• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pulwama Attack: વર્ષ પહેલા આજના દિવસે જ હુમલામાં 40 જવાન થયા હતા શહીદ

|

નવી દિલ્હીઃ ઠીક એક વર્ષ પહેલા દેશમાં જ્યારે શિયાળો અલવિદા કહેવાની તૈયારીમાં હતો અને યંગસ્ટર્સ વેલેન્ટાઈન ડેની મસ્તીમાં હતા, એ સમયે જ બપોરે 3.30 વાગ્યે જમ્મુ-કાશ્મીરના પુલવામાથી કંપાટી છૂટાવી દે તેવા સમાચાર આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે પર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કાફલાને દક્ષિણ કાશ્મીરના પુલવામામાં નિશાન બનાવવામા આવ્યો. એક આત્મઘાતી હુમલો અને 40 જવાનોની શહાદતની એ ખોફનાક ઘટનાએ સૌને ધ્રુજાવી મૂક્યા હતા. જૈશ એ મોહમ્મદે સીઆરપીએફ જવાનોથી ભરેલી બે બસ પર હુમલો કર્યો હતો. હુમલાને જૈશના સુસાઈડ બોમ્બરે અંજામ આપ્યો હતો. આ હુમલાને આજે એક વર્ષ થઈ ગયું છે. આ અવસર પર જાણો કે આખરે એ દિવસે કેવી રીતે હુમલાએ સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડાવી દીધી હતી.

અચાનક થયો જોરદાર બ્લાસ્ટ

અચાનક થયો જોરદાર બ્લાસ્ટ

14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા અવંતિપોરાથી જ્યારે સીઆરપીએફનો કાફલો પસાર થઈ રહ્યો હતો ઠીક તે સમયે જ એક જોરદાર બ્લાસ્ટ થયો. શરૂઆતમાં આને એક આઈઈડી બ્લાસ્ટ માનવામાં આવ્યો હતો પરંતુ થોડી કલાકો બાદ સુસાઈડ બોમ્બરે બ્લાસ્ટ કર્યો હોવાની પુષ્ટિ થઈ હતી અને આ બ્લાસ્ટમાં આરડીએક્સનો ઉપયોગ કરાયો હતો. હુમલામાં 40 જવાનો શહીદ થઈ ગયા હતા. જે કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો તેમાં 2500 જવાન સામેલ હતા. હુમલાની થોડી કલાકો બાદ જ જૈશ એ મોહમ્મદે હુમલાની જવાબદારી લઈ લીધી હતી. આ હુમલાએ સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાવી દીધી હતી અને 17 વર્ષ પહેલા થયેલ એક હુમલાની યાદ તાજા કરી દીધી હતી. જે જવાનો હુમલામાં શહીદ થયા હતા જે કાફલાામાં સામેલ હતા તેઓ બધા ભારે હિમવર્ષાને કારણે એક અઠવાડિયાથી જમ્મુમા જ ફસાઈ ગયા હતા.

રજામાંથી પરત ફરી રહ્યા હતા જવાન

રજામાંથી પરત ફરી રહ્યા હતા જવાન

હિમવર્ષાને પગલે જે જવાનો શ્રીનગર જવાના હતા તેમની સંખ્યામાં વધારો થઈ ગયો અને કાફલામાં જવાનોની સંખ્યા પણ વધી ગઈ. કેટલાય જવાન રજા પૂરી કરી ડ્યૂટી પર પાછા ફર્યા હતા. જવાનોનો કાફલો જમ્મૂ સ્થિત ચેનાની રામા ટ્રાંસિટ કેમ્પથી શ્રીનગર માટે નિકળ્યો હતો. જવાનોને સૂર્યાસ્ત પહેલા ત્યાં પહોંચવાનું હતું. 78 બસમાં 2500 જવાનોને લઈ કાફલો જમ્મુથી રવાના થયો હતો. જમ્મુમાં સીઆરપીએફના પ્રવક્તા આશીષ કુમાર ઝાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જવાન રજા પરથી પરત ફરી રહ્યા હતા. તમામ જવાનોને શ્રીનગરના બખ્શી સ્ટેડિયમ સ્થિત ટ્રાંસિટ કેમ્પમાં પહોંચાડવાના હતા.

સવારેથી સફર કરી રહ્યા હતા જવાન

સવારેથી સફર કરી રહ્યા હતા જવાન

સફર લગભગ 320 કિમી લાંબો હતો અને સવારે 3.30 વાગ્યેથી જવાનો સફર કરી રહ્યા હતા. હુમલા બાદ સીઆરપીએફ અધિકારી તરફથી આ હુમલા વિશે જાણકારી આપવામાં આવી. તેમણે એ સમયે જણાવ્યું હતું કે કાફલામાં 70 બસ હતી અને તેમાંથી એક બસ હુમલાની લપેટમાં આવી ગઈ. કાફલો જમ્મુથી શ્રીનગર રફ જઈ રહ્યો હતો. ચોંકાવનારી વાત એ હતી કે આતંકી સંગઠન જૈશે ટેક્સ્ટ મેસેજ મોકલીને હુમલાની જવાબદારી લીધી. જૈશે આ મેસેજ કાશ્મીરની ન્યૂઝ એજન્સી જીએનએસને મોકલ્યો હતો. બાદમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે આ હુમલામાં બે બસોને નિશાન બનાવવામાં આવી જે જવાનોને લઈને જઈ રહી હતી. જૈશના આતંકી આતિફ અહમદ ડારે આ હુમલાને અંજામ આપ્યો હતો.

પહેલેથી જ હાઈવે પર તૈયાર હતો હુમલાખોર

પહેલેથી જ હાઈવે પર તૈયાર હતો હુમલાખોર

પુલવામાના અવંતિપોરાથી જ્યારે સીઆરપીએફ જવાનને લઈને બસ પસાર થઈ રહી હતી ઠીક એવા સમયે એક કાર બસ સાથે ટકરાઈ હતી. આ કાર પહેલેથી જ હાઈવે પર ઉભી હતી. જેવી જ બસ અહીં પહોંચી જોરદાર ધમાકો થયો. જવાનોને લઈ બસ જમ્મુથી શ્રીનગર જઈ રહી હતી. જે જગ્યાએ હુમલો થયો ત્યાંથી શ્રીનગરની બીજી બસ 33 કિમી દૂર હતી અને કાફલાને પહોંચવામાં માત્ર કલાકનો સમય બચ્યો હતો. ધમાકો એટલો જોરદાર હતો કે જવાનોના શરીરના ચિથડા ઉડી ગયા હતા. આ હુમલાને જૈશ તરફથી લેવામાં આવનાર બદલો માનવામાં આવ્યો હતો. હુમલાથી બે દિવસ પહેલા પુલવામાના જ રાત્નીપોરા વિસ્તારમાં થયેલ એન્કાઉન્ટરમાં સુરક્ષાબળએ જૈશના એક આતંકીને ઠાર માર્યો હતો.

ઉરી બાદ સૌથી મોટો હુમલો

ઉરી બાદ સૌથી મોટો હુમલો

વર્ષ 2016માં થયેલ ઉરી આતંકી હુમલા બાદ સુરક્ષાબળ વધુ એક ખરાબ આતંકી હુમલાનું નિશાન બન્યું હતું. આ હુમલામાં 45થી વધુ જવાનો ઘાયલ થઈ ગયા હતા. કેન્દ્રમાં નરેન્દ્રમ મોદીની સરકારના પહેલા કાર્યકાળના પાંચ વર્ષમાં આ 18મો આતંકી હુમલો હતો. પુલવામા હુમલાને જૈશના આતંકી આદિલ અહમદ ડાર ઉર્ફ વકાસે અંજામ આપ્યો હતો. આદિલની ઉંમર 23 વર્ષની હતી અને તે પુલવામાના કાકાપોરાનો રહેવાસી હતો. આદિલ વર્ષ 2018માં જૈશ સાથે જોડાયો હતો. જૈશે હુમલા બાદ આદિલને પોતાનો કમાંડો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેણે ઘણી બહાદુરીથી પોતાનું મિશન પૂરું કર્યું.

લખનઉની કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ, કેટલાય વકીલો ઘાયલ થયા

English summary
One Year of Pulwama Attack: Know all about the suicide attack on CRPF convoy just a year back.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X