મુંબઈ મેટ્રો ટનલમાં મોટી દૂર્ઘટના, એક મજૂરનુ મોત, એક ઘાયલ
મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં ટનલની અંદર પત્થરનો એક ટૂકડો પડી જવાથી એક મજૂરનુ મોત થઈ ગયુ છે. જ્યારે એક મજૂર ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. આ દૂર્ઘટના ત્યારે થઈ જ્યારે પત્થરનો એક મોટો ટૂકડો સુરંગમાં તૂટીને પડી ગયો. દૂર્ઘટના બાદ ઘાયલને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને દૂર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
માહિતી અનુસાર આ દૂર્ઘટના મુંબઈ મેટ્રોના ઈમરજન્સી નિકાસીની લાઈન-3 પાસેનો પત્થર પડવાથી થઈ, એ સમયે અહીં મજૂર કામ કરી રહ્યા હતા. દૂર્ઘટના પવઈ અને આરે પાસે થઈ છે. મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ તરફથી કહેવામાં આવ્યુ છે કે મજૂર ઉપર મોટો પત્થર પડવાથી તેનુ મોત થઈ ગયુ જ્યારે બીજા મજૂરને સામાન્ય ઈજા થઈ છે. વાસ્તવમાં મજૂર પત્થરોને મશીનથી કાપવાનુ કામ કરી રહ્યા હતા, આ દરમિયાન સુરંગથી એક પત્થર પડ્યો જેમાં બંને મજૂર ફસાઈ ગયા. ઘટના બાદ એમએમઆરસીના કોન્ટ્રાક્ટર અને જનરલ કન્સલ્ટન્ટ આની તપાસ કરી રહ્યા છે. વળી, દૂર્ઘટના બાદ મેટ્રોના પ્રવકતાએ કહ્યુ કે મૃતકના પરિવારજનોને વળતર આપવામાં આવશે.
આ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીએ ક્રિકેટનો વીડિયો શેર કરી પીયૂષ ગોયલ અને સીતારમણ પર નિશાન સાધ્યું