One Nation One Election : વન નેશન વન ઈલેક્શન સંઘીય માળખા માટે કેટલો મોટો ખતરો?
One Nation One Election : નિર્યલો લઈને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવા માટે જાણીતી બીજેપીની કેન્દ્ર સરકારે ફરી એક વખત વિવાદાસ્પદ નિર્ણય લીધો છે.
દેશમાં વન નેશન વન ઈલેક્શન લાગુ કરવા માટે બીલને કેબિનેટની મંજુરી મળી ગઈ છે. હવે આ બીલ સંસદમાં મંજુરી માટે શિયાળુ સત્રમાં જ લાવવામાં આવી શકે છે.

એક તરફ નરેન્દ્ર મોદી સરકાર અને તેમની પાર્ટી બીજેપી વન નેશન વન ઈલેક્શનના ગુણગાન ગાઈ રહ્યાં છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ તેને રાજ્યોની સ્વતંત્રતા માટે ખતરારૂપ ગણાવી રહી છે.
વિરોધીઓી દલીલ છે કે આ વિચાર સંપૂર્ણપણે ભારતીય બંધારણ હેઠળ સ્થાપિત સંઘીય માળખાની વિરુદ્ધ છે. આ બંધારણની કલમ 1 ભારતને રાજ્યોના સંઘ તરીકે વર્ણવે છે. આ કારણે એક સાથે ચૂંટણી એ રાજ્ય સરકારોની સ્વાયત્તતા અને સ્વતંત્રતા પર હુમલો માનવામાં આવશે.
ટીકાકારોનું કહેવું છે કે આ વ્યવસ્થાથી દેશનું સંઘીય માળખું નબળું પડશે અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના હિતોના સંઘર્ષમાં પણ વધારો થઈ શકે છે. દેશમાં વન નેશન વન ઈલેક્શન લાગુ કરવા ઓછામાં ઓછા પાંચ બંધારણીય સુધારાની જરૂર પડશે.
આ કલમ 83 (લોકસભાનો કાર્યકાળ), કલમ 85 (રાષ્ટ્રપતિ દ્વારા લોકસભાનું વિસર્જન), અનુચ્છેદ 172 (વિધાનસભાઓનો કાર્યકાળ), કલમ 174 (વિધાનસભાઓનું વિસર્જન) અને કલમ 356 (રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન) માં સુધારા કરવા પડશે. ટીકાકારો કહે છે કે આટલા બધા અનુચ્છેદને એકીકૃત કરવા સંઘીય માળખાની વિરુદ્ધ હશે.
આ સિસ્ટમ સંઘીય માળખા સાથે ખિલવાડ હોવાની દલીલ પાછળનું મોટું ઉદાહરણ એસઆર બોમાઈ કેસ છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજ્યોના સ્વતંત્ર બંધારણીય અસ્તિત્વ પર ભાર મૂક્યો છે.
વન નેશન વન ઇલેક્શન સામે એક એવી પણ દલીલ આપવામાં આવે છે કે મતદારો દેશ, રાજ્ય અને પંચાયતી રાજ સંસ્થાઓ માટે અલગ-અલગ પસંદગીઓ નક્કી કરે છે અને તે મુજબ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે છે. નવી શરૂઆત સાથે આ વ્યવસ્થા ખોરવાઈ જશે, જે બંધારણના સંઘીય માળખાની વ્યવસ્થા માટે ઠીક નથી.
વિરોધીઓની એક દલીલ એવી પણ છે કે આ વાસ્તવમાં કેન્દ્રનું વર્ચસ્વ થોપવાનો પ્રયાસ છે, જે બંધારણ ઘડનારાઓની વિચારસરણીની વિરુદ્ધ છે. વન નેશન વન ઈલેક્શનની જરૂરિયાતનો સવાલ છે તો સામાન્ય ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાથી સરકાર પરના ખર્ચના બોજને અણધારી રીતે ઘટાડી શકાય છે.
બીજી મોટી દલીલ એ છે કે આ સિસ્ટમ લાગુ થયા બાદ આદર્શ આચારસંહિતા 5 વર્ષમાં માત્ર એક જ વાર લાગૂ થશે. આનાથી સરકારી કામમાં વારંવાર આવતી અડચણો દૂર થશે, તેનાથી કામમાં આવતી અડચણો ઓછી થશે અને દેશ ઝડપથી આગળ વધશે.
બીજી તરફ વિરોધીઓની દલીલ છે કે લોકોએ તેમની પસંદગીની સરકાર પસંદ કરવી જોઈએ અને આ માટે કોઈ વધારાનો ખર્ચ નથી. ઘણી વખત સરકારો તેમની પાંચ વર્ષની મુદત પૂરી કરતા પહેલા પડી જાય છે. આ સ્થિતિમાં જનતાને તેમના મતદાન અધિકાર દ્વારા નવી સરકાર બનાવવાની તક મળે છે, જે લોકશાહી વ્યવસ્થા માટે જરૂરી છે.
જો એકસાથે ચૂંટણી યોજાય તો રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષોને લેવલ પ્લેઇંગ ફિલ્ડ નહીં મળે, જે લોકશાહી માટે યોગ્ય નથી. પરંતુ, જો મહત્વપૂર્ણ ચિંતાઓના યોગ્ય ઉકેલો મળી આવે તો પછી સંઘીય માળખા માટે પડકાર બનવાને બદલે આ સિસ્ટમ તેને મજબૂત કરી શકે છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ?






Click it and Unblock the Notifications
