મુંબઇમાં ભારે વરસાદનું અલર્ટ, હાઈ ટાઇડની પણ આશંકા
નવી દિલ્હીઃ માયાનગરી મુંબઇમાં ફરી વરસાદી આફતના વાદળો મંડરાયાં છે, બુધવારે સવારથી અહીં ઇન્દ્ર દેવતા મહેરબનાવ છે, આઇએમડીએ પોતાના તાજા અપડેટમાં કહ્યું કે મુંબઇમા આજે સાંજ સુધી અતિ ભારે વરસાદની આશંકા છે અને આ કારણે બીએમસીએ શહેરવસાીઓને પણ તમામ સાવચેતી દાખવવા કહ્યું છે, જણાવી દઇએ કે આઇએમડીએ મહારાષ્ટ્રના તટીય જિલ્લા માટે બે દિવસ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું કે અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે, જ્યારે મુંબઇ પોલીસે લોકોને બિનજરૂરી ઘરે બહાર નીકળવાની ના પાડી છે.

મુંબઇ, ઠાણે, પાલઘરમાં અલર્ટ
હવામાન વિભાગ મુજબ આઇએમડીએ મુંબઇ, ઠાણે, પાલઘર અને મહારાષ્ટ્રના તટિય જિલ્લાઓના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા જતાવી છે, મુંબઇ સહિત રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ અને પુણેમાં બે દિવસનું ઓરેન્જ અલર્ટ છે, જ્યારે કોલ્હાપુર, સતારા, ઔરંગાબાદ અને જાલના માટે યેલો અલર્ટ જાહેર કરાયું છે.

વરસાદી કહેરની આશંકા
ચોમાસાના વરસાદના કારણે દેશના કેટલાય ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે જ્યારે કેટલાક વિસ્તારોમાં પૂરનો કહેર છવાયો છે, આસામની સ્થિતિ અતિ ભયાનક થઇ ગઇ છે, અહીં આસામ પૂર અને ભૂસ્ખલનના કારણે 70 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 13 લાખ લોકો પ્રભાવિત થઇ ચૂક્યા છે. આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટે કહ્યું કે રાજ્યોમાં 44 લોકોના પૂરમાં જ્યારે 26 લોકોના ભૂસ્ખલનમાં મોત થયાં છે.

આસામ સહિત પૂર્વોત્તરમાં ભારે વરસાદનું અલર્ટ
ભારતીય હવામાન વિભાગે આજે પણ આસામ સહિત પૂર્વોત્તરમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. આઇએમડીએ કહ્યું કે આગલા ચાર દિવસ આસામ, મેઘાલય, સિક્કિમ અને મિઝોરમમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે અને આ કારણે ત્યાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિભાગે કહ્યું કે આગલા 24 કલાક દરમિયાન સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને આસામમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદ થઇ શકે છે, આ દરમિયાન લોકોને કારણવિના ઘરની બહાર નીકળવાનુ ટાળવા કહેવામાં આવ્યું છે.
એક દિવસમાં કોરોનાના સૌથી વધુ 29,429 નવા મામલા સામે આવ્યા, 528ના મોત