ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

Posted By:
Subscribe to Oneindia News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

 

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દલિત વિદ્યાર્થી બન્યો ભેદભાવનો શિકાર
  

દલિત વિદ્યાર્થી બન્યો ભેદભાવનો શિકાર

ભલે સોશિયલ મિડીયા અને ટ્વિટર પર આપ બદલાતા ભારતની તસવીર જોઇ રહ્યાં હોવ, પણ સત્ય કઇંક અલગ જ છે. જોધપુરના ઓસિહયા જિલ્લામાં એક દલીત વિદ્યાર્થી જ્યારે શિક્ષકની ભોજનની થાળીને અડક્યો તો શિક્ષકે તેને નિર્દયતાથી માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલમાં વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કાનપુરમાં ખેલાડીઓને મળશે માહી ફીશ ટીક્કા અને રૈના કુલ્ફી
  

કાનપુરમાં ખેલાડીઓને મળશે માહી ફીશ ટીક્કા અને રૈના કુલ્ફી

હાલમાં ભારત સાઉથ આફ્રિકા વચ્ચે ક્રિકેટ સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝ હેઠળ 11મી ઓક્ટોબરના રોજ યુપીમાં કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમાં વનડે મેચ રમાશે. જ્યાં બંને ટીમને હોટલ લેન્ડમાર્કમાં વેજ-નોનવેજ ડીશ પીરસવામાં આવશે. જ્યાં હોટેલ મેનજમેન્ટે ક્રિકેટ સ્પેશિયલ મેનુ તૈયાર કર્યું છે. જેમાં ખેલાડીઓને માહી ફીશ ટીક્કા, રૈના કુલ્ફી, બર્ગર એટ ધ મીડ વિકેટ, ગુગલી પનીર ટીક્કા મસાલા, જેવા વ્યંજનો પીરસવામાં આવશે.

બિહારમાં ટીકીટ નહિં મળતા આત્મહત્યાની ચીમકી
  
 

બિહારમાં ટીકીટ નહિં મળતા આત્મહત્યાની ચીમકી

રાજાપાકર વિધાનસભા બેઠક માટે ટિકીટ નહીં મળતા ગૌરી શંકર પાસવાન લોજપા કાર્યાલયની બહાર પોતાના સમર્થકો સાથે અનશન પર બેસી ગયા છે. પક્ષ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતા ગૌરીશંકરે ચેતવણી આપી છેકે જો તેમને ટિકીટ નહીં આપવામાં આવી તો તેઓ પોતાના સમર્થકો સાથે આત્મહત્યા કરી લેશે.

બિહાર ચૂંટણીમાં ગુનાખોરી સાથે સંકળાયેલા ઉમેદવારોની ભીડ
  

બિહાર ચૂંટણીમાં ગુનાખોરી સાથે સંકળાયેલા ઉમેદવારોની ભીડ

બિહારમાં ચૂંટણીની તૈયારીઓ તેની ચરમસીમા પર છે. આ દરમ્યાન એસોશિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સે (ADR) ચૂંટણીના ઉમેદવારો અંગે એક રીપોર્ટ બનાવ્યો છે. આ આંકડા મુજબ કુલ ઉમેદવારોમાંથી 25 ટકા ઉમેદવારો કરોડપતિ છે. પહેલા ચરણની 49 બેઠકો માટે 583 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 174 ઉમેદવારો સામે આપરાધિક મામલા નોંધાયેલા છે.

બિહાર ચૂંટણીમાં મુસ્લિમ વોટ્સ અને બીફ મુદ્દે રાજકારણ
  

બિહાર ચૂંટણીમાં મુસ્લિમ વોટ્સ અને બીફ મુદ્દે રાજકારણ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં હાલમાં ઉત્તરપ્રદેશના દાદરી હત્યાકાંડની હવા ચાલી રહી છે. અને તેના કારણે હવે મુસ્લિમ વોટર્સના મત ઘણાં અગત્યના થઇ ગયા છે. બિહારમાં 17 ટકા મુસલમાનો છે. ચૂંટણી વિશેષજ્ઞોના મતે દાદરી હત્યાકાંડની હવા મુસ્લિમ મતોને અસર કરશે.

