• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LCના આધારે દિલ્હી ગેંગરેપનો છઠ્ઠો આરોપી સગીર

|

નવી દિલ્હી, 28 જાન્યુઆરી: દિલ્હી ગેંગરેપ મામલામાં છઠ્ઠા આરોપીને સગીર માનવામાં આવ્યો છે. જુવેનાઇલ જસ્ટીસ બોર્ડે આ છઠ્ઠા આરોપીને સગીર માન્યો છે. સોમવારે બોર્ડે શાળામાં નોંધાયેલ જન્મતિથિને જ આધારભૂત ગણી તેને સગીર ગણાવ્યો હતો.

આ પહેલા રાષ્ટ્રીય રાજધાનીમાં ગયા ડિસેમ્બરમાં દિલ્હી ગેંગરેપ મામલે છઠ્ઠા આરોપીની ઉમરને લઇને અસમજંસ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ આરોપીએ ગેંગરેપ પીડિતાની સાથે સૌથી વધારે બર્બરતા કરી હતી. દિલ્હીના જૂવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં સોમવારે આજે આ નિર્ણય લેવાનો હતો કે ગેંગરેપ કેસમાં છઠ્ઠો આરોપીનું શાળાનું સર્ટિફિકિટ સાચું છે કે નહી.

બીજી બાજુ આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બચાવ પક્ષના વકીલ આજે આરોપ સુનિશ્ચિત હોવાના મામલે ચર્ચા કરશે. આરોપીઓ પર આરોપ સાબિત થતા જ ટ્રાયલ શરૂ થઇ જશે.

જો છઠ્ઠા આરોપીનું સ્કૂલ સર્ટિફિકેટ સાચુ સાબિત ના થતુ તો આરોપીની ઉંમર તપાસવા માટે બોન ટેસ્ટની મંજૂરી મળી શકતી હતી. જોકે આ છઠ્ઠા આરોપીની ઉંમરને લઇને શરૂઆતથી જ કોકડું ગુંજવાયેલું છે.

ઉલ્લેખનીય છે કે આરોપીના શાળાના પ્રિન્સિપાલે જે સર્ટિફિકેટ રજૂ કર્યું છે, તેના અનુસાર આરોપીની ઉંમર 17 વર્ષ અને 6 મહીના છે. જ્યારે દિલ્હી પોલીસનું માનુવું છે કે આરોપીનું બોન ટેસ્ટ કરી તેની સાચી ઉંમરની તપાસ કરાવવામાં આવે.

જોકે આ પહેલા જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીએ અરજી કરીને એવી માંગ કરી હતી કે છઠ્ઠા આરોપી પણ અન્ય પાંચ આરોપીઓની સાથે જ કેસ ચાલાવવામાં આવે અને તેને પણ સરખી જ સજા કરવામાં આવે. જોકે પ્રધાન મેજિસ્ટ્રેટ ગીતાંજલિ ગોયલની અધ્યક્ષતાવાળી બોર્ડે સ્વામી આ અરજી ખારિચ કરી દીધી.

English summary
The Juvenile Justice Board on Monday declares that sixth accused of Delhi Gang Rape case as minor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X