For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સાના CM પટનાયકે PM મોદીને લખ્યો પત્ર, વેક્સીનને ઓપન માર્કેટમાં આપવાની ઉઠાવી માંગ

|
Google Oneindia Gujarati News

ભુવનેશ્વરઃ દેશમાં કોરોનાના નવા કેસોએ ફરીથી બધા રેકૉર્ડ તોડી દીધા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2 લાખ 34 હજાર સંક્રમિત દર્દીઓ મળ્યા છે જ્યારે 1341 દર્દીઓના આ વાયરસના કારણે મોત થયા છે. આ મુશ્કેલીના સમયમાં બધી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો મળીને વાયરસ સામે લડાઈ લડી રહી છે. આ દરમિયાન શનિવારે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. નવીન પટનાયકે આ પત્ર દ્વારા પીએમ મોદીને કોરોના સંકટ વચ્ચે અમુક મહત્વના પગલાં લેવાના સૂચન કર્યા છે.

navin patnaik

ઓપન માર્કેટમાં મળે વેક્સીનઃ સીએમ નવીન પટનાયક

આ પત્રમાં મુખ્યમંત્રીએ લખ્યુ છે કે કોરોનાની રસીને સરકારી સપ્લાઈ ઉપરાંત હવે ઓપન માર્કેટમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવે જેનાથી ઈચ્છુક લોકોને પણ વેક્સીનનો ડોઝ સરળતાથી મળી શકે. નવીન પટનાયકે કહ્યુ કે અમને વેક્સીન માટે લોકોની ઘણી ડિમાન્ડ મળી રહી છે પરંતુ સરકારી સપ્લાઈના કારણે દરેકને વેક્સીન નથી મળી રહી.

ઓરિસ્સામાં કોરાનાની સ્થિતિ

તમને જણાવી દઈએ કે ઓરિસ્સામાં પણ કોરોનાના કેસ રોજ વધી રહ્યા છે. શુક્રવારે રાજ્યમાં કોરોનાના 3108 કેસ સામે આવ્યા હતા જ્યારે ત્રણ લોકોના મોત થઈ ગયા. કોરોનાના વધતા કેસોના કારણે પુરીમાં જગન્નાથ મંદિરને પણ શનિવારે અને રવિવારે બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ રાજ્ય સરકારે શુક્રવારે 10માં અને 12માંની પરીક્ષાઓ પણ સ્થગિત કરી દીધી છે.

નથી અટકતી કોરોનાની ગતિ, 24 કલાકમાં આવ્યા 2.34 લાખ નવા કેસનથી અટકતી કોરોનાની ગતિ, 24 કલાકમાં આવ્યા 2.34 લાખ નવા કેસ

English summary
Odisha CMNaveen Patnaik writes to PM Modi for corona vaccine supply in open market.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X