• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઈન્ટરનેટ વગરનું ઓનલાઈન શિક્ષણ, મહારાષ્ટ્રની 71 હજારથી વધુ શાળાઓમાં ઇન્ટરનેટ જ નથી

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીને લઈને શાળાઓ દ્વારા ઑનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે ત્યારે મહારાષ્ટ્રમાં શિક્ષણની વાસ્તવિક સ્થિતી દર્શાવતો એક અહેવાલ સામે આવતા સરકારના દાવાની હવા નિકળી ગઈ છે. યૂ-ડાયસ પ્લસના એક અહેવાલ મુજબ મહારાષ્ટ્રની એક લાખ શાળામાંથી 71,000 શાળાઓમાં ઇન્ટરનેટની સુવિધા જ ઉપલબ્ધ નથી. તો હવે સવાલ એ છે કે શાળાઓએ બાળકોને ઑનલાઇન શિક્ષણ કેવી રીતે આપ્યું?

આ અહેવાલ મુજબ દેશમાં 15 લાખ જેટલી શાળાઓ છે. જેમાંથી ફકત 3,35, 882 શાળામાં જ ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. મહારાષ્ટ્રની 1,10,229 શાળાઓમાંથી ફક્ત 39,140 શાળાઓમાં જ ઇન્ટરનેટ છે. જે કુલ સંખ્યાના માત્ર 35.39 ટકા છે. રાજ્યની 71,214 શાળામાં ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી, સૌથી મોટી વાત એ કે 31,890 શાળામાં કૉમ્પ્યુટર જ નથી. બીજી તરફ સરકાર વિદ્યાર્થીઓને ઑનલાઇન શિક્ષણ આપવાન મોટા મોટા દાવાઓ કરી રહી છે.

દેશની દરેક શાળામાં રહેલી સુવિધાઓ બાબતે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે માહિતી એકઠી કરી યૂ-ડાયસ પ્લસ સિસ્ટમમાં અપલોડ કરાયેલા ડેટાને હાલમાં જ કેન્દ્રીય શિક્ષણપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.

English summary
Online education without internet, more than 71 thousand schools in Maharashtra do not have internet,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X