For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને મળ્યા પટનાયક, NDAમાં સામેલ થવા પર સાધ્યું મૌન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જૂન, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને પોતાના રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે, પરંતુ પોતાની પાર્ટી બીજેડીનું એનડીએમાં સામેલ થવા અંગેના પ્રશ્નના ઉત્તર પર મૌન સાધ્યું હતું.

લગભગ 30 મિનિટની વાતચીત બાદ તેમણે પત્રકારોના સવાલોના જવાબમાં જણાવ્યું કે તેમની માંગો પ્રત્યે મોદીનું વલણ 'ખૂબ જ સકારાત્કમ' હતું અને આશા વ્યક્ત કરી કે એનડીએ સરકાર યુપીએ સરકારની સરખામણીમાં ઓડિશા સાથે સારો એવો વ્યવહાર કરશે.

મોદીને મળ્યા બાદ નવીન પટનાયકે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે 'અમે સકારાત્મક ભૂમિકા નિભાવીશું અને અમે આશા કરીએ છીએ કે તેઓ ઓડિશાની યોગ્ય માંગો પર અનુકુળ વલણ અપનાવશે.' તેમમે આ પ્રશ્નોના ઉત્તરમાં ઉપરોક્ત વાત કહી, જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે શું બીજેડી એનડીએમાં સામેલ થશે અને રાજ્યસભામાં તેમની પાર્ટીનું વલણ શું રહેશે, જ્યાં ભાજપ સહિત એનડીએ અલ્પમતમાં છે. રાજ્યસભામાં બીજેડીના ચાર સાંસદ છે.

ચોથીવાર ઓડિશાના મુખ્યમંત્રી બન્યા બાદ વડાપ્રધાન સાથેની પહેલી મુલાકાતમાં પટનાયકે પોતાના રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો ઉઠાવ્યો અને સાથે જ વિવાદાસ્પદ પોલાવરમ પરિયોજનાને રદ્દ કરવાની માંગ પણ કરી. આ પરિયોજનાથી ઓડિશાના મલકાનગિરી જિલ્લાના 130 ગામડાઓ અને લાખો હેક્ટર જમીન જળમગ્ન થઇ જવાની શક્યતા છે.

વડાપ્રધાનને તેમણે આગ્રહ કર્યો કે તેઓ મલકાનગિરીના જળમગ્ન થવાની હોડિશાની વાસ્તવિક ચિંતાને સમજો અને પોલાવરમ પરિયોજનાને અટકાવો. તેમણે જણાવ્યું 'મને સંપૂર્ણ આશા છે કે વડાપ્રધાન અમારી માંગ પ્રત્યે ખૂજ બ સકારાત્મક હતા.'

બીજેડીના કેટલાંક સાંસદોએ જણાવ્યું કે વડાપ્રધાને જણાવ્યું કે 'ભારત માત્ર વિકાસ કરી શકે છે જ્યારે રાજ્યો વિકાસ કરશે.' મોદી સાથેની મુલાકાતમાં મુખ્યમંત્રીએ પોતાના રાજ્યના 2014-15ના રેલ બજેટ માટે 3160 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત તેમણે ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય પેંશન યોજના માટે પાંચ લાખ વધારે બીપીએલ લાભાર્થીઓને સામેલ કરવાની અને પુરીમાં 2015માં નાબાકાલેબર ઉત્સવ માટે કેન્દ્ર પાસેથી 1397 કરોડ રૂપિયાની વિશેષ સહાયતાની માંગ કરી છે. આ ઉપરાંત પટનાયકે કોસાલા અને હો ભાષાઓને સંવિધાનની 8મી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ કરી છે.

ઓડિશાને વિશેષ રાજ્યના દરજ્જાની માંગ

ઓડિશાને વિશેષ રાજ્યના દરજ્જાની માંગ

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને પોતાના રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે, પરંતુ પોતાની પાર્ટી બીજેડીનું એનડીએમાં સામેલ થવા અંગેના પ્રશ્નના ઉત્તર પર મૌન સાધ્યું હતું. લગભગ 30 મિનિટની વાતચીત બાદ તેમણે પત્રકારોના સવાલોના જવાબમાં જણાવ્યું કે તેમની માંગો પ્રત્યે મોદીનું વલણ 'ખૂબ જ સકારાત્કમ' હતું અને આશા વ્યક્ત કરી કે એનડીએ સરકાર યુપીએ સરકારની સરખામણીમાં ઓડિશા સાથે સારો એવો વ્યવહાર કરશે.

પોલાવરમ પરિયોજનાને રદ્દ કરવાની માંગ

પોલાવરમ પરિયોજનાને રદ્દ કરવાની માંગ

સાથે જ વિવાદાસ્પદ પોલાવરમ પરિયોજનાને રદ્દ કરવાની માંગ પણ કરી. આ પરિયોજનાથી ઓડિશાના મલકાનગિરી જિલ્લાના 130 ગામડાઓ અને લાખો હેક્ટર જમીન જળમગ્ન થઇ જવાની શક્યતા છે. વડાપ્રધાનને તેમણે આગ્રહ કર્યો કે તેઓ મલકાનગિરીના જળમગ્ન થવાની હોડિશાની વાસ્તવિક ચિંતાને સમજો અને પોલાવરમ પરિયોજનાને અટકાવો. તેમણે જણાવ્યું 'મને સંપૂર્ણ આશા છે કે વડાપ્રધાન અમારી માંગ પ્રત્યે ખૂજ બ સકારાત્મક હતા.'

રેલવે બજેટમાં વધારાની માંગ

રેલવે બજેટમાં વધારાની માંગ

મોદી સાથેની મુલાકાતમાં મુખ્યમંત્રીએ પોતાના રાજ્યના 2014-15ના રેલ બજેટ માટે 3160 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની માંગ કરી છે.

બીપીએલ લાભાર્થીઓમાં વધારો કરવાની માગ

બીપીએલ લાભાર્થીઓમાં વધારો કરવાની માગ

આ ઉપરાંત તેમણે ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય પેંશન યોજના માટે પાંચ લાખ વધારે બીપીએલ લાભાર્થીઓને સામેલ કરવાની અને પુરીમાં 2015માં નાબાકાલેબર ઉત્સવ માટે કેન્દ્ર પાસેથી 1397 કરોડ રૂપિયાની વિશેષ સહાયતાની માંગ કરી છે.

વિવિધ ભાષાઓને સંવિધાનમાં સમાવવા માંગ

વિવિધ ભાષાઓને સંવિધાનમાં સમાવવા માંગ

આ ઉપરાંત પટનાયકે કોસાલા અને હો ભાષાઓને સંવિધાનની 8મી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ કરી છે.

ઓડિશાને વિશેષ રાજ્યના દરજ્જાની માંગ

ઓડિશાને વિશેષ રાજ્યના દરજ્જાની માંગ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને પોતાના રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે, પરંતુ પોતાની પાર્ટી બીજેડીનું એનડીએમાં સામેલ થવા અંગેના પ્રશ્નના ઉત્તર પર મૌન સાધ્યું હતું. લગભગ 30 મિનિટની વાતચીત બાદ તેમણે પત્રકારોના સવાલોના જવાબમાં જણાવ્યું કે તેમની માંગો પ્રત્યે મોદીનું વલણ 'ખૂબ જ સકારાત્કમ' હતું અને આશા વ્યક્ત કરી કે એનડીએ સરકાર યુપીએ સરકારની સરખામણીમાં ઓડિશા સાથે સારો એવો વ્યવહાર કરશે.

પોલાવરમ પરિયોજનાને રદ્દ કરવાની માંગ

પોલાવરમ પરિયોજનાને રદ્દ કરવાની માંગ

સાથે જ વિવાદાસ્પદ પોલાવરમ પરિયોજનાને રદ્દ કરવાની માંગ પણ કરી. આ પરિયોજનાથી ઓડિશાના મલકાનગિરી જિલ્લાના 130 ગામડાઓ અને લાખો હેક્ટર જમીન જળમગ્ન થઇ જવાની શક્યતા છે. વડાપ્રધાનને તેમણે આગ્રહ કર્યો કે તેઓ મલકાનગિરીના જળમગ્ન થવાની હોડિશાની વાસ્તવિક ચિંતાને સમજો અને પોલાવરમ પરિયોજનાને અટકાવો. તેમણે જણાવ્યું 'મને સંપૂર્ણ આશા છે કે વડાપ્રધાન અમારી માંગ પ્રત્યે ખૂજ બ સકારાત્મક હતા.'

રેલવે બજેટમાં વધારાની માંગ

રેલવે બજેટમાં વધારાની માંગ

મોદી સાથેની મુલાકાતમાં મુખ્યમંત્રીએ પોતાના રાજ્યના 2014-15ના રેલ બજેટ માટે 3160 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની માંગ કરી છે.

English summary
Prime Minister Narendra Modi meeting with Odisha Chief Minister Naveen Patnaik in New Delhi on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X