જરૂરતમંદ લોકોને વધુમાં વધુ લોન આપે બેંકઃ CM નવીન પટનાયક
Navin Patnaik: કોરોના મહામારી દરમિયાન જે લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે અને જે લોકો મુખ્ય રીતે બેંક પર નિર્ભર છે તેમને મદદ કરવા માટે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બેંકોને આગળ આવવા કહ્યુ છે. ખેડૂત, મહિલાઓ અને નાના ઉદ્યોગ-ધંધા સાથે જોડાયેલા લોકો જે મહામારીમાં સૌથી વધુ પ્રભાવિત થયા છે, તેમની મદદ માટે મુખ્યમંત્રીએ બેંકોને આગળ આવવા માટે કહ્યુ છે.
તમામ બેંકોના પ્રતિનિધિઓ અને ડીએમ સાથે વર્ચ્યુઅલ કૉન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યુ કે સમાજ અને અર્થવ્યવસ્થાને સામાન્ય સ્થિતિમાં પાછી લાવવાના આપણા પ્રયાસ હેઠળ વધુમાં વધુ જરૂરતમંદ લોકોને બેંક ક્રેડિટ આપવાનુ કામ કરે. ત્યારબાદ સૌથી સારુ કામ કરનાર બેંકને નાણાકીય વર્ષના અંતમાં સમ્માનિત કરવામાં આવશે અને કેન્દ્રીય નાણા મંત્રાલયને આની સૂચના આપવામાં આવશે.
આપણી તમામ સંસ્થાઓ અને વ્યવસ્થાનો કોઈ અર્થ નથી જો આપણે પોતાના નાગરિકોની આવા સમયમાં મદદ ના કરી શકીએ જ્યારે તેમને આપણી સૌથી વધુ જરૂર છે. ખેડૂત, મિશન શક્તિ ગ્રુપ અને નાના ઉદ્યોગ ધંધા(એમએસએમઈ) આપણા મહત્વપૂર્ણ ઉદ્યમી છે. આ લોકો આપણી પાસે થોડી લોનની માંગ કરી રહ્યા છે જેથી એ લોકો પોતાના પગ પર ફરીથી ઉભા થઈ શકે. હકીકત એ છે કે આ લોકો જ આપણી અર્થવ્યવસ્થાને ફરીથી પગ પર ઉભી કરશે, આપણે આ લોકોની પૂરા દિલથી મદદ કરવાની જરૂર છે.
છેલ્લા અમુક સપ્તાહમાં જે રીતે લોકોને લોન આપવામાં આવી છે તેના પર સંતોષ વ્યક્ત કરીને મુખ્યમંત્રીએ કહ્યુ કે બેંકોએ આ ગતિ જાળવી રાખવાની છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ બધા ડીએમને લોન વહેંચવાની પ્રક્રિયા પર બારીકાઈથી નજર રાખવા કહ્યુ છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે એમએસએમઈ રાજ્યની અર્થવ્યવસ્થાનો સ્તંભ છે. મુશ્કેલીના સમયમાં ક્રેડિટ ફ્લોની ગતિ સંતોષજનક રહી છે.
'મોહન ભાગવત વિરોધ કરશે તો તેમને પણ આતંકી કહેવામાં આવશે'