લાલૂ થયા રોમેન્ટિક, રાબડીને લાલ ગુલાબ આપી કહ્યું હેપ્પી ન્યૂ ઇયર
પટના, 1 જાન્યુઆરી: લાલૂ પ્રસાદ યાદવ અને તેમનો અંદાજ હંમેશા એક રસપ્રદ કહાણી વ્યક્ત કરે છે, તે દરેક અવસર પર કંઇક એવું જરૂર કરી દે છે જેના લીધે તે મીડિયામાં છવાઇ જાય છે. હવે આજે નવા વર્ષને પણ તેમને પોતાની પત્ની રાબડી દેવીને ખૂબ રોમેન્ટિક અંદાજમાં વિશ કર્યું છે. તમને વિશ્વાસ નહી થાય પરંતુ આ સત્ય છે.
લાલૂ પ્રસાદ યાદવે આજે પટનામાં પોતાના ઘર પર નવા વર્ષની નાનકડી પાર્ટી રાખી અને પોતાની પત્ની રાબડી દેવીને લાલ ગુલાબ આપીને ન્યૂ ઇયર વિશ કર્યું. આ અંગે વાત કરતાં લાલૂ પ્રસાદ યાદવે મીડિયાને કહ્યું કે લોકો અંગ્રેજી કેલેન્ડરને માને છે તો મેં વિચાર્યું કે પટનામાં નવા વર્ષની ઉજવણી પોતાની પત્ની સાથે કેમ ન મનાઉ તો મેં તેમને લાલ ફૂલ આપીને નવુ વર્ષ વિશ કરી દિધું તો કહો તેમાં શું ખોટું છે? લાલૂ પ્રસાદ યાદવની તાજેતરમાં જ હાર્ટસર્જરી થઇ છે અને ચાર મહિના બાદ તે પટના આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લાલૂ પ્રસાદ યાદવ અત્યારે પોતાની સૌથી નાની પુત્રી રાજલક્ષ્મીના લગ્ન કરવા જઇ રહ્યાં છે. રાજલક્ષ્મીના લગ્ન સપા નેતા તેજ પ્રતાપ યાદવ સાથે નક્કી તહ્યા છે કે સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના પૌત્ર છે.
નાના-નાની બન્યા પછી પણ લાલૂનો મિજાજ આશિકાના
આમ તો આજે લાલૂ પ્રસાદ યાદવની નવા વર્ષની પાર્ટીમાં બિહારના સીએમ જીતન રામ માંઝી પણ તેમને મળવા પહોંચ્યા. બંને નેતાઓ વચ્ચે રાજકીય ચર્ચાઓ થઇ છે. આરજેડી અને જેડીયૂ આ વર્ષે વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે.