ચીનને કેવી રીતે જવાબ આપવો જોઇએ, જાણો વનઇન્ડિયાના પાઠકોનું મંતવ્ય
એક તરફ જ્યાં દુનિયા કોરોના મહામારીના પ્રકોપ સામે લડી રહી છે, ત્યારે બીજી તરફ ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જે વર્તમાન સમયમાં કોરોના વાયરસના જનક કહેવાતા ચીન સાથે પણ બે-બે હાથ કરી રહ્યો છે. દેશમાં એક તરફ જ્યાં કોરોનાના ફ્રંટ લાઇન વોરિયર્સ દરરોજ પોતાના જીવને હથેળી પર રાખી આ વાયરસ સામે લડત ચલાવી રહ્યા છે. ત્યારે ભારત-ચીન સરહદ (LAC) પર ભારતીય સેનાના જવાન ચીની સેના સામે ટક્કર આપી રહ્યા છે. અગાઉ પણ ત્રણ વખત બંને દેશની સેના આમને સામને આવી ગઇ હતી.

તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવે
20 જવાનોની શહાદતથી દેશમાં ગુસ્સાનો માહોલ છે. કેટલાય લોકો ઇચ્છે છે કે ચીન સાથે 'જેવા સાથે તેવા' જેવો વ્યવહાર કરવો જોઇએ, એટલ કે ચીનને તેમની જ ભાષામાં ઝડબાતોડ જવાબ આપવામાં આવે જેથી બીજીવાર ભારતની જમીન તરફ આંખ ઉઠાવીને જોતા પહેલા સો વાર વિચારે. સુરશ પ્રજાપતિ નામના વાચકે કહ્યું કે યુદ્ધથી જ તેમને જવાબ આપવો જોઇએ.

ચીન પાસેથી આપણી જમીન પાછી છીનવો
સતિષ ખુંટ નામના પાઠકે કહ્યું કે, તાત્કાલિક ધોરણે તમામ ભારતીયો ચીનની તમામ પ્રોડક્ટ્સ સેવાઓ અને વસ્તુઓ પર બેન લગાવવો જોઇએ. જો ગલવાન ઘાટી ભારતનો હિસ્સો હોય તો ભારતની જમીનનો અડધો ઇંચ પણ ચીન પાસેથી પરત લેવો જોઇએ. તેમણે કહ્યું કે ચીન પર એવો હુમલો કરો કે તે તાઇવાન, હોંગકોંગ, તિબેટ અને ચીન એમ ચાર નવા દેશોમાં વહેંચાઇ જાય. ચીનને એવો જવાબ આપો કે ત્યારેય કંઇ ના કરી શકે.

વન ચાઇના પોલિસીમાંથી ભારત બહાર નીકળે
નીકસનકુમાર ભવાનભાઇ સોનાણી નામના એક પાઠકે પોતાનો વિચાર રજૂ કરતા કહ્યું કે, ભારત વન ચાઇના પોલિસીમાંથી બહાર નીકળી જાય, ભારત દ્વારા તાઇવાનને એક સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો અપાવવામાં આવે, તાઇવાનમાં ભારતની એમ્બેી ચાલુ કરવી જોઇએ અને તાઇવાનને ભારતમાં પોતાની એમ્બેસી ચાલુ કરવામાં ભારતે મદદ કરવી જોઈએ.

યુદ્ધ સમાધાન નથી, ચીની વસ્તુઓ પર પ્રતિબંધ લાદો
ચેતન વાઘેલા નામના પાઠકે કહ્યું કે, ભગવત ગીતા મુજબ યુદ્ધ કોઇપણ સમસ્યાનું સમાધાન નથી. આપણે સાઇલન્ટ મોડમાં ચીનને જવાબ આપવો જોઇએ જેમ કે ચીનની ચીજ-વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઇએ અને આપણી ભારતની ખુદની પ્રોડક્ટ પેદા કરીને વિશ્વભરમાં તેનો ફેલાવો કરવો જોઇએ જેથી ચીનનું અર્થતંત્ર ગગડે. દિલિપ દેસાઇ નામના પાઠકે પણ ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરવો જોઇએ તેવું મંતવ્ય રજૂ કર્યું.
ભારત-ચીન વિવાદઃ લદ્દાખમાં સ્થિતિ સામાન્ય થતા લાગશે લાંબો સમય
વાવડિયા લક્ષ્મણભાઇ નામના પાઠકે પણ ચીની પ્રોડક્ટની ખરીદી બંધ કરવા પર ભાર આપ્યો. તેમણે પોતાના મંતવ્યમાં જણાવ્યું કે, ચાઈના સાથેના સંબંધો ભવિષ્યમાં ગમે તેટલા સારા થાય તો પણ ભારતીય લોકો એ દેશ કે દુનિયાના કોઈ પણ ખૂણે મેડ ઇન ચાઇનાની કોઈ પણ સામાનની ખરીદીના કરવી જોઈએ અને જે દેશમાં ચાઈનાનુ માર્કેટીંગ સારુ હોય તે દેશમાં ભારતીય સામાનનુ માર્કેટીંગ ઓછું પ્રોફીટ કરીને વધારવુ જોઈએ.
પીસી ઠાકોર નામના પાઠકે પણ કહ્યું કે દરેક ભારતીયોએ સંકલ્પ કરવો જોઇએ કે તેઓ ચીનના સામાન સામગ્રીનો બહિષ્કાર કરે અને ભારત સરકારે ચીની કંપનીઓ તેમજ વેપાર પર બેન જરૂર લગાવવો જોઇએ.