For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : ઓપરેશન બ્લેક સાથે પાકિસ્તાને કેવી રીતે મોદી સરકારને અસ્થિર બનાવવાનું પ્રપંચ રચ્યું?

|
Google Oneindia Gujarati News

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 56 ઇંચની છાતીથી ગભરાયેલા પાકિસ્તાને હવે નરેન્દ્ર મોદી સરકારને અસ્થિર કરવા માટે એક નવું પ્રપંચ ઘડી કાઢ્યું છે. આ પ્રપંચ દ્વારા તે આંતરરાષ્ટ્રીય દબાણ લાવીને પોતાના દુષ્કૃત્યો પર ઢાંક પિછોડો કરવા સાથે નરેન્દ્ર મોદીની છબીને ડહોળવાનું પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રપંચને તેમણે 'ઓપરેશન બ્લેક' નામ આપ્યું છે.

'ઓપરેશન બ્લેક'માં રચવામાં આવેલા વ્યુહ અનુસાર નરેન્દ્ર મોદી સામે નવા નવા કેસ દાખલ કરીને તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જ ઓપરેશન બ્લેક અંતર્ગત નરેન્દ્ર મોદીને ગુજરાતના રમખાણો 2002 અંતર્ગત અમેરિકા મુલાકાત દરમિયાન એરપોર્ટ પર પહોંચતા જ સમન પાઠવવામાં આવ્યું હતું.

ઓપરેશન બ્લેક શું છે તે અંગે જાણવા આગળ વાંચો...

મોદી સરકારને અસ્થિર કરવા 'ઓપરેશન બ્લેક' પર ISI કામ કરે છે
આ માટે કોલાઇઝન અગેઇન્સ્ટ જેનોસાઇડ (CAG) દ્વારા યુએનની માનવ અધિકાર પરિષદમાં નરેન્દ્ર મોદી સામે ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ દ્વારા ભારત સરકારને મુંઝવવા સાથે આ વિષય પર કામ કરી રહેલી 46 એનજીઓને પણ ટાર્ગેટ કરવાનો ઇરાદો છે. જેમાંથી 16 જેટલી પાકિસ્તાનની એનજીઓ છે. આ એનજીઓમાં ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ (Inter-Services Intelligence -ISI)ના પૈસા લાગેલા છે.

ભારતીય એજન્સીઓ શું કહે છે?
પાકિસ્તનના પ્રપંચ પર નજીકથી નજર રાખી રહેલી ભારતીય એજન્સીઓના કહેવા અનુસાર પાકિસ્તાન દ્વારા એક ફરિયાદ નોંધાવીને એવો પુરાવો ઉભો કરવાનો પ્રયાસ થયો હતો જેનો હેતુ ભારતના વડાપ્રધાન અન્ય ધર્મના માનવ અધિકારમાં માનતા નથી તેમ દર્શાવવાનો હતો. આ માટે તેમનું ધ્યાન ગુજરાતના 2002ના કોમી રમખાણો પર હતું. જો કે તેમના પ્રપંચને યોગ્ય ઠેરવવા માટે તેમને ખ્રિસ્તીઓ તરફથી પણ કેટલાક નિવેદનોની જરૂર પડી શકે છે.

ભારત સામે સાયકોલોજી વૉર છેડી છે પાકિસ્તાને
ISI દ્વારા ભારત સામે સાયકોલોજીકલ વૉર રમવામાં આવી રહી છે. ભારત પર સતત પ્રહારો કરવાનું તેમના માટે શક્ય નથી કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો વિરોધ ઉભો થઇ શકે છે. નોંધનીય છે કે ભારતે તમામ રાષ્ટ્રો સાથે પોતાના સંબંધો મજબૂત કરવાના નવેસરથી પ્રયાસો આદર્ા છે. તેમાં ભારતના પાડોશી રાષ્ટ્રોનો પણ સમાવેશ થાય છે. આ બાબત ISIની આંખમાં કણાની માફક ખૂંચે છે.

ભારત સામે ભારતીયોને જ ઉભા કરવાનો ISIનો પ્લાન
પાકિસ્તાન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ફરિયાદ નોંધાવવા માટે તત્પર હતું. આ માટે તેણે છેલ્લા બે મહિનાથી તૈયારીઓ શરૂ કરી હતી. આ માટે તેણે CAGનો ભાગ હોય તેવી એનજીઓને કામગીરી કરવા માટે સક્રિય કરવા ઉપરાંત ભારતમાંથી જ એવા ભારતીયો તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં બોલી શકે. આ પાછળનો તેનો હેતુ ફરિયાદ નોંધાવી તેના વિશે ચર્ચા ઉભી કરવાનો હતો જેના કારણે ભારતની છબી કલંકિત બને.

ભારતના સંબંધોમાં ખટાશ લાવવાનો પ્રયાસ
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ પાડોશી દેશો તરફથી જે સકારાત્મક પ્રતિભાવો ભારતને સાંપડ્યા હતા તેને ISI તોડવા માંગતું હતું. બીજા શબ્દોમાં કહીએ તો મીઠા સંબંધોમાં ખટાશ ભેળવવા માંગતું હતું. શ્રીલંકા, નેપાળ અને ચીન સાથેના સંબંધો તૂટે તે માટે ISIએ પ્રયાસો શરૂ કર્યા હતા. આ સંદર્ભમાં ISIએ ઓપરેશન બ્લેક માટે કરાંચીમાં એક બેઠક યોજી હતી. જેમાં 8 કર્નલ્સે ભાગ લીધો હતો.

ભારત સરકારને મૂંઝવણમાં મૂકવાના સતત પ્રયાસો
પાકિસ્તાને ભારત સરકારને મૂંઝવણમાં મૂકવાના સતત પ્રયાસો કર્યા છે. તેમાં કેટલાક સિખ સંગઠનોને પૈસા આપીને સિખોના મુદ્દૈ ભારતમાં ફરિયાદ કરવા કહ્યું છે. આ સંદર્ભમાં આગામી મહિનાઓમાં ભારતના કેટલાક ખાસ નેતાઓ સામે અમેરિકાની કોર્ટ્સમાં અનેક ફરિયાદ દાખલ થવાની સંભાવના છે.

narendra-modi-addresses-69th-session-of-unga-5

ભારતની વિરુદ્ધ ISIનું ફંડિંગ
ISI માને છે કે તેનો પ્લાન સફળ બનાવવા માટે વધારે લોકોને તેના પ્લાનમાં સાંકળવા પડશે. આ માટે વધારે ફંડિંગની જરૂર પડશે. જે તે આપી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે ભારતમાં રહેતા ભારતીયોને તૈયારી કરવા ઉપરાંત યુકેમાં રહેતા ભારતીયોને પણ તૈયાર કરવામાં આવશે. આ કામ આઇએસએઇની જે ચેનલ ભારતમાં હથિયારો અને ડ્રગ્સની દાણચોરી કરે છે તેના દ્વારા જ કરવામાં આવશે.

English summary
Operation Black : What is Pakistan's new humbug to destabilizing Narendra Modi government?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X