ઓપિનિયન પોલ શું કહે છે? વિધાનસભાની ચૂંટણીમાં જીત કોની?
આવનારા દિવસોમાં પાંચ રાજ્ય, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ તમામની વચ્ચે એક ઓપિનિયન પોલ સામે આવ્યો છે. જેમાં દાવો કર્યો છે કે ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગોવામાં થનાર વિધાનસભાની ચૂંટણીમાં કંઇ પાર્ટીની સરકાર બનવાની સંભાવના વધુ પ્રબળ છે. નોંધનીય કે ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. પણ ઓપિનિયન પોલ મુજબ કોઇ એક પાર્ટીને સંપૂર્ણ બહુમત મળવું આ ચૂંટણીમાં થોડું મુશ્કેલ છે.
આ ઓપિનિયન પોલ મુજબ ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગોવામાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં કોઇ એક પાર્ટીને બહુમત મળવું મુશ્કેલ દેખાઇ રહ્યું છે. તો ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીને બહુમત મળવાની સંભાવના પ્રબળ છે. આવો દાવો છે ગુરુવારે આવેલ ધ વીક-હંસા રિસર્ચના ઓપનિયન પોલનો. તો આ અંગે વધુ વાંચો અહીં...
Read also: પંજાબ વિધાનસભાનીચૂંટણીમાં જીત કોની? જાણો જ્યોતિષ શું કહે છે?
યુપીમાં ભાજપની જીત?
આ રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશ અને ગોવામાં ભાજપ સૌથી મોટી પાર્ટીના રૂપમાં સામે આવે તેવી સંભાવના છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસને વધારે સીટો મળી શકે છે. આ પોલ મુજબ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કુલ 403 સીટોમાં ભાજપને 192-196 સીટો મળવાની સંભાવના છે. સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો તેના અને કોંગ્રેસ ગઠબંધન વાળી સરકારને 178-182 સીટો મળવાની સંભાવના છે. ત્યાં જ બસપાને 20 થી 24 સીટો જ આ વખતે મળશે અને અન્યના ખાતામાં ખાલી 5-9 સીટો આવે તેવું આ પોલ મુજબ લાગી રહ્યું છે.
પંજાબ
પંજાબમાં વિધાનસભાની કુલ 117 સીટોમાંથી કોંગ્રેસને 49-51 સીટો મળી શકે છે. આમ આદમી પાર્ટીને 30-35 સીટો મળશે. તે સિવાય શિરોમણી અકાલી દળ અને ભાજપના ગઠબંધનને ખાલી 28-30 સીટો જ મળવાની સંભાવના છે. જ્યારે અન્ય લોકોના ખાતામાં 3-5 સીટો આવશે.
Read also:કોને મળશે યુપીની ખુરશી? શું કહે છે જ્યોતિષ?
ઉત્તરાખંડ
ઉત્તરાખંડની 70 વિધાનસભા સીટોમાં ભાજપને આ વખતે 37-39 સીટો મળવાની સંભાવના છે. તો કોંગ્રેસને 27-29 અને બીએસપીને ખાલી 1-3 સીટો મળવાની સંભાવના છે. આ સિવાય અન્યના ખાતામાં 1-3 સીટો જશે.
ગોવા
ગોવાની 40 સીટોમાંથી ભાજપને 17-19 સીટો મળી શકે છે. જ્યારે બીજી મોટી પાર્ટી કોંગ્રેસને 11-13 સીટો મળવાની આશા છે. તે સિવાય આમ આદમી પાર્ટીને ખાલી 2-4 જ સીટો મળશે. અને ગોમાંતક પાર્ટીના ગઠબંધનને 3-5 સીટો તથા નિર્દલીયોને 2-3 સીટો મળવાની સંભાવના રહેલી છે.