For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેનીવાલ પર બબાલ: વિપક્ષનો આરોપ- 'મોદીએ લીધો બદલો'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 ઓગષ્ટ: મિઝોરમની રાજ્યપાલ કમલા બેનીવાલની હકાલપટ્ટી પર વિભિન્ન રાજનૈતિક પાર્ટીઓ દ્વારા તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. વિપક્ષી પાર્ટીઓ જ્યાં તેને બદલાની રાજનીતિ જણાવી રહી છે જ્યારે સરકારનું કહેવું છે કે તેમને સંવિધાનના ક્ષેત્રમાં રહીને હટાવવામાં આવ્યા છે. સરકાર તરફથી સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડૂએ જણાવ્યું, 'બેનીવાલની હકાલપટ્ટી સંવિધાન અનુરૂપ કરવામાં આવી છે.' કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે પણ જણાવ્યું કે 'સંવિધાનના નિયમો અનુરૂપ થયું છે. મહામહિમ રાષ્ટ્રપતિએ આ અંગેની પરવાનગી આપી છે.'

બીજી તરફ કોંગ્રેસી નેતા મનીષ તિવારીએ સવાલ ઉઠાવ્યો કે જો તેમને હટાવવા જ હતા તો મિઝોરમ શા માટે મોકલવામાં આવ્યા? કોંગ્રેસના જ રાજીવ શુક્લાએ જણાવ્યું કે 'ભાજપે રાજનૈતિક બદલો લીધો છે, આ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન છે.'

સમાજવાદી પાર્ટીએ આને બદલાની રાજનીતિ ગણાવી છે. તો બીએસપી સુપ્રીમો માયાવતીએ જણાવ્યું, 'અમે આનો વિરોધ કરીએ છીએ, આ યોગ્ય પદ્ધતિ નથી.'

એનસીપી પ્રમુખ શરદ પવારે આને રાજનૈતિક દુરાગ્રહથી પ્રભાવિત નિર્ણય ગણાવ્યો છે. સાથે જ તેમણે તેને સુપ્રીમ કોર્ટના નિર્ણયનું અપમાન ગણાવ્યું છે.

અત્રે નોંધનીય છે કે કમલા બેનીવાલની તેમના કાર્યકાળની સમાપ્તિથી માત્ર બે મહીના પહેલા જ હકાલપટ્ટી કરી દેવામાં આવી. ગુજરાતના રાજ્યપાલના રૂપમાં તેમના અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વચ્ચે સંબંધોમાં ખૂબ જ ખટાશ રહી હતી. આ બંનેની વચ્ચે લોકાયુક્તની નિમણૂક અને કેટલાંક અન્ય વિધેયકોને લઇને ટક્કર થઇ હતી.

મોદીના વડાપ્રધાન બન્યા બાદ પહેલા તો બેનીવાલને ગુજરાતથી મિઝોરમ મોકલી દેવામાં આવ્યા અને એજલ પહોંચવાના માત્ર એક મહીના બાદ જ તેમની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.

રાષ્ટ્રપતિ ભવને બુધવારની રાત્રે બેનીવાલને હટાવવાની સૂચના સાર્વજનિક કરી. સૂચના અનુસાર, સ્થાઇ વ્યવસ્થા હોવા સુધી મણિપુરના રાજ્યપાલ વી.કે. દુગ્ગલને મિઝોરમના રાજ્યપાલનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. હકાલપટ્ટીના આદેશની સાથે જ રાજસ્થાનથી આવનારી 87 વર્ષીય કોંગ્રેસ નેતા કમલા બેનીવાલનો રાજ્યપાલના રૂપમાં કાર્યકાળ સમાપ્ત થઇ ગયો છે.

મનીષ તિવારી

મનીષ તિવારી

કોંગ્રેસી નેતા મનીષ તિવારીએ સવાલ ઉઠાવ્યો કે જો તેમને હટાવવા જ હતા તો મિઝોરમ શા માટે મોકલવામાં આવ્યા?

રાજીવ શુક્લા

રાજીવ શુક્લા

કોંગ્રેસના જ રાજીવ શુક્લાએ જણાવ્યું કે 'ભાજપે રાજનૈતિક બદલો લીધો છે, આ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન છે.'

માયાવતી

માયાવતી

સમાજવાદી પાર્ટીએ આને બદલાની રાજનીતિ ગણાવી છે. તો બીએસપી સુપ્રીમો માયાવતીએ જણાવ્યું, 'અમે આનો વિરોધ કરીએ છીએ, આ યોગ્ય પદ્ધતિ નથી.'

શરદ પવાર

શરદ પવાર

એનસીપી પ્રમુખ શરદ પવારે આને રાજનૈતિક દુરાગ્રહથી પ્રભાવિત નિર્ણય ગણાવ્યો છે. સાથે જ તેમણે તેને સુપ્રીમ કોર્ટના નિર્ણયનું અપમાન ગણાવ્યું છે.

વેંકૈયા નાયડૂ

વેંકૈયા નાયડૂ

સરકાર તરફથી સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડૂએ જણાવ્યું, 'બેનીવાલની હકાલપટ્ટી સંવિધાન અનુરૂપ કરવામાં આવી છે.' કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે પણ જણાવ્યું કે 'સંવિધાનના નિયમો અનુરૂપ થયું છે. મહામહિમ રાષ્ટ્રપતિએ આ અંગેની પરવાનગી આપી છે.'

English summary
Opposition parties slam Centre over sacking of Mizoram Governor Kamla Beniwal; government defends move.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X