For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યાંક અજાણતાં થઇ ન જાય તિરંગાનું અપમાન, જાણો શું કહે છે Act, 1971

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: 15 ઓગષ્ટના રોજ ભારતનો 68મો સ્વતંત્રતા દિવસ છે. આખો દેશ તેની તૈયારીમાં વ્યસ્ત છે. દુકાનોથી માંડીને સોશિયલ સાઇટ્સ પર સ્વતંત્રતા દિવસની ઝલક જોવા મળી રહી છે. પરંતુ આ તૈયારીઓ વચ્ચે આપણને ખબર પણ નથી પડતી કે આપણે ઘણીવાર અજાણતાં પોતાના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરી દઇએ છીએ. આ એક્ટ 1971નું ઉલ્લંઘન છે.

તમને જણાવી દઇએ કે એક્ટ 1971 હેઠળ રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણની વાત કરવામાં આવી છે. આ એક્ટ રાષ્ટ્રીય પ્રતિકો, ધ્વજ, માનચિત્ર, બંધારણ અને રાષ્ટ્રગીત પ્રત્યે કોઇપણ પ્રકારના અપમાન પર પ્રતિબંધ લગાવે છે. આ એક્ટની જોગવાઇનું પણ કડકાઇથી પાલન સુનિશ્વિત કરવા માટે કહેવામાં આવ્યું છે.

<strong>Exclusive: ગુમ થઇ ગયો તિરંગો જે 15 ઓગષ્ટ 1947ના રોજ ફરકાવ્યો હતો</strong>Exclusive: ગુમ થઇ ગયો તિરંગો જે 15 ઓગષ્ટ 1947ના રોજ ફરકાવ્યો હતો

રાષ્ટ્રીય ધ્વજની વાત કરીએ તો, એક્ટ 1971ની કલમ 2ના અનુસાર કોઇપણ વ્યક્તિ જે કોઇ સાર્વજનિક સ્થળ પર ભારતીય રાષ્ટ્રીય ધ્વજ અથવા તેના કોઇ ભાગને સળગાવે છે, વિકૃત કરે છે, દૂષિત કરે છે, નષ્ટ કરે છે, કચડે છે અથવા તેના પ્રત્યે અનાદર પ્રગટ કરે છે અથવા મૌખિક અથવા લેખિત શબ્દોમાં અપમાન કરે છે તો તેને ત્રણની જેલ અથવા દંડ અથવા બંનેથી દંડિત કરવામાં આવી શકે છે.

'સ્વતંત્રતા સપ્તાહ'ના અવસર પર અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ કે, રાષ્ટ્રધ્વજ સંબંધિત એક્ટ 1971નો નિયમ 69 શું કહે છે. જે તમે ન કરી શકો:

તિરંગાનો ઉપયોગ કોઇ પોશાકમાં

તિરંગાનો ઉપયોગ કોઇ પોશાકમાં

તિરંગાને કોઇપણ પ્રકારના પોશાક અથવા કોઇ યૂનિફોર્મનો ભાગ બનાવવો. અથવા તિરંગાના રંગ કોઇ પ્રકારના એક્સેસરીમાં ઉપયોગ કરવા.

તિરંગા પર કશું લખી ન શકો

તિરંગા પર કશું લખી ન શકો

તિરંગા પર કશું લખી ન શકો અથવા કોઇ નિશાન લગાવવું.

સામાનને તિરંગમાં વિંટાળવો

સામાનને તિરંગમાં વિંટાળવો

ધ્વજ ફરકાવતાં પહેલાં તેમાં ફૂલોને તેમાં લપેટવા સિવાય રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ કોઇપણ સામાનને લપેટવા અથવા લાવવા લઇ જવામાં કરવો.

કોઇ મૂર્તિ અથવા સ્મારકને ઢાંકવું

કોઇ મૂર્તિ અથવા સ્મારકને ઢાંકવું

રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ કોઇપણ સ્મારકને અથવા સમાધિને કવર કરવું.

જમીન પર અડે નહી તિરંગો

જમીન પર અડે નહી તિરંગો

જાણી જોઇને તિરંગાને જમીન અથવા પાણીમાં પાડવો. તિરંગો હંમેશા ઉંચો ઉઠેલો રહેવો જોઇએ.

શણગારવાની વસ્તુ નથી

શણગારવાની વસ્તુ નથી

કોઇપણ વાહન, ટ્રેન, હોડી, જહાજ અથવા વિમાનમાં તિરંગાને શણગારવો. મોટાભાગે લોકો પોતાની ગાડી પર તિરંગો લગાવે છે. આ ખોટું છે.

બિલ્ડિંગ પર તિરંગો લગાવો ખોટું

બિલ્ડિંગ પર તિરંગો લગાવો ખોટું

કોઇપણ બિલ્ડિંગ અથવા ઇમારતને તિરંગાથી કવર કરવી.

કેસરી રંગ હોય છે ઉપર

કેસરી રંગ હોય છે ઉપર

જાણી જોઇને તિરંગાને ઉંધો લગાવવો, જેથી તેનો કેસરી રંગ નીચે તરફ હોય.

English summary
On this independence week, know about the Rule 69 of ACT 1971, as many of us intentionally or by mistake insult our national flag.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X