For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાંથી વધુ એક સંદિગ્ધ આતંકવાદી ઝડપાયો

By Super
|
Google Oneindia Gujarati News

arrested
નવીદિલ્હી, 16 ઑક્ટોબરઃ દિલ્હી પોલીસ દ્વારા ઇન્ડિયન મુઝાહિદ્દીનનો વધુ એક સંદિગ્ધ આતંકવાદી પકડવામાં આવ્યો છે. આ આતંકવાદી પૂણે વિસ્ફોટ સાથે સંકળાયેલો હોવાનું મનાઇ રહ્યું છે. આ આતંકવાદીને દિલ્હી પોલીસના ખાસ સેલ દ્વારા પકડવામાં આવ્યો છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા પ્રમાણે આ પહેલા પકડાયેલા ત્રણ આતંકવાદીઓની સઘન પૂછરપરછ અને માહિતીના આધારે આ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા વધું માહિતી મેળવવા માટે આતંકવાદીને રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે અને અન્ય ફરાર આતંકવાદીઓને ઝડપવા માટે પોલીસે કવાયદ ઝડપી કરી છે.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દિલ્હી પોલીસ દ્વારા ત્રણ લશ્કર એ તૈયબા સાથે સંબંધો ધરાવતા ઇન્ડિયન મુઝાહિદ્દીનના ત્રણ આતંકવાદીઓની ધરપડક કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે પૂણે વિસ્ફોટના કેસને સોલ્વ કરી નાંખવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, પૂણે ઓગસ્ટ મહિનામાં 40 મીનિટના ગાળામાં એક પછી એક ચાર ઓછી માત્રાના વિસ્ફોટ થયા હતા. જેમાં કોઇ જાનહાની થઇ નહોતી.

English summary
Special cell of delhi police arrested one more suspicious IM terrorist in pune blast case. police sent terrorist on remand for get more information.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X