For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલ: પીએમ વિરુદ્ધ કોંગ્રેસ વિશેષાધિકાર હનન નોટિસ આપશે

રાફેલ ડીલ પર કેન્દ્રની મોદી સરકાર અને કોંગ્રેસ વચ્ચે જંગ જામી છે. કોંગ્રેસ તરફથી સતત આ મામલો ઉઠાવવામાં આવી રહ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ પર કેન્દ્રની મોદી સરકાર અને કોંગ્રેસ વચ્ચે જંગ જામી છે. કોંગ્રેસ તરફથી સતત આ મામલો ઉઠાવવામાં આવી રહ્યો છે. શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડિલનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર બાદમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણે જોરદાર જવાબ પણ આપ્યો હતો. એટલું જ નહીં પરંતુ ફ્રાન્સ સરકાર ઘ્વારા પણ રાફેલ ડીલ મુદ્દા પર ગોપનીયતા જાળવી રાખી છે. તેમ છતાં પણ કોંગ્રેસ આ મુદ્દો છોડવા માટે તૈયાર નથી. આજ કારણ છે કે કોંગ્રેસ પાર્ટી ઘ્વારા રાફેલ ડીલ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ વિશેષાધિકાર હનન નોટિસ આપવાનો નિર્ણય કર્યો છે.

પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટની અને કોંગ્રેસ નેતા આનંદ શર્માએ પ્રેસ કોન્ફ્રન્સ કરી

પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટની અને કોંગ્રેસ નેતા આનંદ શર્માએ પ્રેસ કોન્ફ્રન્સ કરી

આ મુદ્દા પર સોમવારે પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટની અને કોંગ્રેસ નેતા આનંદ શર્માએ પ્રેસ કોન્ફ્રન્સ કરી. જેમાં તેમને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ સંસદને ગુમરાહ કરી રહ્યા છે, જે વિશેષાધિકાર હનન છે. કોંગ્રેસ તેના વિશે સંસદમાં વિશેષાધિકાર હનન નોટિસ આપશે.

રાહુલ ગાંધી સતત રાફેલ ડીલ મુદ્દો ઉઠાવી રહ્યા છે

રાહુલ ગાંધી સતત રાફેલ ડીલ મુદ્દો ઉઠાવી રહ્યા છે

આ મામલે રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે. રવિવારે પણ તેમને ટવિટ કરીને રાફેલ ડીલમાં ગોપનીયતા સંબંધિત કરાર અંગે રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પર સવાલ ઉઠાવ્યા. રાહુલ ગાંધીએ આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો કે રાફેલ વિમાનની કિંમત વિશે પૂછવા પર મોદી ગભરાઈ રહ્યા છે.

રાફેલ ડીલ પર કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ પાર્ટી સામસામે

રાફેલ ડીલ પર કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ પાર્ટી સામસામે

રવિવારે રાહુલ ગાંધી ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે રક્ષામંત્રી ઘ્વારા પહેલા કહેવામાં આવ્યું હતું કે તેઓ તેના વિશે ખુલાસો કરશે હવે તેઓ કહે છે કે ખુલાસો નહીં થાય. તેઓ ગોપનીય છે કે નહીં તેના વચ્ચે ફસાયા છે. જયારે પ્રધાનમંત્રીને રાફેલ વિમાનની કિંમત વિશે પૂછવામાં આવે છે ત્યારે તેઓ ગભરાઈ જાય છે. તેમાં ચોક્કસ ઘોટાળાની ગંધ આવી રહી છે.

English summary
On Rafale issue Congress to move privilege motion against PM Modi and Nirmala Sitharaman in Lok Sabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X