'આપ'માં વધુ એક 'પેરાશુટ લીડર', ગુલ પનાગને મળી શકે છે ટિકિટ!

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 13 માર્ચ: એક બાજુ દેશમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. રોજને રોજ રાજકારણમાં કોઇને કોઇ નવી ઉથલપાથલ સર્જાતી રહે છે. કોઇને ટિકિટ મળે છે તો કોઇની નારાજગી સામે આવે છે. પોતાના ગાંધીવાદી આદર્શો સાથે રાજકારણમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટી પણ આ બધી બાબતોમાં બાકાત રહી નથી.

આપ પાર્ટી અત્યાર સુધી એવા બણગા ફૂકતી આવી છે કે અમે રાજનીતિમાં કોઇ હોદ્દા હાસલ કરવા નથી આવ્યા કે નથી મુખ્યમંત્રી બનવા આવ્યા. અમે રાજકારણમાં લોકોની સેવા કરવા આવ્યા છીએ. જોકે પાર્ટી તરફથી ટિકિટ નહીં મળતા અથવા તો મનગમતી બેઠક માટેની ઉમેદવારી ના બદલે કોઇ અન્ય વિસ્તારની બેઠક મળતા આપમાં પણ નેતાઓની નારાજગી ખુલીને સામે આવી રહી છે.

સૌથી પહેલા વાત કરીએ આપ પાર્ટીમાં ટિકિટ ફાળવણીને લઇને, તો કેજરીવાલે દેશભરના લોકો પાસે ઉમેદવારી માટે ફોર્મ ભરાવ્યા પરંતુ પાર્ટીના કાર્યકરોનું કહેવુ છે કે કેજરીવાલ સહીતના ચારપાંચ લોકોએ જ તેમની ઇચ્છા અનુસાર ટિકિટ ફાળવણી કરી દીધી. જોકે આનો સીધે સીધો લાભ પાર્ટીમાં આવેલા 'પેરાશુટ લીડરો'ને થયો. પેરાશુટ લીડર એટલે કે જાણીતી હસ્તીઓએ આપ પાર્ટી જોઇન કરી અને તેમને તુરંત જ ટિકિટ મળી ગઇ. અહીં સવાલ એ પણ ઊઠે છે કે કેજરીવાલે દેશના લોકો પાસે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે જે ફોર્મ ભરાવ્યા હતા તેમનું શું થયું?

હાલમાં મળી રહેલા સમચાર અનુસાર આપમાં જોડાયેલ બોલિવુડની જાણીતિ હસ્તી ગુલપનાગ પણ આપમાં સામેલ થઇ ગઇ છે, અને તેમને પાર્ટી ચંદીગઢથી ચૂંટણી લડાવે તેવી શક્યતા તોળાઇ રહી છે. આવો સ્લાઇડરમાં જોઇએ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પેરાશુટ લીડરો કોણ કોણ છે...

આશુતોષ

આશુતોષ

પત્રકારિતા છોડીને આપમાં જોડાયા.

મલ્લિકા સારાભાઇ

મલ્લિકા સારાભાઇ

અભિનેત્રી અને નૃત્યાંગના છે.

મેધા પાટકર

મેધા પાટકર

મેધા પાટકર એક સામાજિક કાર્યકર છે.

સવિતા ભટ્ટી

સવિતા ભટ્ટી

સવિતા ભટ્ટી જાણીતા કોમેડિયન સ્વ. જસપાલ ભટ્ટીના પત્ની છે. તેઓ આપમાં જોડાયા છે અને તેમને ટિકિટ મળી હતી પરંતુ તેમણે પાર્ટીને પરત કરી દીધી.

રાજમોહન ગાંધી

રાજમોહન ગાંધી

રાજમોહન ગાંધી મહાત્મા ગાંધીજીના પૌત્ર છે.

કેપ્ટન ગોપીનાથ

કેપ્ટન ગોપીનાથ

કેપ્ટન ગોપીનાથ બજટ એરલાઇન એર ડેકનના સંસ્થાપક છે.

મીરા સાંન્યાલ

મીરા સાંન્યાલ

રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ(આરબીએસ, ઇન્ડિયા)ની ભૂતપૂર્વ ચેરપર્સન અને સીઇઓ રહી ચૂકી છે મીરા સાન્યાલ.

કનુભાઇ કલસરિયા

કનુભાઇ કલસરિયા

કનુભાઇ કલસરિયા પૂર્વ ભાજપી નેતા છે, તેમણે મહુઆથી વિધાનસભા બેઠક માટે સતત ત્રણ વખત જીત નોંધાવી છે.

ગુલ પનાગ

ગુલ પનાગ

હવે આમ આદમી પાર્ટીનાં અભિનેત્રી ગુલ પનાગ પણ આવી ગઇ છે.

English summary
One more parachute leader join AAP, Gul Panag may get ticket from Chandigarh.
Please Wait while comments are loading...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X