એનિવર્સરી પર કોહલીએ અનુષ્કાને ગીફ્ટ કરી પોતાની ઇનિંગ, મેચ પછી કહી આ વાત
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે વેસ્ટ ઇન્ડીઝ સામે મુંબઇમાં ત્રીજી અને અંતિમ ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન 29 બોલમાં 70 રનની અણનમ ઇનિંગ રમીને કેરેબિયન બોલિંગ આક્રમણને તોડી પાડી હતી. વિરાટ કોહલીના ચોગ્ગા અને સાત સિક્સર 241.38 ના સ્ટ્રાઇક રેટ પર આવ્યા હતા, અને ભારતે 20 ઓવરમાં 240/3 બનાવ્યા. તેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝને 173 રન કર્યા હતા, સુકાની કિરોન પોલાર્ડ 39 બોલમાં 68 રન બનાવીને આઉટ થયો હતો.

મેચ બાદ કોહલીએ એનિવર્સરીનો કર્યો ઉલ્લેખ
67 રનથી જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી હતી. રસપ્રદ વાત તો એ છે કે વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્માને નામ આ ઇનિંગ્સ કરી છે. 11 નવેમ્બરના રોજ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નની વર્ષગાંઠ હતી અને કોહલીએ તેને તેની પત્ની માટે ખાસ ભેટ ગણાવી છે.
વિરાટ કોહલીએ મેચ પછીના કહ્યું, "તે ખૂબ જ ખાસ ઇનિંગ્સ હતી અને અમારી બીજી લગ્ન એનિવર્સરી પણ છે. આ એક ખાસ ભેટ હતી. કોહલીએ જણાવ્યું હતું કે, આ એક ખાસ રાત હતી અને મેં રમેલી શ્રેષ્ઠ ઇનિંગ્સમાંથી એક ઇનિંગ્સ હતી.
11 ડિસેમ્બર, 2017 ના રોજ ઇટાલીના ટસ્કનીમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લગ્ન કર્યા હતા.

મેં રમેલ શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંનેએ એક બીજાને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શુભેચ્છા પાઠવી હતી.
કોહલીએ આગળ કહ્યું, "અમે પ્રથમ બેટિંગ કરતી વખતે જીત મેળવી હતી, તે ખરેખર સારું લાગે છે. હું જાણું છું કે હું ત્રણેય ફોર્મેટમાં યોગદાન આપી શકું છું. તે તમારા મગજમાં મૂકવાની વાત છે. હવે વર્લ્ડ કપ આવી રહ્યો છે તે એક પ્રેરણા છે. મારો ભાગ મહત્વપૂર્ણ છે કારણ કે મારે બે ભૂમિકા ભજવવી છે જ્યારે તમે થોડા સમય માટે ટી -20 રમતા નથી અને પાછા આવીને તેવું રમશો ત્યારે તે સારું લાગે છે.
યોજનાઓ વિશે વાત કરવાની એક વાત છે, પરંતુ તેમને મેદાન પર ચલાવવી એ એક ખાસ વાત છે. મને લાગે છે કે રાહુલ અને રોહિત આજે જે રીતે રમ્યો તે આજની ચાવી છે. પ્રથમ બેટિંગ કરતી વખતે, અમે ખૂબ જ ચુસ્ત અને ખચકાટભર્યા હતા, પરંતુ આ પિચે અમને મુક્તપણે રમવા માટે મંજૂરી આપી હતી. તે અમારા માટે એક સારો પાઠ હતો અને હવે આપણે તેને યાદ રાખવાની જરૂર છે. તમે કઈ પિચ અને મેદાન પર રમી રહ્યા છો તેના પર નિર્ભર છે. જ્યારે તમારી પાસે બોર્ડ પર 20-25 રન હોય ત્યારે તમે ખરેખર દબાણ અનુભવતા નથી. ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ રમીતી વખતે આપણે એ જાણવું પડશે કે બાઉન્ડ્રી કેટલી મોટી છે.

કોહલી બન્યો મેન ઓફ ધ સીરીઝ
ભારતે વેસ્ટ ઇન્ડીઝને મુંબઇની ત્રીજી અને અંતિમ ટી -20 માં 67 રનથી હરાવી શ્રેણીને બુધવારે 2-1થી જીતી લીધી હતી. રોહિત શર્મા (71), કેએલ રાહુલ (91) અને કેપ્ટન વિરાટ કોહલી (અણનમ 70) એ વેસ્ટ ઇન્ડીઝના બોલરને ધુળ ચટાડી દીધી હતી.
હૈદરાબાદમાં કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 94 રન બનાવનાર વિરાટ કોહલીને મુંબઈની મેચ જીતવા પહેલા અણનમ 70 રન બનાવીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
બંને ટીમો હવે 15 ડિસેમ્બર (ચેન્નઈ), 18 ડિસેમ્બર (વિશાખાપટ્ટનમ) અને 22 ડિસેમ્બર (કટક)માં ત્રણ વન-ડે મેચ રમશે.