દિલ્લીમાં આજથી ઑડ-ઈવન લાગુ, સીએમ કેજરીવાલે કરી આ અપીલ
દેશની રાજધાની દિલ્લીની હવા ઘણી ઝેરીલી થઈ ચૂકી છે જેના કારણે કેજરીવાલ સરકારે એક વાર ફરીથી ઑડ-ઈવન ફોર્મ્યુલા લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આજથી દિલ્લીમાં આ ફોર્મ્યુલા લાગુ કરી દેવામાં આવી છે. પરિવહન મંત્રાલયના કાર્યાલયમાંથી નિર્દેશ જારી કરીને કહેવામાં આવ્યુ છે કે દિલ્લીમાં લગભગ 1000 ઈલેક્ટ્રીકકારો છે જેમને આ ફોર્મ્યુલામાંથી છૂટ આપવામાં આવી છે. પરિવહન મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે ઈલેક્ટ્રીક કારોના સંચાલનથી પર્યાવરણ પર કોઈ પણ પ્રકારનો દુષ્પ્રભાવ નથી પડતો માટે તેમને રસ્તા પર ચાલવાની છૂટ આપવામાં આવશે.

કેજરીવાલની અપીલ
આ પ્રસંગે દિલ્લીના મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને લખ્યુ તે નમસ્તે દિલ્લી. પ્રદૂષણ ઘટાડવા માટે આજથી ઑડ-ઈવન શરૂ થઈ રહ્યુ છે. પોતાના માટે, પોતાના બાળકોના આરોગ્ય માટે અને પોતાના પરિવારના શ્વાસ માટે ઑડ-ઈવનનું જરૂર પાલન કરો. આનાથી દોસ્તી વધશે, સંબંધો બનશે, પેટ્રોલ બચશે અને પ્રદૂષણ પણ ઘટશે. દિલ્લી ફરીથી કરીને બતાવશે.

15 નવેમ્બર સુધી લાગુ રહેશે
દિલ્લીમાં ઑડ-ઈવન ફોર્મ્યુલા 15 નવેમ્બર સુધી લાગુ રહેશે. આજથી ઑડ તારીખ પર ઑડ નંબરની કારોને દિલ્લીના રસ્તા પર ચાલવાની અનુમતિ હશે. આ નિયમનુ ઉલ્લંઘન કરનારાને 4000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ નિયમ વારે 8 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી લાગુ રહેશે. જો કે આ ફોર્મ્યુલાથી બે પૈડાવાળા વાહનોને બહાર રાખવામાં આવ્યા છે. સીએનજીથી ચાલતી બધી ગાડીઓ આ ફોર્મ્યુલા હેઠળ આવશે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ આજે સોનિયા ગાંધીને મળશે શરદ પવાર, સૌની નજર આ મુલાકાત પર

કાર્યાલયોના સમયમાં પરિવર્તન
દિલ્લી સરકારે આ ફોર્મ્યુલા સાથે તમામ સરકારી કાર્યાલયોના સમયમાં પણ પરિવર્તન કર્યો છે. આજથી દિલ્લીમાં 21 વિભાગ સવારે 9.30 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કામ કરશે જ્યારે અમુક વિભાગ 10.30 વાગ્યાથી 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આ ફોર્મ્યુલા લાગુ થવાથી લોકોને મુશ્કેલી ના થાયએટલા માટે દિલ્લી સરકારે પૂરતી સંખ્માં સાર્વજનિક વાહનોને ચલાવવાની યોજના બનાવી છે. હાલમાં બે હજારથી વધુ બસો ભાડા પર લઈને ચલાવવામાં આવશે. ડીટીસીના ખાનગી ઑપરેટરોને દિલ્લી સરકાર આ બસોમાં કંડક્ટર ઉપલબ્ધ કરાવશે. સાથે જ બસથી મળતી આવક પોતાની પાસે રાખશે. જો કે બસના સંચાલકોની વ્યવસ્થા બસના માલિકે કરવાની રહેશે.
મહિલાઓને છૂટ
સરકારે દિલ્લીમાં મહિલાઓને આ ફોર્મ્યુલામાં છૂટ આપી છે. જે મહિલાઓ 12 વર્ષના બાળકો સાથે મુસાફરી કરી રહી હોય તેમને આ સ્કીમમાંથી છૂટ મળશે. તમને જણાવી દઈએ કે સરકારે આ વખતે પ્રાઈવેટ સીએમજી કારો પર પણ આ ફોર્મ્યુલા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્લીની હવામાં શ્વાસ લેવી ઘણી મુશ્કેલ બની રહી છે. અહીં પ્રદૂષણનુ સ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયુ છે.