ઓરિસ્સાઃ કોરોનાથી લોકોને મરતા છોડી એશનુ જીવન જીવી રહ્યા હતા સસ્પેન્ડ કરાયેલ MLA પ્રદીપ
ભુવનેશ્વરઃ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રવિવારે પોતાના એક ધારાસભ્યને 'જન વિરોધી ગતિવિધિઓ'ના કારણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરીને લોકો સામે એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યુ છે. તમને જણાવી દઈએ કે બીજદે ગોપાલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પ્રદીપ પાણિગ્રહીને તેમની જન વિરોધી ગતિવિધિઓના કારણે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા છે. તેમના પર આરોપ છે કે તે પોતાના મત વિસ્તારની જનતાને કોરોના મહામારીમાં છોડીને એશ-ઓ-આરામની જિંદગી વિતાવી રહ્યા હતા. એટલુ જ નહિ તેમના સહયોગી ધારાસભ્યના નામે લોકોને નોકરી અપાવવાના નામે છેતરી રહ્યા હતા જેમની પોલિસે ધરપકડ પણ કરી લીધી છે.
પાર્ટીએ પ્રદીપ પાણિગ્રહી પર લગાવ્યા ગંભીર આરોપ
મંગળવારે એક વાર ફરીથી બીજુ જનતા દળ તરફથી મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને યોગ્ય ગણાવવામાં આવ્યો છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યુ છે કે જ્યારે તેમના મત વિસ્તારના ગંજમ વિસ્તારમાં કોરોના મહામારીથી લોકો મરી રહ્યા હતા ત્યારે તે(પ્રદીપ પાણિગ્રહી) ચાર્ટર્ડ પ્લેન દ્વારા મુંબઈ અને પૂણે જેવા શહેરોમાં એશ-ઓ-આરામની જિંદગી જીવી રહ્યા હતા.
આ ઉપરાંત પાર્ટીએ આરોપ લગાવ્યા છે કે પ્રદીપ પાણિગ્રહી પોતાના મત વિસ્તારના લોકોને છેતરવાનુ પણ કામ કરી રહ્યા હતા. વાસ્તવમાં ઓરિસ્સા પોલિસે સસ્પેન્ડ કરાયેલ ધારાસભ્યના એક સહયોગી આકાશ કુમાર પાઠકની ધરપકડ કરી છે, જે બેરોજગાર લોકોને ટાટા મોટર્સમાં નોકરીનો લાભ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી ચૂક્યો હતો. આકાશ કુમાર પાઠક IFS અધિકારી અભય કાંત પાઠકનો દીકરો છે. આ બંનેની ધરપકડ એ વખતે થઈ જ્યારે આ બંને પોતાની આવકની માહિતી આપવામાં નિષ્ફળ રહ્યા. પ્રદીપ પાણિગ્રહી પોતાના બંને સહયોગી અભય અને આકાશ સાથે એ સમયે ચાર્ટર્ડ પ્લેનમાં યાત્રા કરી રહ્યા હતા જ્યારે ગંજમમાં લોકો કોરોના સામે ઝઝૂમી રહ્યા હતા.
ઉર્મિલા કોંગ્રેસ MLC પદની ઑફર છોડીને શિવસેનામાં કેમ જોડાઈ?