• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતમાં 12-17 વર્ષના બાળકોના રસીકરણ માટે વધુ એક વેક્સિનને મંજુરી મળી!

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી : પુખ્ત વયના લોકોને રસી આપવાની મંજૂરી મળ્યાના લગભગ બે મહિના પછી હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ E કંપનીની Corbevax રસી 12-17 વર્ષની વયના બાળકોમાં ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) એ બાળકોને કોર્બેવેક્સ રસી દાખલ કરવા માટે અંતિમ મંજૂરી આપી દીધી છે.

કંપનીએ 21 ફેબ્રુઆરીના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને 12 વર્ષથી ઉપરના બાળકોમાં ચાલી રહેલા બીજા-ત્રીજા ક્લિનિકલ ટ્રાયલના વચગાળાના પરિણામોના આધારે કટોકટીની પરિસ્થિતિઓમાં રસીના ઉપયોગ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસેથી મંજૂરી મળી છે.

જણાવી દઈએ કે હાલમાં ભારતમાં 12 થી 15 વર્ષના બાળકોનું રસીકરણ ચાલી રહ્યું છે અને રસીકરણ માટે માત્ર કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવે છે. Corbevax રસી ઇન્ટ્રામસ્ક્યુલર માર્ગ દ્વારા 28 દિવસના અંતરે બે ડોઝમાં આપવામાં આવે છે. નોંધનીય છે કે કેન્દ્રએ ગયા વર્ષે રસીના ઉત્પાદન માટે કંપનીને 1500 કરોડ રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ કર્યુ હતુ, જે અંતર્ગત 5 કરોડ રસીઓ સપ્લાય કરવાની હતી, પરંતુ હજુ સુધી આ રસી પુખ્ત વયના લોકોને આપવામાં આવી નથી.

English summary
One more vaccine approved for vaccination of 12-17 year old children in India!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X