• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OMG! વિવાદીત રાધે માં કરવાની હતી આત્મહત્યા?

|

લાંબા સમયથી અનેક વિવાદોમાં ઘેરાયેલી રાધે માંને લઇને નવા નવા ખુલાસા રોજે રોજ થઇ રહ્યાં છે. રાધે માંએ જણાવ્યું છેકે છેલ્લા ઘણાં સમયથી તેમને લઇને જે વિવાદો, પોલીસ કેસ અને પોલીસના સમન્સની વાતો સામે આવી રહી છે. તેનાથી તે ઘણાં વ્યથિત છે, અને આ તમામ વાતોને લઇને તેમને "આત્મહત્યા" કરવાનો વિચાર આવ્યો હતો.

મહત્વપૂર્ણ છેકે પોતાને દેવીનો અવતાર ગણાવનાર રાધે માં પર મુંબઈમાં દહેજ માટે ત્રાસ આપવો, ધર્મના નામે અશ્લીલતા ફેલાવવી, બ્લુ ફિલ્મ જોવી જેવા અનેક આરોપો છે. આ સિવાય ટીવી અભિનેત્રી અને રાધે માંની પૂર્વ અનુયાયી ડોલી બિન્દ્રાએ પણ રાધે માં પર અનેક આક્ષેપો કર્યા છે. આ તમામ આક્ષેપોને લઇને રાધે માં પર પોલીસ ફરિયાદ પણ થઇ છે. તો ડૉલી બિંદ્રાની ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ થતા રાધે માંને પોલીસ સમન્સ પણ આપવામાં આવ્યું હતુ. રાધે માં જણાવે છે કે પોલીસ સમન્સ જોઇને પણ તેમને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો.

રાધે માં કહે છે કે પોલીસ સમગ્ર તપાસ કરી શકે છે, જો મેં કંઈ ખોટું કર્યુ હોય તો હું તેની સજા ભોગવવા તૈયાર છું. જો કે રાધે માં પર અત્યારસુધી અનેક આરોપો થયા છે, આવો જાણીએ કે રાધે માં પર અત્યારસુધી કયા કયા આક્ષેપો થયા છે.

દહેજ ઉત્પીડનનો કેસ

દહેજ ઉત્પીડનનો કેસ

રાધે માં પર નિક્કી નામની યુવતીએ દહેજ ઉત્પીડનને લઇને પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ત્યારથી લઇને આ સમગ્ર મુદ્દો પ્રકાશમાં આવ્યો છે.

ડૉલી બિંદ્રાએ કરી પોલીસ ફરિયાદ

ડૉલી બિંદ્રાએ કરી પોલીસ ફરિયાદ

રાધે માં પર દહેજ ઉત્પીડનને લઇને કેસ ફાઇલ થયા બાદ તુરંત જ ડૉલી બિંદ્રાએ પણ રાધે માં પર શારિરીક ત્રાસ અને ધમકી આપવાની પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

પ્રસિદ્ધ મોડેલે સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ મૂક્યો

પ્રસિદ્ધ મોડેલે સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ મૂક્યો

આમ તો આર્શી ખાન પણ ઘણાં વિવાદોમાં ઘેરાઇ ચૂકી છે. પણ આ વિવાદાસ્પદ મોડેલે પણ રાધે માં પર સેક્સ રેકેટ ચલાવવાનો આક્ષેપ કર્યો છે.

રિયાલીટી શોને લઇને ચર્ચા

રિયાલીટી શોને લઇને ચર્ચા

સલમાન ખાનના પ્રસિદ્ધ રિયાલીટી શોમાં પણ રાધે માંની એન્ટ્રીની વાત થઇ હતી. આ શોમાં જવાને લઇને પણ વિવાદ થયો હતો. પરંતુ તે માત્ર અફવા જ સાબિત થઇ. આ સંદર્ભમાં કલર્સ ચેનલને રાધે માંના એક ભક્તે કાનૂની નોટિસ પણ મોકલી હતી.

દૈવી શક્તિઓ ધરાવે છે

દૈવી શક્તિઓ ધરાવે છે

રાધે માં પાસે દૈવી શક્તિઓ હોવાનો પણ આક્ષેપ છે. તે પોતાને દુર્ગા માંનો અવતાર ગણાવે છે. ભક્તોને પ્રસાદમાં કિંમતી ભેટો આપે છે.

