ફેક્ટ ચેકઃ પાકિસ્તાનમાં નગ્ન ફરતા વ્યક્તિને તબલીગી ગણાવીને વીડિયો કર્યો વાયરલ
હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ કપડાં પહેર્યા વિના આમતેમ ફરીને વસ્તુઓને તોડતો દેખાઈ રહ્યો છે. આના વિશે દાવો કરવામાં આવ્યો છે કે આ વ્યક્તિ તબલીગી જમાત સાથે જોડાયેલો છે જેને મરકજથી કાઢીને ગાઝિયાબાદની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. અહીં તે વૉર્ડમાં નર્સો અને મહિલા કર્મચારીઓ સામે પેન્ટ કાઢીને ફરી રહ્યો છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો વધુ વાયરલ કરવામાં આવ્યો. લગભગ 30 સેકન્ડના આ વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે આ વ્યક્તિ ખુદને ઈજા પહોંચાડી રહ્યો છે. તે ક્યારેક માથુ દીવાલ પર મારે છે તો ક્યારે કાડના દરવાજા તોડી રહ્યો છે જ્યારે આસપાસ ઉભેલા લોકો બૂમો પાડી રહ્યા છે. હકીકત એ છે કે આને તબલીગી જમાત તો દૂરની વાત છે ભારત સાથે પણ કોઈ લેવાદેવા નથી. વીડિયોમાં દોખાઈ રહેલો વ્યક્તિ પાકિસ્તાનના કરાંચીનો છે જે ત્યાં એક મસ્જિદમાં ઘૂસી રહ્યો છે અને નગ્ન અવસ્થામાં દોડી રહ્યો છે.
ઑલ્ટ ન્યૂઝ અને બીજી ફેક્ટ ચેક કરનારી સાઈટોએ એ જણાવ્યુ કે આ વીડિયો કરાંચીનો છે. ઑલ્ટ ન્યૂઝના જણાવ્યા મુજબ યુટ્યુબ પર કીવર્ડ્ઝ સર્ચ આ વીડિયોનુ લાંબુ વર્ઝન મળ્યુ. જેને 26 ઓગસ્ટ,2019ના રોજ અપલોડ કરવામાં આવ્યુ છે. 21 સેકન્ડ બાદથી વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલ વિઝ્યુઅલને જોઈ શકાય છે. વીડિયોનુ ટાઈટલ છે - મસ્જિદમાં એક નગ્ન વ્યક્તિ ઘૂસી ગયો, ગુલશન એ હદીદ કરાચી.
આ વીડિયોને જમાતીઓનો ગણાવીને ઘણો શેર અને વાયરલ કરવામાં આવ્યો. ફેસબુક પર હિંદુસ્તાનકી આવાઝ લાઈવ નામના પેજથી આ વીડિયોને શેર કરીને લખવામાં આવ્યુ, 14 દિવસના એકાંતવાસમાં પણ આ તબલીગી જમાતના લોકોએ અશ્લીલતા અને આતંક મચાવી રાખ્યો છે. નાગો થઈને નાચી રહ્યો છે. આ પોસ્ટને 1000થી વધુ વાર શેર કરવામાં આવ્યુ.
આ પણ વાંચોઃ લૉકડાઉન લંબાશે કે ખતમ થશે? મુખ્યમંત્રીઓ સાથે આજે પીએમ મોદીની બેઠકમાં થશે નિર્ણય