For Daily Alerts
હૈદરાબાદમાંથી વિસ્ફોટકોનો ભારે જથ્થો મળી આવ્યો
હૈદરાબાદ, 15 માર્ચ: તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર હૈદરાબાદમાંથી પોલીસને ભારે જથ્થામાં વિસ્ફોટક મળી આવ્યું છે. જેમાં 300 ઇલેક્ટ્રો ડેટોનેટર અને 100 કિલો એમોનિયમ નાઇટ્રેટનો સમાવેશ થાય છે.
પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે કંચનબાગ વિસ્તારમાં વાહનોની તપાસ શરૂ કરી. દરમિયાન એક ગાડીમાંથી વિસ્ફોટકો મળી આવ્યા. પોલીસે જંગિયાનામના એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે. પોલીસ આ વિસ્ફોટકોની સાથે ઝડપાયેલા વ્યક્તિની પૂછપરછ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હૈદરાબાદના દિલસુખનગરમાં ગઇ 21 ફેબ્રુઆરીના રોજ ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. જેમાં 17 જેટલા લોકોના મોત નિપજ્યા હતા તેમજ 120થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભીડભાડવાડા આ વિસ્તારમાં સાંઇબાબાનું મંદિર નિશાના પર હોય તેવું જાણવા મળ્યું હતું. આ વિસ્ફોટોના પગલે સમગ્ર દેશમાં એલર્ટ જારી કરી દેવાયું હતું.