સાપનો અવતાર

સાપનો અવતાર

રાધે માં પર આટ આટલા આક્ષેપોમાં વધુ એક આક્ષેપ એ પણ હતો કે તેઓ સાપ સાથે ડાન્સ કરે છે. આ અંગે ડૉલી બિંદ્રાએ પણ પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યો હતો. રાધે માંની ભૂતપૂર્વ અને ખુબ જ નિકટની ભક્ત બોલીવુડ અભિનેત્રી ડોલી બિન્દ્રાએ રાધે માંની માયાવી દુનિયાના રહસ્યો પરથી પડદો ઉચકતા રાધે માંના સર્પ આવતારની વાત કરી હતી.

બંગલાને લઈને વિવાદ

બંગલાને લઈને વિવાદ

રાધે માં વિરૂદ્ધ મુંબઇ નગરપાલિકા પણ કાર્યવાહી હાથ ધરી શકે છે. રાધે માંનો મુંબઇના બોરીવલી સ્થિત આલીશાન બંગલો હવે મુંબઇ મહાનગરપાલિકાની આંખમાં છે. રાધે માંના આલિશાન આશિયાના પર ગેરકાયદે બાંધકામના આરોપ લાગી રહ્યાં છે. અને આ આરોપને લઇને ગમે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાનું બુલડોઝર રાધે માંના સપનાના મહેલ પર ચાલી શકે છે.

પૂનમ ઝવેરે બનાવ્યો ડબ્શમૈશ વિડીયો

પૂનમ ઝવેરે બનાવ્યો ડબ્શમૈશ વિડીયો

રાધે માંને લઇને સોશિયલ મિડીયા પર મજાક પણ બનાવવામાં આવી રહી છે. આજકાલ રાધે માંનો એક ડબ્શમૈશ વિડીયો સોશ્યિલ મિડીયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં રાધે માંની ઘણી મજાક બનાવવામાં આવી છે.

LIVE શોમાં ધર્મગુરૂઓ વચ્ચે મારામારી

LIVE શોમાં ધર્મગુરૂઓ વચ્ચે મારામારી

રાધે માં ખુદ એટલા વિવાદોમાં ઘેરાયેલી છે કે ન પૂછો વાત. થોડા સમય પહેલા તેમની સાથે જોડાયેલા એક લાઇવ શોમાં શરમજનક સ્થિતિ ઉભી થઈ હતી. એક સમાચાર ચેનલ પર રાધે માં અંગે લાઈવ શો ચાલી રહ્યો હતો. પરંતુ આ શો દરમ્યાન ત્યારે શરમજનક પરિસ્થિતિ ઉભી થઈ જ્યારે બે મહેમાન અંદરોઅંદર લાઈવ શો દરમ્યાન મારામારી પર ઉતરી આવ્યાં.

વોટ્સઅપ પર જાનથી મારી નાખવાની ધમકી

વોટ્સઅપ પર જાનથી મારી નાખવાની ધમકી

ત્રિનેત્ર શક્તિ પક્ષના નેતા વિજય કુમાર ટીનાએ રાધે માં પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. વિજય કુમારે આરોપ લગાવ્યો હતો કે રાધે માંએ તેમને વોટ્સઅપ પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

રાધેમાંએ ખાધું ચીકન

રાધેમાંએ ખાધું ચીકન

રાધેમાંની એક એવી તસવીર બહાર આવી હતી, જેમાં રાધેમાં નોનવેઝ ખાઇ રહી છે. પોતાને દુર્ગાનું સ્વરૂપ કહેનારી રાધેમાં ચિકન ખાઇ રહી હોય તેવી તસવીર વીએચપી નેતા સુરિંદર મિત્તલે રજૂ કરી હતી.

રાધે માંના સંતાનો

રાધે માંના સંતાનો

આ બધાની વચ્ચે વધુ એક મોટો અને ચોંકવનારો ખુલાસો એ પણ સામે આવ્યો હતો કે ગૌરવ કુમાર ઉર્ફે ટલ્લી બાબા રાધે માંનો પુત્ર છે. એટલું જ નહિં છોટી માં ઉર્ફે ઋતુ સરીન રાધે માંની પુત્રી હોવાનું પણ બહાર આવ્યું છે. આ જાણકારી પ્રોપર્ટીના દસ્તાવેજો સામે આવ્યાં બાદ સામે આવી હતી.

English summary
Will self-styled godwoman Radhe Maa commit suicide? Media reports quoted the woman as saying that she would set herself ablaze if she would be found guilty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X