લૉકડાઉનઃ કન્સ્ટ્રક્શન વર્ક માટે ઓરિસ્સા સરકારે SOP જાહેર કરી
દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, આ હરોળમાં ઓરિસ્સા સરકારે પણ 3 મે સુધી કેન્દ્રના આદેશ મુજબ રાજ્યમાં લૉકડાઉન લંબાવી દીધું છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સુધારેલી એડવાઈઝરી મુજબ ઓરિસ્સા સરકારે અમુક ક્ષેત્રે રિસ્ટ્રીક્શન્સ લાગૂ કરી દીધા છે. ખેતી અને તે સંબંધિત ક્ષેત્રોની સાથે જ ગૃહમંત્રાલયની ગાઈડલાઈનમાં કન્સ્ટ્રક્શન વર્કને પણ મંજૂરી આપવામાં આવી છે, ત્યારે 20 એપ્રિલથી વિવિધ ક્ષેત્રોમાં કન્સ્ટ્રક્શન વર્ક શરૂ થઈ શકશે. ઓરિસ્સા સરકારે કન્સ્ટ્રક્શન કામ સાથે જોડાયેલા કામદારો સહિતના લોકો માટે સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિઝર (SOP) જાહેર કરી છે.
સ્પેશિયલ રિલીફ કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવેલ SOP મુજબ કોન્ટ્રાક્ટર અને કંસ્ટ્રક્શન કંપનીઓએ કામદારોના સ્વાસ્થ્યની ચકાસણી કરવી પડશે. કન્સ્ટ્રક્શન સાઈટ પર કામદારો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને માસ્ક પહરે તેની પણ ખાતરી કરવી પડશે.
એડિશનલ ચીફ સેક્રેટરી અને એસઆરસી પ્રદિપ જેનાએ પોતાના પત્રમાં રેવન્યૂ ડિવિઝન કમિશ્નર અને કલેક્ટર્સને કન્સ્ટ્રક્શન સાઈટ પર SOPનું પાલન કરવામાં આવે તેની ખાતરી કરવા ઓર્ડર આપ્યો છે. વધારામાં તેમને સ્ટ્રીક્ટ સૂચના આપી દેવામા આવી છે કે જે મજૂર 60 વર્ષથી વધુ ઉંમરનો હોય અને તેને તાવ, કફ, શરદી જેવા લક્ષણો દેખાય તો તેને કન્સ્ટ્રક્શન સાઈટ પર અન્ય કામદારો સાથે મળવા દેવો નહિ.
આ ઉપરાંત વર્ક ડિપાર્ટમેન્ટે અધિકારીઓ અને એન્જીનિયરને કોવિડ 19 મહામારી સામે લડવા અને હિટવેવ કંડીશનમાં ચિંતામૂક્ત કામ થઈ શકે તે હેતુસર રેવન્યૂ ડિપાર્ટમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલ એસઓપીનું પાલન કરવામાં આવે તેની ખાતરી કરવા કહ્યું છે.
લૉકડાઉનને પગલે 30 ટકા શાકભાજી ખેતરમાં જ સડી ગયા