25મી એપ્રિલના રોજ આશારામ બાપુ પર આવશે મહત્વનો ચુકાદો
આસારામ વિરુદ્ધ જોધપુર માં ચાલી રહેલા બળાત્કાર કેસમાં આવતી કાલે ચુકાદો આવવાનો છે. ત્યારે સૌ કોઈની નજર આ કેસ પર છે ત્યારે આસારામ બાપુના અમદાવાદ મોટેરા આશ્રમ થી એક સાર્વજનિક સંદેશ આપવામાં આવ્યો છે કે બાપુને ભારતની ન્યાય પાલિકા પર વિશ્વાસ છે અને 25મી એપ્રિલના રોજ દરેક સાધકે શાંતિ જાળવવા પ્રયાસ કરવો કારણકે કેટલાક તત્વો સાધક બનીને તોફાન કરીને બાપુને બદનામ કરવાનો પ્રયત્ન કરશે.
આસારામ આશ્રમ મોટેરા ના સંચાલક વિકાસ ખેમકા એ જણાવ્યું કે બાપુ નિર્દોષ છે અને તેમનો છુટકારો થશે અને ખૂબ ઝડપથી આપણી વચ્ચે આવશે. ખાસ કરીને સોસીયલ મીડિયા માં ચાલતી વીગતો પર વિશ્વાસ ન કરવો અને કોઈ પણ પ્રકાર ની માહિતી જોઈતી હોય તો મોટેરા આશ્રમ પર સંપર્ક કરી ખરાઈ કરી લેવી. જેથી ખોટી વિગતો બહાર ન જાય.
વધુ માં બાપુએ સાધકોને જણાવ્યું છે કે જોધપુર આવી સમય, પૈસા અને સ્વાસ્થય ની બરબાદી કરવાને બદલે પ્રાર્થના કરજો. તેમજ બાપુ ખુદ બધાની વચ્ચે આવશે.
આશ્રમના સૂત્રો એ જણાવ્યું કે આસારામ બાપુના પત્ની અને પુત્રી હાલ મોટેરા આશ્રમમાં છે અને આવતી કાલે બાપુ માટે યજ્ઞ, પ્રાર્થના અને ખાસ સભા રાખવામાં આવી છે. તેમજ કેટલાક સાધકો ખાસ પ્રાર્થના કરવા માટે મોટેરા ખાતે આવ્યા છે. બીજી તરફ 25 મી તારીખે કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમદાવાદ પોલીસ પૂરતી વ્યવસ્થા ગોઠવીછે. તેમજઆશ્રમ ના સંચાલકો ને પણ જાણ કરી છે કે તેમના દવારા પણ પોલીસ ને મદદ કરવા માં આવે.
બીજી તડફ સુરતમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.