For Quick Alerts
For Daily Alerts
ઓમ પુરી સામે ઘરેલુ હિંસાનો આરોપ, ધરપકડની શક્યતા
મુંબઇ, 26 ઓગસ્ટ : ગઈ ૨૨ ઓગસ્ટે પત્ની નંદિતા પુરીની મારપીટ કરવાના ગુનાસર બોલીવૂડ એક્ટર ઓમ પુરી સામે માયાનગરી મુંબઇના અંધેરી વર્સોવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે
નંદિતા વ્યવસાયે પત્રકાર છે. તેમણે 2009માં લખેલા એક અંગ્રેજી પુસ્તક ‘અનલાઈકલી હિરો: ધ સ્ટોરી ઓફ ઓમ પુરી'નું જ્યારથી વિમોચન કરાયું છે ત્યારથી પુરી દંપતિ વચ્ચે ઝઘડા ચાલે છે.
નંદિતા પુરીએ તે પુસ્તકમાં ઓમની જીવનકથા લખી હતી. એમાં તેમણે ઓમ પુરીના સેક્સ્યુઅલ અનુભવો અને એમની ભૂતકાળની વાતોને લખ્યા બાદ ઓમ પુરી ભડકી ગયા હતા. વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. જોકે ત્યારબાદ બંને વચ્ચે કોઈક રીતે સમાધાન થઈ ગયું હતું, પરંતુ હવે ફરી બંને વચ્ચે વાત વણસી છે.