
ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગી, ઘણા લોકો ફસાયા
નવી મુંબઈમાં ઓએનજીસીના પ્લાન્ટમાં મંગળવારે સવારે આગ લાગી હતી. ઓએનજીસીના કોલ્ડ સ્ટોરેજમાં આગની બાતમી મળતાં તાત્કાલિક ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓએનજીસીના પ્લાન્ટની આજુબાજુ ઘણા ગામો છે. મીડિયા અહેવાલો અનુસાર આગ સવારે 7 વાગ્યે શરૂ થઈ છે, આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે, જ્યારે ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
આગને પગલે ઘણા લોકો કોલ્ડ સ્ટોરેજમાં ફસાયા હોવાની આશંકા છે. હાલમાં 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. આગની તીવ્રતાને જોતા આજુબાજુનો વિસ્તાર ખાલી કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગના અડધો ડઝનથી વધુ વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સવારે 7 વાગ્યે શરૂ થયેલી આગને કાબૂમાં લેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનના કાબુલમાં મોટો બોમ્બ ધમાકો, 5ના મોત, 50થી વધુ ઘાયલ
Maharashtra: Fire breaks out at a cold storage at Oil and Natural Gas Corporation (ONGC) plant in Uran, Navi Mumbai. Fire tenders have reached the spot. pic.twitter.com/V2HSCt58nJ
— ANI (@ANI) September 3, 2019