હરિયાણાઃ ખુદને પ્રશાંત કિશોર ગણાવી કોંગ્રેસની ટિકિટ આપવાના નામે લાખો ઠગ્યા
ગુરુગ્રામઃ હરિયાણામાં વિધાનસભા ચૂટણી માટે તારીખોના એલાનની સાથે જ રાજકારણ ગરમાયું છે. ચૂંટણી સાથે જોડાયેલ સર્વે અને પાર્ટીની ટિકિટોને લઈ ગણિત શરૂ થઈ ગયું છે. જ્યારે મોટી પાર્ટીઓમાં ટિકિટની મારામારીને જોતા ટિકિટ અપાવવાના નામે ઠગાઈ પણ શરૂ થઈ ગઈ છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી છે.

ફોન કરનારે ખુદને પ્રશાંત કિશોર ગણાવ્યો હતો
આ અંગે ત્યારે ખુલાસો થયો જ્યારે હાંસીના એક કોંગ્રેસ નેતાને સર્વેમાં ઉપર દેખાડવાની લાલચ આપી 11 લાખ રૂપિયા ઠગનાર એક યુવકને પોલીસે દબોચી લીધો. આવો જ એક મામલો ઝજ્જર અને રોહતક જિલ્લામાં પણ સામે આવી ચૂક્યો છે. અહીં સેટિંગ માટે કોંગ્રેસ ધારાસભ્યોને ફોન આવ્યા. આશ્ચર્યજનક વાત એ છે કે ફોન કરનાર શખ્સે ખુદને પ્રશાંત કિશોર ગણાવ્યો. જણાવી દઈએ કે પ્રશાંત કિશોર કેટલાય દળોના પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ રહી ચૂક્યા છે.

ટિકિટ અપાવવાનો દાવો કરતો હતો
ફોન કરનારે ત્યાં સુધી દાવો કર્યો કે કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ સોનિયા ગાંધીએ હરિયાણા ચૂંટણીને લઈ તેને સર્વેની જવાબદારી સોંપી છે. ફોન કરનાર યુવકનું કહેવું હતું કે તેણે પહેલા પંજાબ અને બીહાર સરકારો માટે પણ સર્વેનું કામ કર્યું છે. તેના સર્વેના પરિણામે બિહારમાં નીતિશ અને પંજાબમાં કેપ્ટન અમરિંદરની સરકાર બની શકી. ઝજ્જર અને રોહતકમાં તાત્કાલિન ધારાસભ્યોને પણ ફોન આવ્યા.

ઠગાઈ રનારની ધરપકડ
અહેવાલો મુજબ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય રઘુબીર સિંહ કાદયાનને પણ આવો જ એક ફોન કોલ આવ્યો. ધારાસભ્યોને કહેવામાં આવ્યું કે તેમનો નંબર કોંગ્રેસના કોઈ મોટા નેતા પાસેથી મળ્યો છે. પ્રશાંત કિશોરના નામે ફોન કરનાર યુવકે કેટલાક ધારાસભ્યોને તેમની ઈમેલ આઈડી પૂછી અને રવિવારે તેમની સોનિયા ગાંધી સાથે મીટિંગ ફિક્સ કરાવવાની પણ વાત કહી. જો કે ધારાસભ્યો અને નેતાઓએ આ મામલાને પોતાના સ્તર પર જ દબાવવાની કોશિશ કરી, પરંતુ સર્વેના નામ પર પૈસા ઠગનાર અમૃતસર નિવાસી ગૌરવ નામના યુવકની ધરપકડ થતાં જ કેટલાય નેતાઓએ સ્વીકાર્યું કે તેમની પાસે પણ પોન આવ્યો.
આર્ટિકલ 370 હટાવ્યા બાદ અમિત શાહનો નવો પ્રસ્તાવ, ‘એક દેશ...એક ઓળખપત્ર'