દેશના ઘણા રાજ્યોમાં આજે આંધી-તોફાનની સંભાવના, હૈદરાબાદમાં ઓરેન્જ એલર્ટ
નવી દિલ્લીઃ હૈદરાબાદમાં ભારે વરસાદે ઘણો વિનાશ કર્યો છે. હૈદરાબાદ સહિત આખા તેલંગાનામાં પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે. વરસાદના કારણે અત્યાર સુધી લગભગ 50 લોકોના મોત થઈ ચૂક્યા છે અને કરોડોનુ આર્થિક નુકશાન પણ થયુ છે. હવામાન વિભાગે આજે પણ હૈદરાબાદમાં ભારે વરસાદનુ ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. વિભાગે કહ્યુ છે કે આજે હૈદરાબાદ સહિત આખા તેલંગાનામાં એક વાર ફરીથી વરસાદ થઈ શકે છે. ક્યાંક ક્યાંક તો આંધી-તોફાનની પણ આશંકા છે જેના કારણે સ્થિતિ ઘણી ગંભીર થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે ભારે વરસાદથી હૈદરાબાદ બેહાલ થઈ ગયુ છે. વિશેષજ્ઞોની માનીએ તો તેલંગાનામાં છેલ્લા 30 વર્ષોથી આ રીતનો વરસાદ નહોતો થયો. તેલંગાનાના વરસાદની અસર આસપાસના રાજ્યોમાં પણ થઈ છે. વિભાગે કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં પણ ભારે વરસાદનુ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. આ રાજ્યોમાં ગરજ અને ઝડપી પવન સાથે વરસાદ થવાનુ અનુમાન છે. કર્ણાટક, રાયલસીમા, દક્ષિણ કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર તેમજ મરાઠવાડાના દૂરના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. વિભાગે કહ્યુ કે અહીં ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. વરસાદ દરમિયાન ઘણી જગ્યાઓએ આંધી અને ઝડપી પવન ફૂંકાવાનુ પણ અનુમાન છે.
સ્કાઈમેટે પણ ચેતવણી આપી કહ્યુ છે કે બંગાળની ખાડી પર બનેલુ ડિપ્રેશન પ્રભાવી થઈને ડીપ ડિપ્રેશન બની ગયુ છે. જેના કારણે આવતા 24 કલાક દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત અને અંદમાન તેમજ નિકોબાર દ્વીપ સમૂહ પર ભારે વરસાદ સાથે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે જ્યારે ગંગીય પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તેલંગાના, મહારાષ્ટ્ર, દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તમિલનાડુના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે અને કર્ણાટક, કેરળ અને દક્ષિણ મધ્ય પ્રદેશના પણ અમુક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે.
બિગ બૉસ 14: ફેન્સે સલમાનને કહ્યો ચીટર, આપ્યો રૂબીનાને સાથ