For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાતમાં દિવસે પણ અનશન જારી, કેજરીવાલની તબિયત લથડી

|
Google Oneindia Gujarati News

arvind kejriwal
નવી દિલ્હી, 29 માર્ચ: દિલ્હીમાં વીજળી અને પાણીના વધેલા ભાવની સામે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના ઉપવાસ શુક્રવારે સાતમાં દિવસે પણ જારી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેજરીવાલની હાલત ધીરેધીરે લથડી રહી છે.

અનશન પર બેઠેલા કેજરીવાલનું કહેવું છે કે વીજળીના બીલોના મામલે તેમનું આંદોલન નિશ્ચિતરીતે અસર દેખાડશે. તેમણે જણાવ્યું કે જ્યારે સાચા દિલથી આંદોલન માટે દુઆ નીકળે છે ત્યારે તે ઘરે-ઘરે દરેકના દિલ સુધી પહોંચી જાય છે. ઉલ્લેખનીય છે કે અનશન શરૂ થયા બાદથી અત્યાર સુધી તેમના વજનમાં 6 કિલોગ્રામનો ઘટાડો નોંધાયો છે.

કેજરીવાલે જણાવ્યું કે લોકો તેમને પૂછી રહ્યા છે કે તેમના અનશન પર હજી સુધી ભાજપા અને કોંગ્રેસે કોઇ પ્રતિક્રિયા કેમ વ્યક્ત નથી કરી. તેમણે જણાવ્યું કે એનું કારણ એ છે કે ભારતમાં ધીરે-ધીરે અલગ પ્રકારની રાજનીતિ જન્મ લઇ રહી છે.

પાર્ટીએ આ પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેજરીવાલનું સ્વાસ્થ્ય બગડતું જઇ રહ્યું છે. ચિકિત્સાદળનું કહેવું છે કે તેમનું બીપી 114/70 અને પલ્સ 74 તથા સુગરની માત્રા 108 નોંધાઇ છે. કેજરીવાલે એવો પણ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ અને ભાજપ બંને મતદાતાઓને લાંચ આપીને તેમજ બળપ્રયોગ કરી ચૂંટણી જીતતી આવી છે.

English summary
On day 7 of fast, Arvind Kejriwal s health has stabilised.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X