ઓરિસ્સા માટે માત્ર સ્થાનિક પક્ષો જ યોગ્યઃ CM નવીન પટનાયક
ભુવનેશ્વરઃ મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યુ છે કે ઓરિસ્સા માટે માત્ર સ્થાનિક પાર્ટીઓ જ ફિટ બેસે છે. જો રાજ્યને રાષ્ટ્રીય પાર્ટીઓ ચલાવવા લાગશે તો અમારો એ ઉદ્દેશ નિષ્ફળ થઈ જશે જેમાં ઓરિસ્સાને ભાષાના આધારે એક અલગ રાજ્ય બનાવવાનુ છે. નવીન પટનાયકે કહ્યુ કે ઓરિસ્સાને એક અલગ રાજ્ય બનાવવાનો ઉદ્દેશ જ એ હતો કે અહીંની વિશેષતાઓને બચાવીને અને સંભાળીને રાખી શકાય. આ વાતો મુખ્યમંત્રીએ શુક્રવારે પાર્ટીના યુથ વિંગ બીજુ યુવા જનતા દળના કાર્યકર્તાઓને સંબોધિત કરીને કહી. વાસ્તવમાં પાર્ટીનો 26 ડિસેમ્બરે સ્થાપના દિવસ છે અને તે પહેલા સીએમે બીજુ યુવા જનતા દળ સાથે એક બેઠક કરી.
અમારો ઉદ્દેશ એ જ, જેના માટે થયુ હતુ રાજ્યનુ નિર્માણ - નવીન પટનાયક
આ બેઠકમાં બીજેડી અધ્યક્ષે આગળ કહ્યુ છે કે માત્ર એ જ પાર્ટીઓ ઓરિસ્સા માટે લડાઈ લડી શકે છે, જેમનુ પોતાનુ જીવન અને વિકાસ રાજ્યના વિકાસ સાથે જોડાયેલુ હોય. બીજેડી એક સ્થાનિક પાર્ટી છે અને તેનો ઉદ્દેશ અને આધાર પણ એ જ છે, જેના માટે ઓરિસ્સા રાજ્યનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે 1936માં ઉડિયા ભાષાના આધારે ઓરિસ્સા પ્રાંત બનાવવામાં આવ્યો હતો. નવીન પટનાયકને સતત પાંચમી વાર રાજ્યના મુખ્યમંત્રી ચૂંટવામાં આવ્યા છે. જનતા વચ્ચે ક્ષેત્રવાદનો મુદ્દો ઉઠાવવો અને કેન્દ્રની રાજ્ય પ્રત્યે અનદેખીને પ્રકાશમાં લાવવી દરેક વખતે તેમના પક્ષમાં જાય છે.
રાષ્ટ્રીય પાર્ટીઓ પર પટનાયકે સાધ્યુ નિશાન
બેઠકમાં તેમણે કહ્યુ કે રાષ્ટ્રીય પાર્ટીઓની રણનીતિ હંમેશા આખા દેશમાં હિંદી ભાષી સભ્યતાને લાગુ કરવાની હોય છે. આનાથી તેમને મેજોરિટીને આકર્ષિત કરવાનો મોકો મળે છે પરંતુ એ જ સમયે તેઓ અમુક જનસંખ્યાની વિશેષ ઓળખને અનદેખી કરે છે. તેમણે કહ્યુ કે અમારા માટે હિંદીથી વધુ ઓડિયા ભાષા છે અને મહાનદી કોઈ પણ નદીથી વધુ પવિત્ર છે.
Flashback 2020: કોરોના, આગ સહિત ગુજરાતમાં બનેલી મુખ્ય ઘટનાઓ