"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...
કોરિયાની મહિલાએ ઇન્ડિયન નેવીના સેલર્સ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
ઇન્ડિયન નેવીની વોરશિપ INS સહ્રયાદ્રીને સાઉથ કોરિયા સાથે દોસ્તી વધારવા માટે ઇંચિયાન મોકલવામાં આવ્યા હતા. હવે આ વોરશીપના કારણે ઇન્ડિયન નેવી વિવાદોમાં ફસાઇ છે. જી હા, એક અંગ્રેજી ડેલીના જણાવ્યા અનુસાર કોરિયન મહિલાએ શીપના સેલર્સ પર સામૂહિક બળાત્કારનો આરોપ લગાવ્યો છે. આ મહિલાએ ઇંચિયોનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પીએમ મોદીએ આફ્રીકાને 60 કરોડ ડૉલરનું આપ્યુ ફંડ
ગઇકાલે ભારત આફ્રિકા ફોરમ સમિટ (IAFS)નો ચોથો અને અંતિમ દિવસ હતો. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિખર સંમેલનને સંબોધિત કર્યું હતુ. જેમાં પીએ નરેન્દ્ર મોદીએ અનેક મુદ્દે વાત કરી હતી. ભારતે આફ્રિકાને 60 કરોડ ડૉલરની અનુદાન સહાયતાની ઘોષણા કરી હતી.
દિલ્હીમાં કચરા પર રાજકારણ, સફાઇકર્મીઓની હડતાળ
દિલ્હીમાં સફાઇ કર્મચારીઓની હડતાળને લઇને રાજકારણની ગલીઓમાં આરોપ પ્રત્યારોપની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વિજ્ઞાપન થકી પોતાનો પક્ષ રજૂ કરતી દિલ્હીના નાગરિકોની એક ચિઠ્ઠી લખી છે.
સુનપેડ કાંડમાં FSLનો ખુલાસો, આગ ઘરમાંથી લાગી હતી, બહારથી નહીં
હરિયાણાના સુનપેડ ગામમાં 20 ઓક્ટોબરના રોજ દલિત પરિવારના ઘરમાં આગ લગાવીને બે બાળકોની હત્યાના મામલામાં FSLએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. FSLના વિશેષજ્ઞોના મતે આગ ઘરની અંદરથી લાગી હતી, આગ ઘરની બહારથી નહોતી લગાવવામાં આવી.
બિહારમાં ભાજપ હાર્યુ તો, પાકિસ્તાનમાં ફુટશે ફટાકડા-અમિત શાહ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છેકે બિહારમાં કમળ જ ખીલશે. તેમણે બિહારમાં એક જનસભાને સંબોધન કરતા કહ્યું હતુ કે જો બિહારમાં ભાજર હારી જશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફુટશે.
પાકિસ્તાન વાળા નિવેદનને લઇને રાજકારણ ગરમાયુ
ભાજપ અધ્યક્ષ અમિત શાહના પાકિસ્તાનમાં ફટાકડા ફુટશે વાળા નિવેદનને લઇને હવે રાજકારણ ગરમાયુ છે. સમાચાર મળી રહ્યાં છેકે મહાગઠબંધનના નેતાઓ આ અંગે ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરશે.
અમિત શાહની રેલીમાં ધસી પડી દિવાલ, અડધો ડઝન ઘાયલ
તો બિહારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રેલી દરમ્યાન દિવાલ ધસી પડવાની ઘટના ઘટી હતી, જેમા લગભગ અડધો ડઝન લોકો ઘાયલ થયા હતા, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ગોપાલગંજ અને મુઝ્ઝફરપુરમાં પીએમ મોદીની આજે રેલી
બિહારમાં હવે ચોથા અને પાંચમા તેમજ અંતિમ તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે બિહારના ગોપાલગંજ અને મુઝ્ઝફરપુરમાં આજે પીએમ મોદી ચૂંટણીસભને સંબોધિત કરશે.
બિહાર વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં બોલીવુડ તડકો
બિહારમાં ચોથા અને પાંચમા તબક્કાના ચૂંટણીપ્રચાર માટે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે, ત્યારે ગુરૂવારે બિહારમાં બોલીવુડ સ્ટાર અજય દેવગણે ભાજપ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો.
જનસંખ્યા અસંતુલન પર RSSએ વ્યક્ત કરી ચિંતા, પ્રસ્તાવની વિચારણા
વસ્તી ગણતરીના હાલના આંકડાઓ મુજબ દેશમાં મુસ્લિમોની સંખ્યા 17 કરોડની નોંધાઇ છે. જેને લઇને ટૂંક સમયમાં RSS આ વિષય પર ધ્યાન આપવા માટે એક પ્રસ્તાવ લાવી શકે છે.
