For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ હતા વિવેક તિવારી જેને યુપી પોલિસે શંકાસ્પદ સમજી ગોળી મારી દીધી

યુપીની રાજધાની લખનઉમાં પોલિસે ગઈ રાતે એક યુવકને શંકાસ્પદ સમજી તેની પર ગોળી ચલાવી દીધી. ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ યુવકે ઈલાજ દરમિયાન હોસ્પિટલમાં દમ તોડી દીધો.

|
Google Oneindia Gujarati News

યુપીની રાજધાની લખનઉમાં પોલિસે ગઈ રાતે એક યુવકને શંકાસ્પદ સમજી તેની પર ગોળી ચલાવી દીધી. ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ યુવકે ઈલાજ દરમિયાન હોસ્પિટલમાં દમ તોડી દીધો. જે યુવકને શંકાસ્પદ સમજી પોલિસે ગોળી ચલાવી તેની ઓળખ એપ્પલ કંપનીના એરિયા સેલ્સ મેનેજર વિવેક તિવારી તરીકે થઈ છે. વિવેક એપ્પલ આઈફોન ઈવેન્ટમાંથી પોતાના સહકર્મીઓ સાથે પાછા ફરી રહ્યા હતા ત્યારે યુપી પોલિસના કોન્સ્ટેબલે તેમના પર ગોળી ચલાવી દીધી. યુપી પોલિસનું કહેવુ છે કે તેમણે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી છે.

એપ્પલમાં સેલ્સ મેનેજર હતા વિવેક

એપ્પલમાં સેલ્સ મેનેજર હતા વિવેક

વિવેક ઈન્ટરનેશનલ કંપની એપ્પલમાં એરિયા સેલ્ન મેનેજર તરીકે કાર્યરત હતા. 30 વર્ષીય વિવેકે 2014 માં એપ્પલ કંપની જોઈન કરી હતી. તેણે સુલતાનપુરના કેએનઆઈટી સુલતાનપુર અને મેરઠના દીવાન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં અભ્યાસ કર્યો હતો. વિવેક સુલતાનપુર, ઉત્તરપ્રદેશના રહેવાસી હતા. હાલમાં લખનઉમાં પોતાની પત્ની અને બે પુત્રીઓ સાથે રહેતા હતા.

આ પણ વાંચોઃ સર્જિકલ સ્ટ્રાઈક ડે પર રાજનાથઃ BSF જવાન સાથેની બર્બરતાનો ભારતે બદલો લીધોઆ પણ વાંચોઃ સર્જિકલ સ્ટ્રાઈક ડે પર રાજનાથઃ BSF જવાન સાથેની બર્બરતાનો ભારતે બદલો લીધો

પત્નીએ મુખ્યમંત્રી આદિત્યનાથ પાસે માંગ્યો જવાબ

પત્નીએ મુખ્યમંત્રી આદિત્યનાથ પાસે માંગ્યો જવાબ

વિવેકના મોત બાદ તેમની પત્નીની રોઈ રોઈને હાલત ખરાબ છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે જવાબ માંગ્યો છે. વિવેક તિવારીની પત્ની કલ્પના તિવારીએ પોલિસ પર આરોપ લગાવતા કહ્યુ કે પોલિસને કોઈ હક નહોતો કે તે તેના પતિ પર આ રીતે ગોળી ચલાવે. કલ્પનાએ કહ્યુ, ‘હું 2 વાગ્યાથી મારા પતિને ફોન કરી રહી હતી. 3 વાગે કોઈએ ફોન ઉઠાવ્યો ને કહ્યુ કે તમારા પતિ અને મેડમને થોડી ઈજા થઈ છે અને તેમનો ઈલાજ થઈ રહ્યો છે. પોલિસનો ફોન કેમ ના આવ્યો કે એક્સિડન્ટ થયો છે?'

‘મારા બાળકોને શું કહીશ હું?'

‘મારા બાળકોને શું કહીશ હું?'

કલ્પનાએ કહ્યુ, ‘અને અત્યારે હું જઈને જોઈ રહી છુ કે ગાડી પર સામેથી ગોળી મારવામાં આવી છે. પોલિસ કહી રહી છે કે આ કરીને ભાગી ગયા, તે કરીને ભાગી ગયા. હું પોલિસની વાત માનુ છુ, તે શંકાસ્પદ હાલતમાં યુવતી સાથે હતા. તમે તેમને પકડતા, કાર્યવાહી કરતા. જો ગાડી નહોતા રોકતા તો આરટીઓ ઓફિસ જઈને ગાડીનો નંબર લેતા, અહીં આવીને ધરપકડ કરતા, ગોળી કેમ મારી? એક નિર્દોષ વ્યક્તિને કેમ મારી નાખવામાં આવ્યા. હું મારા બાળકોને શું કહીશ કે તમારા પપ્પાને કેમ ગોળી મારી હતી?

ગોળી ચલાવનાર કોન્સ્ટેબલની ધરપકડ

ગોળી ચલાવનાર કોન્સ્ટેબલની ધરપકડ

કલ્પના તિવારીએ મુખ્યમંત્રીને સવાલ કર્યો છે. તેમણે કહ્યુ કે મુખ્યમંત્રી આવીને મારી સાથે વાત કરે. મને જણાવે કે વિવેકને કેમ ગોળી મારવામાં આવી, તે કયા આતંકવાદી હતા. બીજી તરફ ઉત્તરપ્રદેશ પોલિસ આ મામલે ઢાંકપિછોડો કરવામાં લાગેલી છે. વિવેક પર ગોળી ચલાવનાર કોન્સ્ટેબલનું કહેવુ છે કે તેણે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી છે. હાલમાં કલમ 302 માં કેસ નોંધીને બંને પોલિસની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચોઃ મોંઘા પેટ્રોલ-ડિઝલે ફરીથી બનાવ્યા રેકોર્ડ, જાણો શું છે આજનો ભાવઆ પણ વાંચોઃ મોંઘા પેટ્રોલ-ડિઝલે ફરીથી બનાવ્યા રેકોર્ડ, જાણો શું છે આજનો ભાવ

English summary
On friday night, UP Police's constable shot dead Apple manager Vivek Tiwari in Lucknow, Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X