દિલ્હી રમખાણઃ વિપક્ષે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા, આજે રાષ્ટ્રપતિને મળશે
નવી દિલ્હીઃ દિલ્હી રમખાણ મામલે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે હાલમાં જ એક ચાર્જશીટ તૈયાર કરી હતી. આ દરમ્યાન તેમાં લેફ્ટ વિંગના કેટલાય નેતાઓના નામ સામેલ હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારથી આ મુદ્દાએ રાજનૈતિક ગરમાવો પકડી લીધો છે. લેફ્ટ ગ્રુપ આ ચાર્જશીટની પાછળ સરકારનું ષડયંત્ર ગણાવી રહ્યા છે, જ્યારે દિલ્હી પોલીસે આ સમાચારને અફવા ગણાવી છે. એવામાં હવે આ મામલો રાષ્ટ્રપતિ પાસે પહોંચી ગયો છે.
જણાવી દઈએ કે હાલમાં જ એક ન્યૂજ એજન્સીએ સમાચાર આપ્યા હતા કે દિલ્હી દંગામાં પોલીસને કેટલીક મહત્વની વાતો જાણવા મળી છે. જેમાં એક આરોપી રાહુલ રોય, યોગેન્દ્ર યાદવ, સીતારામ યેચુરી જેવા મોટા નેતાઓના નામ લીધાં છે. એવામાં દિલ્હી પોલીસ તેમનું નામ ચાર્જશીટમાં નાખી શકે છે. જે બાદથી લેફ્ટ ગ્રુપ સરકાર પર સતત હુમલાવર થયું છે. આ મામલે આજે કોંગ્રેસ નેતા અહમદ પટેલ, સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી, સીપીઆઈ નેતા ડી રાજા, ડીએમકે નેતા કનિમોઝી અને આરજેડી સાંસદ મનોજ ઝા રાષ્ટ્રપતિને મળશે. સાથે જ તેમને દિલ્હી દંગામાં પોલીસની ભૂમિકાને લઈને પણ અવગત કરાવશે.
દિલ્હી પોલીસે કહ્યું કે દિલ્હીના જાફરાબાદમાં થયેલ રમખાણોની તપાસથી સંબંધિત ટ્વીટ ન્યૂજ એજન્સીએ કર્યું હતું. જેમાં કેટલાય શિક્ષાવિદો અને નેતાઓને આરોપી બનાવવાની વાત કહેવામાં આવી, જે ખોટું છે. એક આરોપીના નિવેદનના આધારે કોઈને પણ આરોપી ના બનાવી શકાય. માત્ર પર્યાપ્ત સબૂતોના આધારે જ કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
કોરોના વાયરસના કેસ 51 લાખને પાર, 97894 નવા કેસ સામે આવ્યા