
બંગાળમાં જીતની હેટ્રિક લગાવશે મમતા? જાણો શું કહે છે ABP News સી વૉટરનો ઓપનિયન પોલ
વિધાનસભા ચૂંટણી 2021 ઓપિનિયન પોલઃ પશ્ચિમ બંગાળમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી 2021 માટે એબીપી ન્યૂઝ સીવૉટરનો ઓપિનિયન પોલ આવી ગયો છે. આ ઓપિનિયન પોલના જણાવ્યા મુજબ મમતા બેનર્જી ત્રીજી વાર બંગાળના મુખ્યમંત્રી બની શકે છે. સીવૉટરના ઓપિનિયન પોલ મુજબ બંગાળમાં 294 વિધાનસભા સીટોમાંથી તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)ને 150માંથી 166 સીટો મળવાની આશા છે. બંગાળમાં જીતનો દાવો કરનાર ભાજપને ઓપિનિયન પોલમાં 98થી 114 સીટો મળવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. વળી, કોંગ્રેસ અને લેફ્ટનના ખાતામાં 23થી 31 સીટો જવાની સંભાવના છે. એબીસી ન્યૂઝ સીવૉટર પોલમાં બંગાળ ચૂંટણી માટે 19,314 લોકો સાથે વાત કરવામાં આવી છે. આ સર્વે 28 ફેબ્રુઆરીથી 13 માર્ચ વચ્ચે કરવામાં આવ્યો છે.
એબીપી ન્યૂઝ સીવૉટરના ઓપિનિયન પોલમાં શું શું પૂછવામાં આવ્યુ?
- પશ્ચિમ બંગાળમાં, એ પૂછવા પર કે આજે વિધાનસભા ચૂંટણી થવા પર તે કોને વોટ આપશે, લગભગ 44 ટકા લોકોએ ટીએમસી પર વિશ્વાસ બતાવ્યો છે. ત્યારબાદ ભાજપ 38.4 ટકા, કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધન પર લગભગ 13 ટકા અને અન્ય પર 5.5 ટકા લોકોએ પોતાનો ભરોસો બતાવ્યો છે.
- સર્વે એ પૂછવા પર કે પશ્ચિમ બંગાળના સીએમ માટે પહેલી પસંદ શું હશે? 52 ટકા લોકોએ કહ્યુ છે કે તે મમતા બેનર્જીને ફરીથી સીએમ જોવા માંગે છે. વળી, 27 ટકાએ કહ્યુ છે કે તે ભાજપ નેતા દિલીપ ઘોષને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. માત્ર 2 ટકા લોકોએ સીએમ તરીકે શુભેન્દુ અધિકારીનુ નામ લીધુ છે. વળી, 7 ટકા લોકોએ કહ્યુ છે કે મુકુલ રૉયે સીએમ બનવુ જોઈએ.
- સર્વેમાં પૂછવામાં આવ્યુ કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારનુ કામ કેવુ છે? જેના જવાબમાં 54 ટકા લોકોએ કહ્યુ છે કે મમતા બેનર્જી સરકારનુ કામ તેમને ગમ્યુ છે. વળી, 20 ટકા લોકોએ કામને સરેરાશ ગણાવ્યુ છે. 26 ટકા લોકોએ કહ્યુ છે કે પશ્ચિમ બંગાળ સરકારનુ કામ ખરાબ છે.
- પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના પ્રદર્શન પર શું કહેવુ છે તમારુ? 52 ટકા લોકોએ કહ્યુ કે સરકારનુ પ્રદર્શન સારુ છે. 22 ટકા લોકોએ સરેરાશ ગણાવ્યુ છે.
ગુજરાતના મંત્રી ઈશ્વરસિંહ પટેલનો કોરોના ટેસ્ટ આવ્યો પૉઝિટીવ