For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NO Vaccine NO Drink : હવે માત્ર વેક્સિનના બન્ને ડોઝ લીધેલા લોકો જ ખરીદી શકશે દારૂ

આદેશમાં જિલ્લા આબકારી અધિકારીએ લખ્યું છે કે, કોરોના મહામારીને કારણે જિલ્લામાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, દેશી અને વિદેશી દારૂની દુકાનોમાંથી માત્ર એવા લોકોને જ વેચવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

NO Vaccine NO Drink : મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં ઘટાડો થતા શિવરાજ સિંહ ચૌહાણ સરકારે તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. જે દરમિયાન મધ્યપ્રદેશના ખંડવા જિલ્લા આબકારી વિભાગનો એક આદેશ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

દારૂ

કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો જ મળશે દારૂ

આદેશમાં જિલ્લા આબકારી અધિકારીએ લખ્યું છે કે, કોરોના મહામારીને કારણે જિલ્લામાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, દેશી અને વિદેશી દારૂની દુકાનોમાંથી માત્ર એવા લોકોને જ વેચવામાં આવશે, જેમને કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હશે.

જિલ્લામાં છે 55 દેશી અને 19 વિદેશી દારૂની દુકાનો

ઉલ્લેખનીય છે કે, ખંડવા જિલ્લામાં 55 દેશી અને 19 વિદેશી દારૂની દુકાનો છે. જિલ્લા આબકારી અધિકારીનો આ આદેશ દારૂના કોન્ટ્રાક્ટર્સ અને દારૂ પીનારાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યનના સુરતના લોકો કે જેમણે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે, તેઓને બગીચાઓ અને પ્રાણી સંગ્રહાલય જેવી જાહેર જગ્યાઓમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)એ જણાવ્યું કે, આ નિયમ 15 નવેમ્બરથી અમલમાં આવશે.

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને ટાંકીને જણાવ્યું હતું કે, સુરતમાં ઓછામાં ઓછા 668,000 લોકોએ તેમની નિયત તારીખ વટાવી હોવા છતાં કોવિડ 19 વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. ઘણા કિસ્સાઓમાં, તેઓએ તેમનો બીજો ડોઝ લીધો નથી, તેમ છતાં તેમને તેમનો બીજો ડોઝ લેવાનો હતો, તે દિવસથી લગભગ 250 દિવસ થઈ ગયા છે, અને વારંવાર કોલ, મેસેજ અને ડોર ટુ ડોર ઝુંબેશ છતાં આ અંતરમાં સતત વધારો થઇ રહ્યો છે.

મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, જે કારણે આવા લોકોને જાહેર સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને જાહેર બગીચા, ઉદ્યાનો, પ્રાણી સંગ્રહાલય, માછલીઘર, વિજ્ઞાન કેન્દ્રો વગેરેમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેઓને શહેરની બીઆરટી બસમાં પણ ચઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

નાગરિક સંસ્થાના જણાવ્યા મુજબ, સુરતે કોવિડ 19 રસીના બંને ડોઝ સાથે લગભગ 62 ટકા લાભાર્થીઓને રસી અપાવી છે, જેનો અર્થ એ થાય છે કે, જે લોકોએ રસીકરણ કરાવ્યું છે, તેઓએ વાયરલ બીમારી સામે સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કર્યું છે.

English summary
Only those who have got both doses of Corona will be able to buy liquor in Khandwa MP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X