For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપના નેતા આશુતોષના અંગ્રેજીએ કર્યો અનર્થ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

આપના નેતા આશુતોષના અંગ્રેજીએ કર્યો અનર્થ

આપના નેતા આશુતોષના અંગ્રેજીએ કર્યો અનર્થ

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને એક સમયે જાણીતા પત્રકાર આશુતોષ ગુપ્તાએ એવુ અંગ્રેજી લખ્યુ કે તેમણે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરને જીવતે જીવ મારી નાખ્યા. જી હા, આશુતોષે હરિયાણાના સુનપેડ કાંડ પર એક ટ્વિટ કર્યું જેમા તેમની એક ભૂલે અર્થનો અનર્થ કરી નાખ્યો.

દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયાની કારમી હાર

દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયાની કારમી હાર

ટીમ ઇન્ડિયા ગઇકાલે વાનખેડે સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાથી જે રીતે હારી ગઇ છે, તેવી હારની કલ્પના પણ કદાચ કોઇએ નહીં કરી હોય. જી હા, ટીમ ઇન્ડિયાને ગઇકાલે દક્ષિણ આફ્રિકાએ 214 રનના વિશાળ અંતરથી હરાવી છે. જે રનના પોઇન્ટ ઓફ વ્યુથી ભારતની બીજી સૌથી મોટી હાર છે. અને કેપ્ટન ધોનીના કાર્યકાળની સૌથી મોટી હાર છે.

પ્રધાનમંત્રીની રેલી માટે 500 વૃક્ષોનું નિકંદન

પ્રધાનમંત્રીની રેલી માટે 500 વૃક્ષોનું નિકંદન

બિહારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી કેટલાક દિવસોમાં તાબડતોડ ચૂંટણી રેલીઓને સંબોધન કરવાના છે. જેને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મધેપુરામાં પ્રધાનમંત્રીની રેલીને લઇને લગભગ 500 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે.

પીએમ મોદીની 6 સૂત્રની ફોર્મ્યુલા, વિકાસ એજ દવા

પીએમ મોદીની 6 સૂત્રની ફોર્મ્યુલા, વિકાસ એજ દવા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં ત્રીજા ચરણના મતદાન પહેલા મઢૌરામાં ચૂંટણીસભાને સંબોધન કર્યું હતુ. જેમા તેમણે બિહારના વિકાસ માટે 6 સૂત્રીય ફોર્મ્યુલા આપી હતી.

ગોલ્ડ મૉનેટાઇઝેશન સ્કીમ-સોનુ નહીં રહે ડેડ મની

ગોલ્ડ મૉનેટાઇઝેશન સ્કીમ-સોનુ નહીં રહે ડેડ મની

રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ "મન કી બાત"માં એક મહત્વનું એલાન કર્યું હતુ. તેમણે ગોલ્ડ મૉનેટાઇઝેશનની વાત કરી હતી. આ યોજના હેઠળ હવે બેંકમાં પડેલા સોના પર ગ્રાહકોને વ્યાજના રૂપમાં આર્થિક લાભ મળશે.

ના ચાલ્યો મોદીનો જાદુ, ટેસ્લા મોટર્સ વળી ચીન તરફ

ના ચાલ્યો મોદીનો જાદુ, ટેસ્લા મોટર્સ વળી ચીન તરફ

હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિલીકોન વેલીના પ્રવાસે હતા. જ્યાં તેમણે ટેસ્લા મોટર્સની મુલાકાત લીધી હતી. પરંતુ માઠા સમાચાર એ છેકે જાણે કે પીએમ મોદીનો જાદુ ના ચાલ્યો હોય તેમ ટેસ્લા મોટર્સે ભારતમાં ઉત્પાદન શરૂ કરવાની જગ્યાએ ચીનમાં ઉત્પાદન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે

ભાગવતે કહ્યું કેન્યામાં લોકો ગાયનું લોહી પીવે છે

ભાગવતે કહ્યું કેન્યામાં લોકો ગાયનું લોહી પીવે છે

ગૌ માંસને લઇને દેશમાં એક પછી એક વિવાદ ચાલુ જ છે. ત્યાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે ગૌ હત્યા પર બોલતા કહ્યું કે કેન્યામાં લોકો ગાયનું લોહી પીવે છે, પરંતુ તેઓ ગાયને મારતા નથી, અને ગૌ માંસ પણ નથી ખાતા. તેમણે કહ્યું કે કેન્યામાં પણ ગૌ હત્યા પર પ્રતિબંધ છે.

કાંડ કરનાર ગોપાલ કાંડા બનાવશે ફિલ્મ, બીપાશા બસુ હશે હીરોઇન

કાંડ કરનાર ગોપાલ કાંડા બનાવશે ફિલ્મ, બીપાશા બસુ હશે હીરોઇન

MDLR એયરલાઇન્સની એયર હોસ્ટેસ ગીતિકા શર્માની આત્મહત્યાના મામલે જેલમાંથી જામીન પર છુટેલા અને અનેક કાંડમાં જેમનુ નામ સંડોવાયેલુ છે, તેવા ગોપાલ કાંડાએ હવે ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાની આગામી કોમેડી ફિલ્મ "ભાઇ મસ્ટ બી ક્રેઝી" માટે બિપાશા બસુને કાસ્ટ કરી લીધી છે.