રક્ષા મંત્રાલયે ફૌજમાં ભેંસની બલી રોકવા કર્યો આદેશ
ભારત સરકારના રક્ષા મંત્રાલયે પરંપરા મુજબ ફૌજમાં દશેરાના દિવસે લાંબા સમયથી ચાલી આવતી ભેંસની બલીને રોકવા માટે જણાવી દીધુ છે. સરકારના આ નિર્ણયનું આર્મીના કેટલાક યુનિટ્સે સ્વાગત કર્યુ છે, અને કેટલાક યુનિટ્સમાં નિરાશા જોવા મળી રહી છે.
ભારતમાં વિદેશીઓ સરોગસીની સેવા નહીં મેળવી શકે
સરોગસીને વેપાર બનાવવાની વિરૂદ્ધમાં સુપ્રિમ કોર્ટમાં કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ સોગંધનામુ રજૂ કર્યું હતુ. સરકારે સોગંધનામામાં સરોગેસીની સેવા વિદેશીઓ માટે પ્રતિબંધીત જણાવી છે. જી હા, એટલે કે હવેથી વિદેશી નાગરિકો ભારતમાં સરોગસીની સેવાનો લાભ નહીં લઇ શકે.
બદાયુ રેપ કેસમાં અખિલેશ યાદવ અને CBIને ઝટકો
ઉત્તરપ્રદેશના બદાયુમાં બે પિતરાઇ બહેનો પર બળાત્કાર, તેમની હત્યા, અને ત્યારબાદ તેમને વૃક્ષ પર લટકાવી દેવાના મામલામાં પ્રદેશ સરકાર અને CBIને મોટો ઝટકો લાગ્યો છે. બદાયુ રેપ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે CBIના ક્લોઝર રીપોર્ટને રદ કરી નાખ્યો છે.
ખાનગી રીપોર્ટમાં ખુલાસો મોટી મોટી સંસ્થાઓ સાંપ્રદાયિક તણાવ વધારી રહી છે
ઉત્તરપ્રદેશમાં વારંવાર થઇ રહેલી સાંપ્રદાયિક હિંસાઓને લઇને મોટો ખુલાસો થઇ રહ્યો છે. એક ખાનગી રીપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છેકે આ સાંપ્રદાયિક હિંસાઓમાં મોટી મોટી સંસ્થાઓનો હાથ છે. તો રીપોર્ટને લઇને અખિલેશ સરકાર હરકતમાં આવી ગઇ છે.
પેટ્રોલ માટે નેપાળને હવે ભારતની જરૂર નહીં
નેપાળમાં નવા બંધારણના લાગુ થયા બાદ અને નવી સરકારની રચના થયા બાદ ભારત સાથેના સંબંધો એક નવુ જ રૂપ ધારણ કરી રહ્યાં છે. જી હા, નેપાળને ઇંધણ આપવાના મામલામાં ભારતીય કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)નું હવે નિયંત્રણ સમાપ્ત થઇ ગયુ છે. એટલે કે નેપાળની ભારત પર પેટ્રોલ માટેની નિર્ભરતા પુરી થઇ ગઇ છે.
"કી એન્ડ કા"ના ગીતમાં કરીનાએ પહેર્યો 32 કિલોનો લહેંગો
અભિનેત્રી કરિના કપૂર પોતાની આગામી ફિલ્મ "કી એન્ડ કા"ના એક ગીતમાં 32 કિલોનો લહેંગો પહેરેલી જોવા મળશે. આ કોશ્ચુમને મનીષ મલ્હોત્રાએ તૈયાર કર્યો છે.
જન્મોના બંધનમાં બંધાયા ભજ્જી-બસરા
ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અને ગીતા બસરા લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. તેમના લગ્નમાં પરિજનો, ક્રિકેટ જગતની હસ્તીઓ અને અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી પણ મહેમાનોમાં ઉપસ્થિત રહ્યા હતા.
ભજ્જી બાદ હવે ડિસેમ્બરમાં રોહિત શર્માના લગ્ન
હાલમાં ક્રિકેટર્સના લગ્નની મોસમ ચાલી રહી છે. જી હા, રૈના અને ભજ્જી બાદ હવે રોહિત શર્મા ઘોડે ચઢશે. અંગ્રેજી વેબસાઇટ ક્રિકેટ કન્ટ્રીએ દાવો કર્યો છેકે રોહિત અને રિતીકાના લગ્નની તારીખ નક્કી થઇ ગઇ છે. અને બંને ડિસેમ્બરમાં લગ્ન કરશે.
ભારતનો વૃદ્ધિ દર 7.5 ટકા રહેશે-વિશ્વ બેંક
વિશ્વ બેંકે વર્ષ 2015-16 માટે ભારતના વૃદ્ધિ દરના અનુમાનને 7.5 ટકા યથાવત રાખ્યો છે. વધુમાં કહ્યું છેકે તેમા લગાતાર વૃદ્ધિ થશે પરંતુ આ વૃદ્ધિ ધીરેધીરે થશે.
4જી નેટવર્ક વાળુ પંજાબ પ્રથમ રાજ્ય
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીએ ઘોષણા કરી છેકે બધા ગામ અને સ્કુલમાં 4જી બ્રોડબેન્ડ સુવિધાથી સજ્જ પંજાબ દેશનું પ્રથમ રાજ્ય હશે.