણાં વર્ષો સુધી કર્યું દુષ્કર્મ

ગાઝિયાબાદમાં ક્રિકેટ કોચે ગુરૂની ગરિમાને તાર તાર કરી છે. થ્રી એસ ક્રિકેટ એકેડેમીના કોચ નમન શર્મા પર 15 વર્ષના માસૂમ બાળક પર દુષ્કર્મના આરોપમાં બાળકના પિતાએ FIR નોંધાવી છે.

દલિત બાળકોની હત્યાના મામલે વી. કે. સિંહના વિવાદીત બોલ
  

દલિત બાળકોની હત્યાના મામલે વી. કે. સિંહના વિવાદીત બોલ

કેન્દ્રીય પ્રધાન વી.કે.સિંહે હરિયાણામાં બે દલિત બાળકોની હત્યા મામલે કહ્યું છેકે આ હત્યાઓથી સરકારને કોઇ લેવા દેવા નથી. તેમણે કહ્યું છેકે દરેક ચીઝ માટે સરકાર જવાબદાર નથી.

પીએમ મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસે
  

પીએમ મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસે

પીએમ મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસે છે. જ્યાં તેમણે આંધ્રપ્રદેશની નવી રાજધાની અમરાવતીની આધારશિલા મૂકી હતી. આ દરમ્યાન રાજ્યના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ અને તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવ અને અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર ફ્રી ડે પર બોલ્યા અરવિંદ કેજરીવાલ, સાયકલ ચલાવો, બિમારી ભગાઓ
  

કાર ફ્રી ડે પર બોલ્યા અરવિંદ કેજરીવાલ, સાયકલ ચલાવો, બિમારી ભગાઓ

દિલ્હીમાં આજે પહેલી વખત સફળતા પૂર્વક કાર ફ્રી ડે મનાવવામાં આવ્યો. જેમા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિત દિલ્હીવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ દિલ્હીને પ્રદુષણ મુક્ત બનાવવા માટે કરવામાં આવી હતી. ત્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતુ કે સાયકલ ચલાવો, બિમારી ભગાઓ.

જમ્મુ કાશ્મીર
  

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીરના રામનગર વિસ્તારમાં એક બસ ખાડીમાં પડી જતા 14 લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. જેમાથી 10ની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.

પરિણીતી ચોપરા
  

પરિણીતી ચોપરા

બોલીવુડની ચુલબુલી અભિનેત્રી પરિણીતી ચોપરાનો આજે 27મો જન્મદિવસ છે. તમને જણાવી દઇકે ખુબ જ ઓછા સમયમાં પિરણીતીએ બોલીવુડમાં પગ જમાવ્યા છે. તેમને ફિલ્મફેર સહિત નેશનલ ફિલ્મ અવોર્ડમાં પણ નોમિનેશન મળી ચૂક્યુ છે.

અજય દેવગનની શિવાય મુશ્કેલમાં
  

અજય દેવગનની શિવાય મુશ્કેલમાં

અજય દેવગનની આગામી ફિલ્મ શિવાયને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની હતી. પરંતુ સમાચાર છેકે શિવાયની શૂટીંગ લાંબા સમયથી પાછી ઠેલાઇ રહી છે, અને તેને લઇને અજય દેવગન ઘણાં ચિંતામાં પણ છે.

સુલતાનની હીરોઇન ફાઇનલ થઇ અને રીજેક્ટ પણ
  

સુલતાનની હીરોઇન ફાઇનલ થઇ અને રીજેક્ટ પણ

સલમાન ખાનની આગામી ફિલ્મ સુલતાનને લઇને અનેક સમાચારો મળતા રહે છે. માનવામાં આવી રહ્યું હતુ કે આ ફિલ્મમાં સલમાનની માઁના રોલમાં રેખાને ફાઇનલ કરવામાં આવી હતી. પરંતુ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે આવી કોઇ પણ શક્યતાઓ અંગે ઇન્કાર કરી દીધો છે.

જીંદગી બચાવવામાં મદદગાર થઇ શકે છે સેવા એપ
  

જીંદગી બચાવવામાં મદદગાર થઇ શકે છે સેવા એપ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એન્જિનીયરીંગના છાત્રોએ સેવા એપ તૈયાર કરી છે. જે જીવનને બચાવવામાં મદદગાર નીવડી શકે છે.

English summary
October 22: Read today's top news in pics
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.