બજરંગદળના કાર્યકર્તાની હત્યા બાદ 2 ભાજપી નેતાને મળી ધમકી

બજરંગદળના કાર્યકર્તાની હત્યા બાદ 2 ભાજપી નેતાને મળી ધમકી

બજરંગ દળના કાર્યકર્તાની હત્યા બાદ ભાજપના બે નેતાઓને ફેસબુક પર ધમકી મળી છે. આ બંને નેતાઓએ આ સંદર્ભમાં ફરિયાદ પણ નોંધાવી છે.

વેલકમ ગીતા: 10 વર્ષ બાદ સ્વદેશ આવશે ગીતા

વેલકમ ગીતા: 10 વર્ષ બાદ સ્વદેશ આવશે ગીતા

પાકિસ્તાનમાં પાછલા 10 વર્ષથી રહેતી ગીતા આખરે સ્વદેશ પરત આવી રહી છે. ગીતાને ભારત આવવા માટે બંને દેશની સરકારે મંજૂરીની મહોર લગાવી દીધા બાદ હવે તે ભારત પરત ફરી રહી છે. મહત્વપૂર્ણ છેકે મૂકબધિર ગીતા 10 વર્ષ પહેલા ભૂલથી બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન જતી રહી હતી.

દિવાળી પહેલા ભૂતપૂર્વ સૈનિકોને OROPની ભેટ આપશે સરકાર

દિવાળી પહેલા ભૂતપૂર્વ સૈનિકોને OROPની ભેટ આપશે સરકાર

કેન્દ્ર સરકાર ભૂતપૂર્વ સૈનિકોને દિવાળી પર મોટી ભેટ આપશે. ઘણાં વર્ષોથી વિલંબમાં પડેલી વન રેંક વન પેન્શન યોજનાને લઇને સરકાર અને ભૂતપૂર્વ સૈનિકો વચ્ચે સહમતિ બની ગયા બાદ હવે દિવાળીથી તેને લાગુ કરી દેવામાં આવશે.

બિહારમાં નાસ્તા પર આફત, બ્રેડ થઇ મોંઘી

બિહારમાં નાસ્તા પર આફત, બ્રેડ થઇ મોંઘી

બિહારમાં દાળ અને ચોખા બાદ હવે નાસ્તાની બ્રેડ પર મોંઘવારીનો માર પડ્યો છે. બિહારની બ્રેડ ઉત્પાદન કંપનીઓએ પાવ રોટીની કિંમતમાં 10થી 12 ટકા ભાવવધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ ભાવવધારોનો પહેલી નવેમ્બરથી અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મદ્રાસ હાઇકોર્ટે કેન્દ્રને કહ્યું, બાળકોના બળાત્કારીઓને નપુસંક બનાવવાની પરવાનગી આપો

મદ્રાસ હાઇકોર્ટે કેન્દ્રને કહ્યું, બાળકોના બળાત્કારીઓને નપુસંક બનાવવાની પરવાનગી આપો

મદ્રાસ હાઇકોર્ટે એક મામલાની સુનાવણી દરમ્યાન કેન્દ્ર પાસે બાળકો સાથે ગેરવર્તન અને બાળાત્કાર જેવા જઘન્ય અપરાધ કરનાર લોકોને નપુસંક કરવાની સજા માટે વિચાર કરવા માટે કહ્યું છે. અદાલતે ખુબ જ સખત શબ્દોમાં કહ્યું છેકે દેશના વિભિન્ન હિસ્સાઓમાં બાળકો વિરૂદ્ધ થઇ રહેલા જઘન્ય અપરાધો સામે અદાલતો મૂકદર્શક બનીને ના રહી શકે.

સલમાન જેવા લોકો લોન્ચ કરીને અહેસાન વ્યક્ત કરે છે-ગોવિંદા

સલમાન જેવા લોકો લોન્ચ કરીને અહેસાન વ્યક્ત કરે છે-ગોવિંદા

ગોવિદાને જ્યારે પૂછવામાં આવ્યુ કે જે રીતે સ્ટાર કીડ્સના બાળકોને સલમાને લોન્ચ કર્યા, શું તેઓ પણ પોતાના બાળકો માટે તેવી કોઇ ઇચ્છા ધરાવે છે. ત્યારે જવાબમાં ગોવિંદાએ કહ્યું નહીં. કારણ કે આવા લોકો થોડી મદદના બદલામાં જીવનભર અહેસાન જતાવે છેકે તેમણે તેમના માટે કંઇક કર્યું છે.

