For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: પીએમ મોદી 23થી 27 સપ્ટેમ્બર દરમ્યાન ક્યાં હશે, શું કરશે?

|
Google Oneindia Gujarati News

પીએમ મોદી આયરલેન્ડ અને અમેરિકા પ્રવાસ માટે જવા માટે તૈયાર છે. 23 સપ્ટેમ્બરે આયરલેન્ડથી તેમનો ચાર દિવસીય વિદેશ પ્રવાસ શરૂ થશે.

આ દરમ્યાન સોમવારે પીએમ મોદીએ તેમનો ચાર દિવસીય શેડ્યુલ સોશ્યિલ નેટવર્કીંગ સાઇટ ફેસબુક પર પોસ્ટ કરી દીધો હતો. ખાસ વાત એ છે કે પીએમ મોદી પોતાના અમેરિકા પ્રવાસની શરૂઆત આયરલેન્ડથી કરશે. વધુમાં પીએમ મોદીએ ફેસબુક પર જણાવ્યું હતુ કે પાછલા 60 વર્ષમાં આયરલેન્ડ પર જનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન છે.

આવો સ્લાઇડ્સ દ્વારા જાણીએ કે આગામી 4 દિવસ દરમ્યાન પીએમ મોદી કયા કયા રોકાણ કરશે અને આ રોકાણ તેમના માટે શા માટે અગત્યના હશે?

આયરલેન્ડથી શરૂઆત

આયરલેન્ડથી શરૂઆત

પીએમ મોદી 23 સપ્ટેમ્બરે આયરલેન્ડ પહોંચશે. અહીં તેઓ આયરલેન્ડના પીએમ એંડા કેની સાથે મુલાકાત કરશે. દરમ્યાન બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો પર ચર્ચા થશે. સાથે પીએમ મોદી અહીં વસવાટ કરી રહેલા ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે.

ન્યુયોર્કમાં પહલો પડાવ UNGA

ન્યુયોર્કમાં પહલો પડાવ UNGA

24 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ન્યૂયોર્ક પહોંચશે. અહીં તેઓ યુનાઇટેડ નેશન્સની 70મી જનરલ એસેમ્બલીને સંબોધિત કરશે. પીએમ મોદીની UNGAમાં આ બીજી સ્પીચ હશે.

વિકાસના અજેન્ડા પર કરશે સંબોધન

વિકાસના અજેન્ડા પર કરશે સંબોધન

જનરલ એસેમ્બલી બાદ પીએમ મોદી ન્યૂયોર્કમાં UNના ડેવલોપમેન્ટ અજેન્ડા સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદી કહે છે કે અહીં તેમનુ સંબોધન ગર્વશાળી ક્ષણથી ઓછું નહીં હોય.

સૈન જોસ

સૈન જોસ

26 અને 27 સપ્ટેમ્બરે પીએમ મોદી અમેરિકાના વેસ્ટ કોસ્ટમાં જશે. લગભગ 33 વર્ષ બાદ કોઇ ભારતીય પીએમ અહીંની મુલાકાત લેશે. અહીં પીએમ મોદી "Indai-Us સ્ટાર્ટ અપ કનેક્ટ"માં ભારતમાં સ્ટાર્ટઅપ વિઝનની વાત કરશે.

ફેસબુક હેડક્વાર્ટર

ફેસબુક હેડક્વાર્ટર

પીએમ મોદી ફેસબુક હેડક્વાર્ટર જશે. અહીં તેઓ માર્ક ઝુકરબર્ગ સાથે ઘણાં ગ્લોબલ ઈશ્યુ પર વાત કરશે.

રીન્યુએબલ એનર્જી રાઉન્ડ ટેબલ

રીન્યુએબલ એનર્જી રાઉન્ડ ટેબલ

પીએમ મોદી ગુગલ કેમ્પસ અને ટેસ્લા મોટર્સ પણ જશે. આ સાથે જ યુએસ ડૉક દ્વારા આયોજીત રીન્યુએબલ એનર્જી રાઉન્ડ ટેબલને પણ સંબોધિત કરશે.

ભારતીયોને મળશે

ભારતીયોને મળશે

27 સપ્ટેમ્બરે પોતાના પ્રવાસનો અંત તેઓ સૈન જોસમાં ભારતીયોને મળીને કરશે.

English summary
PM Narendra Modi releases his schedule of Ireland and US official visit on Facebook. This year his US visit will also witness his visit to Facebook headquarters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X