For Quick Alerts
For Daily Alerts
અમૃતસરના એરપોર્ટના પાર્કિંગમાંથી મળી આવી શંકાસ્પદ બેગ
પંજાબ માં અમૃતસર માં શ્રીગુરુ રામદાસજી એરપોર્ટ પર બોમ્બ હોવાની શંકાના પગલે એરપોર્ટનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. એરપોર્ટના પાર્કિંગમાંથી એક શંકાસ્પદ બ્રિફકેસ મળી આવતાં બોમ્બ સ્કોડને બોલાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પઠાનકોટ એરબેસ માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. હાઇ એલર્ટને કારણે સર્ચ ઓપરેશન સતત ચાલુ હતું. સર્ચ ઓપરેશન દરમિયાન એરપોર્ટના પાર્કિંગમાંથી શંકાસ્પદ બ્રિફકેસ મળી આવી હતી. શંકાસ્પદ બ્રિફકેસમી સૂચના મળતાં જ પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી હતી અને એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું.