• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Oneindia Exclusive: શિશુના જાતિય શોષણને પ્રોત્સાહન આપતા ગ્રુપનો પર્દાફાશ

By Shachi
|

ભારતમાં ઇન્ટરનેટનો ફેલાવો જેટલી ઝડપથી થયો છે, એટલી જ ઝડપથી સમાજમાં વિકૃતિઓ પણ ફેલાઇ છે. લોકો પહેલાં પણ એડલ્ટ ફિલ્મો જોતા હતા, પરંતુ જ્યારથી લોકોને ફ્રી ડાટા મળી રહ્યો છે ત્યારથી લોકો આનો ઘણો ગેરલાભ લઇ રહ્યાં છે. અમારી ટીમે કેરળમાં ચાલી રહેલ પૉર્ન બિઝનેસનો ખુલાસો કર્યો છે. વન ઇન્ડિયાની ટીમે એક એવી ગેંગને ખુલ્લી પાડી છે, જે ટેલિગ્રામ ગ્રુપ દ્વારા ચાઇલ્ડ પૉર્નને પ્રોત્સાહન આપતી હતી. આ ગ્રુપમાં નાની બાળકીઓની અશ્લીલ તસવીરો અને વીડિયો અપલોડ કરવામાં આવતા હતા અને લોકો એનો આનંદ લેતા હતા. આ પ્રકારના એક ગ્રુપના એડમિન શારફ અલીની પોલીસે ધરપકડ કરી છે, જેની સામે પૉસ્કો અને આઈટી એક્ટ સહિત અનેક ધારાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

નાની બાળકીઓની તસવીર

નાની બાળકીઓની તસવીર

વન ઇન્ડિયાના ઇનવેસ્ટિગેશનમાં આ વાતનો ખુલાસો થયો છે કે, આ ગ્રુપમાં પિતા પોતાની ત્રણ વર્ષ સુધીની બાળકીની તસવીરો મુકતો હતો અને લોકો એન્જોય કરતા હતા. આ ગ્રુપમાં ગંદી તસવીરો અંગે દલીલ પણ થતી હતી. ‘બાળકી જેટલી નાની હોય એટલું સારું, કારણ કે પાછળથી બાળકોને બધું યાદ રહેવા માંડે છે. આથી કુમળી વયે જ તેમની સાથે આ કરવું.' આ પ્રકારની નિમ્ન કક્ષાની દલીલો અને ચર્ચાઓ પણ આ ગ્રુપમાં જોવા મળી હતી.

ઓનલાઇન અશ્લીલ ચેનલ

ઓનલાઇન અશ્લીલ ચેનલ

વન ઇન્ડિયાની ટીમને ટેલિગ્રામ ચેટ ગ્રુપ ઉપરાંત એક ઓનલાઇન અશ્લીલ ચેનલ ‘નાદાન થોંડ' અંગે પણ જાણકારી મળી હતી, જે અંગે તપાસ શરૂ થઇ હતી. મેડિકલ ટ્રાંસક્રિપ્શનિસ્ટ જલજિથ થોટોલી વડે MLPM નામના ટેલિગ્રામ ગ્રુપ અંગે જાણકારી મળી હતી, જે અમારી ટીમે જોઇન કર્યું હતું. આ ગ્રુપ ગે સેક્સ અને વાઇફ સ્વેપિંગ જેવા ટોપિક માટે હતું. એડમિનને અમારી ટીમ પર ભરોસો આવ્યા બાદ એક નવા ગ્રુપ ‘પુમબટ્ટા'માં જોઇન કરવામાં આવ્યા, જે ચાઇલ્ડ પૉર્ન માટે ચલાવવામાં આવી રહ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચને આપી માહિતી

ક્રાઇમ બ્રાન્ચને આપી માહિતી

‘પુમબટ્ટા' ગ્રુપ 22 નવેમ્બર, 2017ના રોજ બનાવવામાં આવ્યું હતું, જેમાં બાળકોના અશ્લીલ વીડિયો મુકવામાં આવતા હતા. અમારી ટીમે આઈજીપી ક્રાઇમ બ્રાંચને આ અંગે માહિતી આપી હતી. 28 નવેમ્બરના રોજ આ ગ્રુપ બંધ કરવામાં આવ્યું, કારણ કે કેટલાક વિવરણ ઓનલાઇન લીક થયા હતા. અમારી ટીમે ગ્રુપ ચાલી રહેલ ચર્ચાઓ અને વીડિયોના સ્ક્રિનશોટ પોલીસ સાથે શેર કર્યા અને એડમિનનો ફોન નંબર પણ આપ્યો હતો. ગ્રુપ એડમિનની ઓળખાણ શારફ અલીના રૂપમાં થઇ હતી. પોલીસે કેરળના મલપ્પુરામથી તેની ધરપકડ કરી હતી. તે ટેલિગ્રામ ગ્રુપ ઉપરાંત ઓનલાઇન અશ્લીલ ચેનલ ‘નાદાન થોંડ' પણ ચલાવતો હતો.

5 હજાર ફોલોઅર્સ સાથે 4 ગ્રુપ

5 હજાર ફોલોઅર્સ સાથે 4 ગ્રુપ

શારફ અલીના ટેલિગ્રામ પર લગભગ 5 હજાર ફોલોઅર્સ સાથે 4 ગ્રુપ હતા, ફોલોઅરને એડમિનની અનુમતિ બાદ ગ્રુપમાં એડ કરવામાં આવતા હતા. ફોલોઅર ગ્રૂપ્સમાં વીડિયો શેર કરી શકતા હતા. ઓનલાઇન અશ્લીલ ચેનલ ‘નાદાન થોંડ', જેનો હિંદી અનુવાદ ‘દેશી પૉર્ન' થાય છે, પર માત્ર એડમિન જ વીડિયો અપલોડ કરી શકતા હતા. મલયાલી ગ્રુપ‘પુમબટ્ટા' પર ઉપયોગમાં લેવાયેલ વિવાદિત વીડિયો અને કન્વેર્સેશન મળી આવ્યા છે. ગ્રુપમાં સભ્યો વચ્ચે બાળકોની ટાર્ગેટ એજ અંગે દલીલ થતી હતી. એક સભ્યએ સૂચન આપ્યું હતું કે, એકથી ત્રણ વર્ષ વચ્ચેના બાળકોના વીડિયો બનાવવા જોઇએ, કારણ કે તેમને કશું યાદ રહેતું નથી. પરંતુ એડમિને કહ્યું કે, માત્ર 4થી 15 વર્ષના બાળકોનો વીડિયો બનાવવામાં આવે. આ વાત મેડિકલ ટ્રાન્સક્રિપ્શનિસ્ટ જલજિથ થોટ્ટાલિલે જણાવી હતી, જેમણે ગત મહિને આ મામલે ફરિયાદ નોંધાવી હતી થોટ્ટિલાલે પોતાના મિત્ર બીનૂ ફાલગુનન સાથે એડમિનને વિશ્વાસમાં લઇ આ ગ્રુપમાં જોડાયા હતા. તેમણે પુરાવા એકઠા કર્યા અને પોલીસને સોંપ્યા.

વાંધાજનક માહિતી

વાંધાજનક માહિતી

આ ગ્રુપમાં અનેક વાંધાજનક માહિતી મળી આવી છે. જેમાં નાના બાળકો સાથે દુષ્કર્મ થતા હોય તેવા વીડિયોથી લઇને અયોગ્ય પોસ્ટ પણ દર્શાવવામાં આવી હતી. આ સિવાય પણ અનેક વાંધાજનક સામગ્રી આ ગ્રુપમાંથી મળી આવી છે. આ ગ્રુપ્સમાં મોટાભાગના વિદેશી વીડિયો પોસ્ટ થતા હતા. નોંધનીય છે કે આ પહેલા પણ આવા ઓનલાઇન સેક્સ રેકેટો કેરળમાં ઉજાગર થઇ ચૂક્યા છે, ત્યારે વનઇન્ડિયા દ્વારા આવા લોકોને ખુલ્લા પાડવામાં આવ્યા છે.

English summary
Oneindia exposed the secret Telegram group of pedophiles in Kerala.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X