પ્રભુદેવાની ફિલ્મમાં સલમાન, શાહરૂખ અને અજય દેવગન

પ્રભુદેવાની ફિલ્મમાં સલમાન, શાહરૂખ અને અજય દેવગન

પ્રભુદેવા બોલીવુડના ચાર મોટા નિર્માતાની સાથે જોડાવાના છે. જો ખબરોનું માનીએ તો પ્રભુદેવા પોતાની આગામી ચાર ફિલ્મોમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, અજય દેવગન અને શાહિદ કપૂરને કાસ્ટ કરવા ઇચ્છે છે. જો કે જે એક્ટર પાસેથી તેમને પહેલી ડેટ્સ મળશે તેઓ તેમની સાથે કામ શરૂ કરી દેશે.

શાહરૂખે કરી બજરંગી ભાઇજાનની નકલ

શાહરૂખે કરી બજરંગી ભાઇજાનની નકલ

મનીષ શર્માના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ફેનના લોગોમાં તમે શાહરૂખ ખાનના ફેન્સના ચહેરા પણ જોઇ શકશો. આ વાતથી ફેન્સ ઘણાં ખુશ પણ થયા હશે. પરંતુ મહત્વની વાત એ છેકે કેટલાક મહિના પહેલા આવુ જ કઇંક આપણે સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાનના સેલ્ફી સોન્ગના પ્રમોશનમાં પણ જોયુ હતુ. જેમા ફેન્સના સેલ્ફીને ગીત સાથે જોડવામાં આવ્યું હતુ.

બિગબોસના મહેમાન બન્યા રણદીપ હુડ્ડા

બિગબોસના મહેમાન બન્યા રણદીપ હુડ્ડા

હાલમાં બિગબોસ 9 ચાલી રહ્યું છે. અને અનેક કલાકારો પોતાની આગામી ફિલ્મને બિગબોસના પ્લેટફોર્મ પર પ્રમોટ કરી રહ્યાં છે. ત્યારે રણદીપ હુડ્ડાએ પણ પોતાની આગામી ફિલ્મ મે ઓર ચાર્લ્સને પ્રમોટ કરી હતી.

ડિસેમ્બર સુધીમાં DTC બસમાં WiFi અને CCTV કેમેરા હશે

ડિસેમ્બર સુધીમાં DTC બસમાં WiFi અને CCTV કેમેરા હશે

દિલ્હીમાં સુરક્ષાના કારણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે ડિસેમ્બર મહિના સુધીમાં DTC બસમાં WiFi અને CCTV કેમેરા ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો છે.

આઇસોલેશન બાદ સાત દિવસે સિંહણ વસુંધરાએ દેખા દીધા

આઇસોલેશન બાદ સાત દિવસે સિંહણ વસુંધરાએ દેખા દીધા

લખનઉના પ્રાણી સંગ્રહાલયમાં રવિવારે ચાર બચ્ચાઓ સાથે સિંહણ વસુંધરા પોતાની ગુફામાં સહેલ કરી રહી હતી. મહત્વપૂર્ણ છેકે તે આઇસોલેશનમાં હતી, અને સાત દિવસ બાદ સિંહણ પોતાના બચ્ચાઓ સાથે લોકોને જોવા મળી હતી.

રેત કૃતિ દ્વારા ભ્રષ્ટાચાર રોકોનો સંદેશ

રેત કૃતિ દ્વારા ભ્રષ્ટાચાર રોકોનો સંદેશ

ભારતભરમાં પોતાની રેત કૃતિઓ માટે જાણીતા સુદર્શન પટનાયકે સંભલપુરના હીરાકુડમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના વિરોધમાં રેત કૃતિ બનાવીને ભ્રષ્ટાચાર રોકો સંદેશ આપ્યો હતો.

કોલકાતામાં ભક્તોએ કર્યું દુર્ગા વિસર્જન

કોલકાતામાં ભક્તોએ કર્યું દુર્ગા વિસર્જન

રવિવારે કોલકાતાના ગંગા કિનારે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માં દુર્ગાની મૂર્તિનું વિસર્જન કર્યું હતુ.

હરિદ્વારમાં ભક્તોએ હાથ ધર્યુ સફાઇ અભિયાન

હરિદ્વારમાં ભક્તોએ હાથ ધર્યુ સફાઇ અભિયાન

રવિવારે હરિદ્વારના ગંગા કિનારે ગાયત્રી પરિવાર શાંતિકુંજ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ.

હૈદરાબાદમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં ભીષણ આગ

હૈદરાબાદમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં ભીષણ આગ

રવિવારે હૈદરાબાદમાં એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગને કાબુમાં લેવા માટે કલાકો સુધી ફાયરફાઇટર્સે મહેનત કરી હતી.

કાશ્મીરમાં બરફ વર્ષાના કારણે રસ્તા બંધ

કાશ્મીરમાં બરફ વર્ષાના કારણે રસ્તા બંધ

દક્ષિણ કાશ્મીરના કેટલાક હિસ્સાઓમાં રવિવારે જોરદાર બરફવર્ષા થવાના કારણે રાજૌરી અને પૂંચને જોડતા કેટલાક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી.

English summary
October 26: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X