For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 દિવસ સુધી ચાલશે ઓણમનો મુખ્ય તહેવાર, પીએમ મોદીએ કહ્યુ - ભાઈચારા અને સદ્ભાવના સાથે જોડાયેલો છે આ પર્વ

કેરળનો સૌથી પ્રાચીન અને પારંપરિક તહેવાર ઓણમ આજે શનિવારે(21 ઓગસ્ટ)નો મુખ્ય પર્વ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેરળનો સૌથી પ્રાચીન અને પારંપરિક તહેવાર ઓણમ આજે શનિવારે(21 ઓગસ્ટ)નો મુખ્ય પર્વ છે. 10 દિવસ સુધી ચાલતા આ તહેવારની શરૂઆત 12 ઓગસ્ટના રોજ થઈ હતી જેનુ સમાપન 23 ઓગસ્ટે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓણમની બધા દેશવાસીઓને શુભકામના આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે, 'સકારાત્મકતા, જીવંતતા, ભાઈચારા અને સદ્ભાવના સાથે જોડાયેલા તહેવાર ઓણના વિશેષ અવસર પર બધાને શુભકામનાઓ. હું બધાને સારા આરોગ્ય અને ભલાઈ માટે પ્રાર્થના કરુ છુ.'

pm modi

પીએમ મોદીએ પહેલા શુક્રવારે(20 ઓગસ્ટ)ની સાંજે ઓણમની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌને શુભેચ્છાએ આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ હતુ કે ઓણમના પવિત્ર અવસર પર હું તમને સૌ દેશવાસીઓ, ખાસ કરીને વિશેષ રૂપે દેશ અને વિદેશમાં રહેતા કેરળના ભાઈઓ-બહેનોને શુભેચ્છા પાઠવુ છુ. આવો, આ અવસર પર આપણે સૌ મળીને દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે એક થઈને આગળ વધવાનો સંકલ્પ લઈએ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ કે આ તહેવાર ખેડૂતોના પરિશ્રમ, પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા, સમાજમાં સમરસતા, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપે છે.

કેવી રીતે થઈ ઓણમ પર્વની શરૂઆત

ઓણમનો પર્વ સારા પાક અને પર્વનો આભાર માનવા માટે મનાવવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને કેરળમાં મનાવવામાં આવે છે. ઓણમ દરમિયાન કેરળની સુંદરતા વધી જાય છે. ઓણમના તહેવારના પહેલા દિવસે દરેક ઘરની સાફ-સફાઈ થાય છે. ઘરોને સજાવવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે સવારે પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે રાજા બલિનુ આગમન થાય છે. પૌરાણિક કથાઓ મુજબ મહાબલી નામનો અસુર હતો પરંતુ તે પોતાની પ્રજાનુ બહુ ધ્યાન રાખતો હતો. તેના રાજ્યના બધા લોકો તેને અસૂરના દેવતાની જેમ પૂજા કરતા હતા. કહેવાય છે કે રાજા બલિએ દેવરાજ ઈન્દ્રને હરાવીને ઈન્દ્રલોક પર પણ પોતાનો કબજો કરી લીધો હતો.

રાજા બલિના ઈન્દ્રલોકમાં પહોંચ્યા બાદ મદદ માટે દેવરાજ ઈન્દ્ર ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુ ઈન્દ્રને તેમનુ ઈન્દ્રલોક અપાવવાનુ વચન આપ્યુ. ત્યારબાદ શ્રીહરિ વામન અવતારમાં રાજા બલિ પાસે પહોંચ્યા અને વચનોના બહાને તેમને લોક છોડીને પાતાળ લોકમાં જવા માટે કહ્યુ. રાજા બલિને રાજ્યમાં ના જોઈને પ્રજા દુઃખી અને ચિંતામાં રહેવા લાગી. આ જોઈને ભગવાન વિષ્ણુએ રાજા બલિને વરદાન આપ્યુ કે તે વર્ષમાં ત્રણ વાર પોતાની પ્રજાને મળવા જઈ શકે છે. કહેવાય છે કે એ વખતથી ઓણમનો પર્વ મનાવવામાં આવે છે.

English summary
Onam 2021: PM Narendra Modi greeted people on Onam says festival brings out vibrancy, harmony
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X