For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્જિકલ સ્ટ્રાઈક ડે પર રાજનાથઃ BSF જવાન સાથેની બર્બરતાનો ભારતે બદલો લીધો

બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડિરેક્ટર જનરલ કે કે શર્માએ કહ્યુ કે કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંહની હત્યાનો જ બદલો લેવા માટે એલઓસીની પાર જઈને આપણી સેનાએ પર્યાપ્ત કાર્યવાહી કરી છે.

|
Google Oneindia Gujarati News

આજથી બે વર્ષ પહેલા ઈન્ડિયન આર્મીએ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (પીઓકે) માં ટેરર લોન્ચ પેડ સામે સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપીને દુશ્મનોને તેમની હેસિયત બતાવી દીધી હતી. પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઈકને યાદ કરતા શુક્રવારે સાંજે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડિરેક્ટર જનરલ કે કે શર્માએ કહ્યુ કે 18 સપ્ટેમ્બરે પાકિસ્તાને બીએસએફ પ્રમુખ કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંહની હત્યા કરી દીધી હતી. તેનો જ બદલો લેવા માટે એલઓસીની પાર જઈને આપણી સેનાએ પર્યાપ્ત કાર્યવાહી કરી છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ શુક્રવારે કહ્યુ કે આ મહિને સીમા પર થયેલી ભારતીય જવાનની હત્યાનો બદલો લેવામાં આવ્યો છે.

આગામી થોડા દિવસોમાં કંઈક મોટુ જોશો

આગામી થોડા દિવસોમાં કંઈક મોટુ જોશો

મુઝફ્ફરનગરમાં ગૃહમંત્રીએ જનતાને સંબોધિત કરતા કહ્યુ કે, ‘હું તમને દાવા સાથે કહેવા ઈચ્છુ છુ કે આપણી સેનાએ કંઈક એવુ કર્યુ છે જેના વિશે તમે આગામી થોડા દિવસોમાં બહુ મોટુ જોશો. હું તમને અત્યારે નહિ કહુ કે શું કરવામાં આવ્યુ છે. પરંતુ જે કરવાનું હતુ તે કરી દેવામાં આવ્યુ છે. આપણા સૈનિકોએ બધુ તેમ જ કર્યુ છે જેમ તેમને કહેવામાં આવ્યુ હતુ.'

આ પણ વાંચોઃ સોનાના ભાવમાં ઘટાડો, 20 વર્ષના સૌથી નીચલા માસિક સ્તરે, જાણો ભાવઆ પણ વાંચોઃ સોનાના ભાવમાં ઘટાડો, 20 વર્ષના સૌથી નીચલા માસિક સ્તરે, જાણો ભાવ

પાકિસ્તાને 5 કિમી સુધીનો વિસ્તાર ખાલી કર્યો

પાકિસ્તાને 5 કિમી સુધીનો વિસ્તાર ખાલી કર્યો

સર્જીકલ સ્ટ્રાઈકની શુક્રવારની સાંજે નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બીએસએફ ચીફે કહ્યુ કે જવાન સાથે બર્બરતાપૂર્ણ ઘટના બાદ બીએસએફે વળતી કાર્યવાહી કરી છે. તેનાથી ગભરાઈને પાક સેનાએ આંતરરાષ્ટ્રીય બોર્ડરના પાંચ કિમી વિસ્તારને ખાલી કરી દીધો છે. આવનારા દિવસોમાં પાક સેના અને રેંજર્સ સામે મોટી કાર્યવાહી કરવાની તૈયારી છે. જો કે બીએસએફ ચીફે પાકિસ્તાન સામે કાર્યવાહીની વધુ માહિતી આપી નથી.

ઈમરાન સરકારમાં કંઈ બદલાયુ નથી

ઈમરાન સરકારમાં કંઈ બદલાયુ નથી

કે કે શર્માએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે ઈમરાન ખાનની સરકાર આવ્યા બાદ પણ પાકિસ્તાનના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. તેમણે કહ્યુ કે ઈમરાનની સરકાર આવ્યા બાદ લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) અને ઈન્ટરનેશનલ બોર્ડર (આઈબી) પર પાકિસ્તાનની આક્રમકતા વધી છે.

આ પણ વાંચોઃ સુષ્માએ અધવચ્ચે છોડી સાર્ક દેશોની મીટિંગ તો અકળાઈ ગયુ પાકિસ્તાનઆ પણ વાંચોઃ સુષ્માએ અધવચ્ચે છોડી સાર્ક દેશોની મીટિંગ તો અકળાઈ ગયુ પાકિસ્તાન

English summary
On surgical strike day, BSF says jawan’s death avenged
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X