For Quick Alerts
For Daily Alerts

ઈન્ટરનેટ વગરનું ઓનલાઈન શિક્ષણ, મહારાષ્ટ્રની 71 હજારથી વધુ શાળાઓમાં ઇન્ટરનેટ જ નથી
કોરોના મહામારીને લઈને શાળાઓ દ્વારા ઑનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે ત્યારે મહારાષ્ટ્રમાં શિક્ષણની વાસ્તવિક સ્થિતી દર્શાવતો એક અહેવાલ સામે આવતા સરકારના દાવાની હવા નિકળી ગઈ છે. યૂ-ડાયસ પ્લસના એક અહેવાલ મુજબ મહારાષ્ટ્રની એક લાખ શાળામાંથી 71,000 શાળાઓમાં ઇન્ટરનેટની સુવિધા જ ઉપલબ્ધ નથી. તો હવે સવાલ એ છે કે શાળાઓએ બાળકોને ઑનલાઇન શિક્ષણ કેવી રીતે આપ્યું?
દેશની દરેક શાળામાં રહેલી સુવિધાઓ બાબતે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે માહિતી એકઠી કરી યૂ-ડાયસ પ્લસ સિસ્ટમમાં અપલોડ કરાયેલા ડેટાને હાલમાં જ કેન્દ્રીય શિક્ષણપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.
Comments
English summary
Online education without internet, more than 71 thousand schools in Maharashtra do not have internet,