OMG! શું થયું જ્યારે બસ સ્ટોપ પર બતાવાઇ પોર્ન ફિલ્મ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    કોચી, 18 જૂન: શું આપે ક્યારેય એવો વિચાર કર્યો છે કે જાહેર રસ્તા પર અને એ પણ બસ સ્ટોપ પર પોર્ન ફિલ્મ બતાવવામાં આવે તો શું થાય. હા, આવી જ આશ્ચર્યજનક ઘટના કેરેલાના એક જાહેર બસસ્ટોપ પર બની છે. આ અંગેની માહિતી રેડ્ડીત યુઝરે પોતાના એકાઉન્ટ 'ડાર્કઓરેન્જ' પર આપી છે.

    porn
    ડાર્કઓરેન્જની માહિતી અનુસાર કેરેલાના વાયન્દ જિલ્લાના કાલપેટ્ટા બસ સ્ટેન્ડ પર 100 કરતા પણ વધારે પેસેન્જરો ત્યારે આશ્ચર્યમાં મૂકાઇ ગયા જ્યારે બસસ્ટેન્ડ પર મૂકવામાં આવેલ જાહેરાતના એલસીડી પર અચાનક પોર્ન ફિલ્મ ચાલવા લાગી. એટલું જ નહીં આ પોર્ન ફિલ્મ 30 મિનિટ સુધી ચાલી, આ જોતા જ બસસ્ટોપ પર ઊભેલા પેસેન્જરો બેબાકળા બનીને અને નીચે મોઢુ નાખીને અંહી-તહીં થવા લાગ્યા.

    જ્યારે બસસ્ટોપના ટીવી પર પોર્ન ફિલ્મ શરૂ થઇ ગઇ ત્યારે ઓપરેટર રૂમ બંધ હતો. કેટલાંક લોકોએ ટીવી પર કપડુ ઢાંકવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ તેનો અવાજ બંધ ન્હોતો થઇ રહ્યો. સ્ટોપ પર ઊભેલા બાળકો અને તેમની માતા તથા યુવતીઓ સ્થળ છોડીને જવા લાગ્યા.

    ડાર્કઓરેન્જે જણાવ્યું કે બસસ્ટોપ પર હાજર પેસેન્જરોએ આ ટીવીને બંધ કરવાની કોશીશ કરી પરંતુ તેમનાથી તે બંધ થયું નહીં, તે લોકો પાવર કટ કરવામાં પણ અસફળ રહ્યા. જોકે છેલ્લે મુસાફરોએ એક સળીઓ લઇને કેબલને તોડી નાખ્યો હતો જેથી આખા નાટકનો અંત આવ્યો હતો. પોલીસ દ્વારા આ કેબલ ઓપરેટરની ધરપકડ કરી લેવામાં આવી છે.

    English summary
    In an embarrassing situation for many passengers at a bus stop in Kerala, porn movie was shown in the wee hours of Tuesday, June 16.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more