For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉમર અબ્દુલા મળ્યા ભાજપના ટોચના નેતાઓને, રદ કર્યો વિદેશ પ્રવાસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ડિસેમ્બર: જમ્મૂ-કાશ્મીરમાં ખંડિત જનાદેશ બાદ ભાજપ વાદીમાં સરકાર બનાવવા માટે પૂરી તોડજોડમાં લાગેલા છે. જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ આજે દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી છે. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપ એનસીની સાથે સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે.

modi-abdullah

ઉમર અબ્દુલાએ અરૂણ જેટલી, અમિત શાહ, રામ માધવની સાથે બેઠક કરી. સૂત્રોનું માનીએ તો બંને પાર્ટીઓ વાદીમાં સરકાર બનાવવાની સંભાવનાઓ પર ચર્ચા કરી રહી છે. તમને જણાવી દઇએ કે ભાજપના અધ્યક્ષ અમિત શાહે પહેલાં જ કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરમાં સરકાર બનાવવાના બધા દરવાજા ખુલ્લાં છે. તો બીજી તરફ ઉમર અબ્દુલાએ ટ્વિટ કરીને કહ્યું કે તે 27ના રોજ ઇગ્લેંડ રવાના થવાના હતા અને તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉમર અબ્દુલા આજે લંડન રવાના થવાના હતા. જ્યાં તે પોતાના માતા-પિતાને જોવા જઇ રહ્યાં હતા. પરંતુ ભાજપના આ ટોચના નેતાઓ સાથે મુલાકાત બાદ ઉમર અબ્દુલા શ્રીનગર પરત રવાના થઇ ચૂક્યાં છે. જમ્મૂ-કાશ્મીરમાં ભાજપને 25 સીટો પ્રાપ્ત થઇ છે જ્યારે ઉમર અબ્દુલાની પાર્ટી એનસીની 15 મળી છે.

તો બીજી તરફ ભાજપે પહેલાં જ પોતાના સમર્થનમાં 32 ધારાસભ્યોની સાથે હોવાનો દાવો કર્યો હતો. એવામાં જો એનસી ભાજપને પોતાનું સમર્થન આપે છે તો આ ગઠબંધનમાં 47 સીટો હશે. જ્યારે સરકાર બનાવવા માટે 44 ધારાસભ્યોની જરૂરિયાત છે.

English summary
Omar Abdullah cancels his foreign visit after meeting top BJP leaders including Arun Jaitely.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X