For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર હિન્દુત્વથી સુધરશે દેશની પરિસ્થિતિ: મોહન ભાગવત

|
Google Oneindia Gujarati News

mohan bhagwat
મેરઠ, 19 જૂન : રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બીજેપીમાં રાષ્ટ્રીય ભૂમિકા આપવાને સમર્થન આપતા જણાવ્યું કે હિન્દુત્વ જ એક માત્ર રસ્તો છે જેના દ્વારા દેશમાં પરિવર્તન લાવી શકાય છે.

મોદીનું કદ વધારવાનો વિરોધ કરી રહેલા બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણી અને બિહારના મુખ્યમંત્રી નીતિ કુમારનું નામ લીધા વગર તેમણે કહ્યું કે 'કોઇ પસંદ કરે કે ના કરે, હિન્દુત્વ જ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા દેશમાં પરિવર્તન લાવી શકાશે. તેનાથી જ દેશનું સમ્માન શક્ય છે.' ભાગવતે જણાવ્યું કે 'અમે નેતા અને એજેન્ડા બદલીને જોઇ લીધું, કંઇ કામમાં આવ્યું નહીં. રાજનીતિ દ્વારા ભારતને મહાશક્તિ બનાવી ના શકાય, એવું માત્ર હિન્દુત્વથી જ કરી શકાશે.'

સંઘ પ્રમુખે દેશની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે સરહદો સુરક્ષિત નથી, દેશની અંદર પણ ખતરો મંડરાઇ રહ્યો છે. 'ચીન આપણી સરહદમાં ધસી આવ્યું અને આપણે તેને પાઠ ભણાવવાનું સાહસ ના કરી શક્યા. તિબ્બત પર કબ્જો જમાવ્યા બાદ તે ભારતીય રાજ્યો પર પણ પોતાનો હક જતાવવા સાહસ કરે છે અને પોતાની શરતો પર સીમા છોડે છે. પાકિસ્તાનમાં સરબજીત સિંહની હત્યા કરી દેવામાં આવી'

નક્સલી સમસ્યાનો ઉલ્લેખ કરતા સંઘ પ્રમુઘે જણાવ્યું કે માઓવાદી બંદૂકની અણીએ સત્તા હાસલ કરવાનું વિચારી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આવા લોકો બોલીની નહીં ગોળીની ભાષા સમજે છે અને તેમની સાથે એ જ ભાષામાં વાત થવી જોઇએ.

English summary
"We have changed leaders and agendas, nothing has worked. Politics is not the way to make India a superpower, it is only Hindutva that can do it," the RSS chief said while speaking at a Sangh's programme.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X