અખલાકની હત્યામાં ધરપકડ કરાયેલા આરોપીઓનો સંબંધ ભાજપ સાથે
  

અખલાકની હત્યામાં ધરપકડ કરાયેલા આરોપીઓનો સંબંધ ભાજપ સાથે

ઉત્તરપ્રદેશમાં ગૌ માંસની અફવા બાદ અખલાકની નિર્દયી હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે આ સંદર્ભમાં 10 લોકોની ધરપકડ કરી છે. જેમાથી 7 લોકોના સંબંધો ભાજપ સાથે હોવાના ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યાં છે.

BCCIના નવા ચીફ શશાંક મનોહર
  

BCCIના નવા ચીફ શશાંક મનોહર

શશાંક મનોહરને BCCIના નવા ચીફ તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. તેઓ બીજી વખત BCCIના ચીફ બન્યા છે. આ પહેલા તેઓ વર્ષ 2008થી 2011 સુધી BCCIના ચીફ રહી ચૂક્યાં છે.

સોમનાથ ભારતીની મુશ્કેલીમાં વધારો
  

સોમનાથ ભારતીની મુશ્કેલીમાં વધારો

આપના વરિષ્ઠ નેતા સોમનાથ ભારતી હાલમાં ઘરેલુ હિંસાના મામલે પોલીસ કસ્ટડીમાં છે. સોમનાથ ભારતીએ સુપ્રિમ કોર્ટમાં જામીન અરજી કરી હતી તેમની જામીન અરજી સુપ્રિમ કોર્ટે નકારી કાઢી છે. સુપ્રિમ કોર્ટે તેમની જામીન અરજી નકારી કાઢતા તેમને નીચલી અદાલતમાં જવા માટે કહ્યું છે. તો સામે તેમની પત્નીએ જણાવ્યું છેકે આ કેસમાં તે થોડી પણ ઢીલાશ નહીં વર્તે પૂરી તાકાત લગાવીને તે કેસ લડશે.

પરીક્ષામાં નકલ માટે ટેક્નોલોજીનો દુરઉપયોગ
  

પરીક્ષામાં નકલ માટે ટેક્નોલોજીનો દુરઉપયોગ

સૌથી વધુ IAS ઓફિસર આપનાર રાજ્ય બિહારમાં સૌથી વધુ ઇન્ટેલીજન્ટ લોકો છે, તેમા કોઇ બેમત નથી. પરંતુ પરીક્ષામાં નકલને લઇને ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યાં છે.પરીક્ષાર્થીઓને એક્ઝામમાં નકલ કરાવવા માટે ઇલેક્ટ્રોનીક ટીશર્ટ પહેરાવીને મોબાઇલ કીટ કે પછી બ્લુ ટુથ દ્વારા નકલ કરાવવામાં આવી રહી છે. જો કે પોલીસે હવે આવા નકલખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

ગુડગાંવમાં 30 દુકાનો બળીને ખાક
  

ગુડગાંવમાં 30 દુકાનો બળીને ખાક

ગુડગાંવના સીકંદરપુરમાં 30 દુકાનો બળીને ખાક થઇ ગઇ છે. આગ એટલી ભયંકર હતી કે તેને બુઝાવવામાં ફાયરફાઇટર્સે કલાકો સુધી મહેનત કરવી પડી હતી.

દુર્ગા પૂજાની તૈયારીઓ પૂરજોશમાં
  

દુર્ગા પૂજાની તૈયારીઓ પૂરજોશમાં

દેશભરમાં અને ખાસ કરીને કલકત્તામાં હાલમાં દુર્ગા પૂજાની ધુમ ચાલી રહી છે. ત્યારે કલકત્તામાં કારીગરો દ્વારા દુર્ગા પૂજાને લઇને મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સુદર્શન પટનાયકે આપ્યો પર્યાવરણ બચાવોનો સંદેશ
  

સુદર્શન પટનાયકે આપ્યો પર્યાવરણ બચાવોનો સંદેશ

ભારતના ખ્યાતનામ સેન્ડ આર્ટીસ્ટ સુદર્શન પટનાયકે રવિવારે દરિયાકિનારે ખુબ સુંદર કલાકૃતિ તૈયાર કરીને લોકોને પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો હતો

સુરતમાં પાટીદારોનો જમાવડો
  

સુરતમાં પાટીદારોનો જમાવડો

ગુજરાતમાં હાર્દિક પટેલના નેજા હેઠળ પાટીદાર અનામત આંદોલનને લઇને રોજે રોજ નવા સમાચાર મળી રહ્યાં છે. ત્યારે સુરતમાં આયોજીત એક લોક ડાયરામાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યાં હતા.

English summary
October 5: Read today's top news in pics
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.